ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 3 દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે, જાણો કયા જિલ્લાઓની મુલાકાત લેશે

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા કરશે
06:29 PM Dec 26, 2024 IST | SANJAY
સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા કરશે
Health Minister, Rushikesh Patel @ Gujarat First

Health Minister ઋષિકેશ પટેલ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે છે. જેમાં ભાવનગર, જુનાગઢ, રાજકોટ (Rajkot) અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે. સૌરાષ્ટ્રના (Saurashtra) વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા કરશે. હોસ્પિટલની ( Hospital) મુલાકાત લઇને વિવિધ રજૂઆતો, હાલની કામગીરી અને ભવિષ્યના આયોજન સંદર્ભે રિવ્યુ બેઠક કરશે. તેમજ અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર રાજકોટ અને ભાવનગરમાં નિર્માણાધીન કેમ્પસ અને સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલની મુલાકાત લઇ સમગ્ર પ્રોજેક્ટનું રિવ્યું પણ કરશે.

ભાવનગર સરકારી હોસ્પિટલ (Hospital)ની મુલાકાત લેશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટલે (Rushikesh Patel) આવતી કાલે તા.૨૭ ડિસેમ્બરથી તા.૨૯ ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે જવાના છે.આ ત્રિદિવસીય પ્રવાસમાં મંત્રી ભાવનગર, જુનાગઢ , રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે.વિગતે પ્રવાસ જોઇએ તો મંત્રી ઋષિકેશ પટેલ તા.૨૭ મીના રોજ ભાવનગર ખાતે વડાપ્રધાનના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે. તેમજ અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ભાવનગર હોસ્પિટલમાં ચાલી રહેલ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના નિર્માણ કાર્યના વિવિધ પ્રોજેક્ટની સમગ્રતયા સમીક્ષા કરશે.

આ પણ વાંચો: Sabarkantha : સાબરડેરીમાં બોઇલર સફાઇ કરતા યુવકનું ગૂંગળામણથી મોત, 2 ગંભીર!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)ના પદવીદાન સમારોહમાં હાજરી આપશે

તા.૨૮ ડિસેમ્બરના રોજ જુનાગઢ અને રાજકોટ (Rajkot) હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ , સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરશે. આ દરમિયાન તેઓ હોસ્પિટલની મુલાકાત લઇને ત્યાની પરિસ્થિતિ , મુખ્ય જરૂરિયાતો , આગામી ડેવલપમેન્ટ પ્લાનની પણ માહિતી મેળવશે. તા.૨૯ ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ જામનગર ખાતે આયોજીત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્વસ-૨૦૨૪માં પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: Kheda : નડિયાદ નજીક કારચાલકે એક સાથે 5 ટુ-વ્હીલરને અડફેટે લીધા, યુવતી સહિત 4 ગંભીર!

Tags :
GandhinagarGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsHealth MinisterHospital Gujarat NewsRushikesh PatelSaurashtraTop Gujarati News
Next Article