Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gram Panchayats Election : જાણો ભાવનગરમાં કયા ગામમાં કોના શિરે 'સરપંચ' નો તાજ ?

ભાવનગરની (Bhavnagar) વાત કરીએ તો જિલ્લાની 315 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું.
gram panchayats election   જાણો ભાવનગરમાં કયા ગામમાં કોના શિરે  સરપંચ  નો તાજ
Advertisement
  1. આજે રાજ્યની 3895 ગ્રામ પંચાયતોનાં સરપંચ-સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર (Gram Panchayats Election)
  2. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 72 ટકા મતદાન નોંધાયું હતું
  3. ભાવનગરમાં 315 ગ્રા.પં.ની સામાન્ય જ્યારે 104 ગ્રા.પં.ની પેટા ચૂંટણીનું મતદાન થયું હતું
  4. ભાવનગરમાં સરેરાશ 58.42 ટકા સુધીનું મતદાન નોંધાયું હતું

Gram Panchayats Election : આજે ગુજરાતની 3895 ગ્રામ પંચાયતોનાં સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 72 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે, રાજ્યની કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. ભાવનગરની (Bhavnagar) વાત કરીએ તો જિલ્લાની 315 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું. જ્યારે, 104 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું મતદાન થયું હતું. અગાઉ 142 ગ્રામ પંચાયત બિનહરીફ રહી હતી. ભાવનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 58.42 ટકા મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો - Gujarat Gram Panchayat Election 2025 Results: વેવાણ જયાબેન ડાંગોદરાએ વેવાણને આખી પેનલ સાથે હરાવ્યા

Advertisement

Advertisement

ભાવનગર જિલ્લામાં (Bhavnagar) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Gram Panchayats Election) કયાં ગામમાં કોણે બાજી મારી તેની યાદી આ પ્રકારે છે...

આ પણ વાંચો - Gram Panchayat Election :નર્મદા જિલ્લાની ભચરાડા ગ્રામ પંચાયતમાં ટાય પડી

> વાવડી ગામમાં રામકુભાઈ કામળિયા વિજેતા બન્યા
> કડકોટ ગામે સીતાબા ચાવડાનો વિજય થયો
> રાજાવદર ગામે પ્રવીણભાઈ સરવૈયા વિજેતા
> નેસવડ ગામે દક્ષાબેન ડાભીનો વિજય
> કાટીકડા ગામે વનરાજભાઈ કામલિયા વિજેતા
> શારદીકા ગામે નિમુબેન બાંભાનો વિજય
> કસાન ગામે જીવનભાઈ વાઘેલા જિત્યા
> રૂપાવટી ગામે ઘનશ્યામભાઈ ગજેરા વિજેતા
> લુસડી ગામે દેવુબેન સદુલભાઈ ચાવડાનો વિજય થયો
> કુંભારીયા ગામે જાહુબેન ઓખડભાઈ ચાવડા વિજેતા બન્યા
> કીકરીયા ગામે રાઘવભાઈ બળદાણીયાનો વિજય
> કંટાસર ગામે વિપુલ ગેમાભાઈ પરમાર વિજેતા
> ચોકવા ગામે લીલીબેન મગનભાઈ વાસિયા વિજેતા
> કાળેલા ગામે રેખાબેન હસુભાઈ ગોડકિયા વિજેતા થયા
> મોટા જાદરા ગામે ઉકાભાઇ મંગળભાઈ મકવાણા વિજેતા બન્યા
> મોટા પીપળવા ગામે નરોતમભાઈ વજુભાઈ સાખટ વિજેતા
> ગઢડા ગામે શાંતુબેન બાબુભાઈ જોડીયા વિજેતા

આ પણ વાંચો - રાજપીપળા સાથે જોડતો યાલ ગામનો પુલ તૂટ્યો, 2 વખત રીપેરીંગ કર્યો છતા..! 

Tags :
Advertisement

.

×