Bhavnagar : પાલીતાણામાં હસ્તગીરી ડુંગર પર લાગી આગ, તંત્ર થયું છે અલર્ટ
- ફોરેસ્ટના રેવન્યુ વિસ્તારના જંગલમાં લાગી આગ
- અહીં અનેક વન્ય પ્રાણીઓ કરે છે વસવાટ
- આગ આગળ ન વધે તે માટે તંત્ર થયું છે અલર્ટ
Bhavnagar : ભાવનગરના પાલીતાણામાં હસ્તગીરી ડુંગર પર આગ લાગી છે. જેમાં ફોરેસ્ટના રેવન્યુ વિસ્તારના જંગલમાં આગ લાગી છે અહીં અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. તેમજ આગ આગળ ન વધે તે માટે તંત્ર અલર્ટ થયું છે. ફાયરની ટીમને ગણધોલ ગામ પાસે સ્ટેન્ડ બાય રખાઇ છે. ગઈકાલે રાત્રે પાલીતાણા ડુંગર ઉપર લાગેલી આગ કાબુમાં લઈ લેવામાં આવી છે.
હસ્થગિરી ડુંગરના મોટા વિસ્તારમાં આ આગ પ્રસરી હતી
હસ્થગિરી ડુંગરના મોટા વિસ્તારમાં આ આગ પ્રસરી હતી. જેમાં આગ શહેર તરફ ના આવે તેની માટે રાત્રિના પાલીતાણાના ફાયર ફાઇટરને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યા હતા. પાલીતાણાના બે ફાયર ફાઈટર તેમજ તળાજાના બે ફાયર ફાઈટર થઈને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવેલ છે. ગઇકાલે સાંજના સમયે ફોરેસ્ટના રેવન્યુ વિસ્તારના જંગલમાં આગ લાગવાનો આ બનાવ બન્યો હતો. પાલીતાણા હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ વન શેડ્યુલ બે સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે.
વન્યપ્રાણીને લઈને કોઈ સત્તાવાર જાણકારી મળી નથી
આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવા ના કારણે આ આગ ગામ તરફ આગળ ન વધે તે માટે પાલીતાણા ફાયરની ટીમ દ્વારા કાર્યવાહી કરાઇ છે. તાજેતરમાં જ સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખૂબ જ વધ્યો છે. જોકે હજી સુધી તો વન્યપ્રાણીને લઈને કોઈ સત્તાવાર જાણકારી મળી નથી.