Bhavnagar : RBSK ની મદદથી ફરિયાદકા ગામનાં બાળકનું હૃદય ફરી ધબકતું થયું
- ભાવનગરનાં ફરિયાદકા ગામમાં બાળકને હતી જન્મજાત હૃદયરોગની બીમારી (Bhavnagar)
- બાળકને શ્વાસ લેવામાં તકલીફ, અંગ ભૂરા થવા, પરસેવો આવવાની તકલીફ હતી
- કેંદ્ર સરકાર પુરસ્કૃત કાર્યક્ર્મ 'રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' હેઠળ તપાસ કરતા જાણ થઈ
- અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે બાળકનું સફળ ઓપરેશન થયું
Bhavnagar : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) પ્રોગ્રામ અંતર્ગત ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામમાં રહેતા બાળક કુલદીપ રવિભાઇ મક્વાણા જે બાળકને જન્મજાત હૃદયરોગની ખામી હતી. આ રોગ વિશે બાળકનાં માતા-પિતા અજાણ હતા. હૃદયરોગથી પીડાતા આ પરિવારના બાળકની મદદ માટે કેંદ્ર સરકાર પુરસ્કૃત કાર્યક્ર્મ 'રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' (RBSK) પ્રોગ્રામ આવ્યો હતો. બાળકને જન્મજાત ખામી હૃદયરોગની ખામી હોવાથી તેને શ્વાસ લેવામાં સમસ્યા, અંગો ભૂરા પડી જવા, પરસેવો થવો વિગેરે જેવી તક્લીફો થતી હતી. થોડું પણ ચાલતા બાળક થાકી જતું હતું અને હાંફી જતું હતું. આ તક્લીફની માહિતી ફરિયાદકા આંગણવાડીમાં કામ કરતા અને તે વિસ્તારના આશાવર્કરને (ASHA Worker) થતા તેમણે ફરિયાદકા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ટીમને જાણ કરી હતી.
આ પણ વાંચો- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર એકવાર ફરી શારીરિક શોષણનો આરોપ, વિદ્યાર્થીનીએ જાહેરમાં આવીને કહ્યું...
ફરિયાદકા ગામમાં રહેતા બાળકને જન્મજાત હૃદયરોગની તકલીફ હતી
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનાં (RBSK) મેડિકલ ઓફીસર ડો. રવિ ગોહિલ તથા ટીમ દ્વારા આંગણવાડી ખાતે તપાસ કરીને સંદર્ભ કાર્ડ ભરીને ભાવનગર (Bhavnagar) સર.ટી. હોસ્પિટલ ખાતે આવેલ DEIC વિભાગમાં રિફર કર્યા હતા અને ત્યાં ડોકટરો દ્વારા રિપોર્ટ ચેક કરતા બાળકને હૃદય રોગની તકલીફ હોવાની જાણ થઈ હતી અને માતા-પિતાને અમદાવાદ ઓપરેશન માટે જવા માટે જણાવ્યું હતું. બાળકનો પરિવાર તથા માતા-પિતાને આ રોગ વિશે જાણ થતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો. ગરીબ પરિવાર બાળકનાં આયુષ્ય વિશે શોકમગ્ન હતો. પરંતુ, RBSK ટીમ દ્વારા આ બાળકને અમદાવાદ (Ahmedabad) યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરાયું, જ્યાં તમામ પ્રકારની હોસ્પિટલ સેવા સરકાર તદન ફ્રી આપવામાં આવે છે.
આ પણ વાંચો- Gujarat Rain: રાજ્યમાં અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં યુ.એન. મહેતા હોસ્પિટલ સફળતાપૂર્વક ઓપરેશન થયું
ગત 21-07-2025 નાં રોજ બાળકનું હૃદયરોગનું ઓપરેશન અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલ (U.N. Mehta Hospital) ખાતે સફળતાપૂર્વક થયેલ છે અને 26-07-2025 નાં રોજ બાળકને રજા આપવામાં આવી હતી. હાલ, બાળકની તબિયત સારી છે. આમ વિનામૂલ્યે સફળ ઓપરેશન થતા બાળકનાં પરિવારમાં આનંદની લાગણી છવાઇ છે. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી, RCH અધિકારી ડો. કોકિલા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. જીતુ પરમાર, તાલુકા સુપરવાઇસર અનિલભાઇ પંડિત, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ટીમ, મેડિકલ ઓફિસર ડો. રવિ ગોહિલ, ડો. દીપલ દવે, ફાર્માસિસ્ટ વનિતાબેન ચૌહાણ, ફિમેલ હેલ્થ વર્કર શેલ્જા કુમાર તથા પ્રા.આ. કેંદ્ર ફરિયાદકા મેડિકલ ઓફિસર ડો. ધર્મિષ્ઠા, આયુષ્ય મેડિકલ ઓફિસર ડો. સ્મિતા પાટીલ, આંગણ્વાડી વર્કર ભાવનાબેન જોશી, આશા વર્કર હેમાક્ષીબેન, MPHW વિશાલભાઇ, ઇન્ચાર્જ FHW ધર્મિષ્ઠાબેન, MPHS હિરેનભાઇ રાજ્યગુરૂ, FHS કિરણબેન જાનીનો સહયોગ મળ્યો હતો.
અહેવાલ : કુણાલ બારડ, ભાવનગર
આ પણ વાંચો- Rajkot News: પાટીદાર દિકરીના મિલકતનો વિવાદ વકર્યો, સમાજના આગેવાનો પરિવારની લેશે મુલાકાત


