Bhavnagar: સોમનાથ હાઈવે પર વહેલી સવારે કાર સળગી ઉઠી
- Bhavnagar: તળાજા પાસે આવેલ તણસા ગામે એક કાર સળગી
- રઘુવીર હોટલ પાસે કાર સળગી ઉઠતા લોકો ભેગા થયા
- આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી
Bhavnagar: ભાવનગર સોમનાથ હાઈવે પર વહેલી સવારે કાર સળગી ઉઠી હતી. જેમાં તળાજા પાસે આવેલ તણસા ગામે એક કાર ભડ ભડ સળગી ઉઠી હતી.
તણસાની રઘુવીર હોટલ પાસે આ કાર સળગી
તણસાની રઘુવીર હોટલ પાસે આ કાર સળગી ઊઠતા લોકોના ટોળા ભેગા થયા હતા. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તેમજ કારમાં સેના કારણે આગ લાગી હતી તે તપાસનો વિષય છે.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત
તાજેતરમાં જ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં અમરેલીના રાજુલાના ચારનાળા ચોકડી નજીક મોરી શિપિંગ કંપની પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, રાજુલાના ચારનાળા ચોકડી નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. ટ્રક પાછળ કાર ઘૂસી જતા ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
Bhavnagar: અકસ્માતની ઘટનાને લઈને સ્થળ પર લોકોનું ટોળુ એકઠું થઈ ગયું
અકસ્માતની ઘટનાને લઈને સ્થળ પર લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. તેમજ ઘટનાસ્થળે હાજર લોકોએ 108ને જાણ કરીને અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસડેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Rajkot Civil Hospital: હોસ્પિટલના TB વોર્ડમાં આગની ઘટનામાં દર્દીનો જીવ ગયો


