Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat ACB એ ભાવનગર રેલવે ડીઆરએમ કચેરીના લાંચિયા અધિકારીને રંગે હાથ ઝડપ્યો

ભાવનગર ડીઆરએમ કચેરીના વર્ગ 2ના અધિકારી એસીબીના છટકા (ACB Trap) માં આબાદ રીતે સપડાતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
gujarat acb એ ભાવનગર રેલવે ડીઆરએમ કચેરીના લાંચિયા અધિકારીને રંગે હાથ ઝડપ્યો
Advertisement

રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર વિના એક પણ કામ થતું નથી. કૌભાંડો અને ભ્રષ્ટાચારની ઘટનાઓથી અખબારો ઉભરાઈ રહ્યાં છે. Gujarat ACB એ ભારતીય રેલવે (Indian Railways) માં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. રૂપિયા 65 હજારની લાંચ લેતા ભાવનગર ડીઆરએમ કચેરીના વર્ગ 2ના અધિકારી એસીબીના છટકા (ACB Trap) માં આબાદ રીતે સપડાતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

ઇલેક્ટ્રીક કોન્ટ્રાકરે Gujarat ACB ને શું આપી હતી ફરિયાદ ?

ભારતીય રેલવેમાં ઇલેક્ટ્રીક કોન્ટ્રાકટના કામે રાખનારા એક કોન્ટ્રાક્ટરને ભાવનગર રેલવે ડિવિઝન (Bhavnagar Railway Division) માં લાખો રૂપિયાનું કામ મળ્યું હતું. કોન્ટ્રાક્ટના કામોના આશરે 10 લાખ રૂપિયાના રનિંગ બીલો મંજૂર કરવા પેટે તેમજ મળેલા અન્ય એક વર્ક ઑડર પેટે આસિ. ઇલેક્ટ્રીક એન્જિનિયરે ટકાવારી લેખે લાંચ માગી હતી. લાંચ પેટેની રકમ 65 હજાર રૂપિયા આપવા નહીં માગતા કોન્ટ્રાક્ટરે Gujarat ACB ના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

Advertisement

લાંચિયા બાબુ ટ્રેપમાં આવી ગયા

Gujarat ACB એ ફરિયાદ નોંધ્યા બાદ ટ્રેપ ગોઠવી હતી. ભાવનગર ડીઆરએમ કચેરી (Bhavnagar DRM Office) ખાતે લાંચ સ્વીકારવા તૈયાર બેસેલા ટિપ્પે સ્વામી લક્કામા દાસરે (આસિ. ઇલેક્ટ્રીક એન્જિનિયર) પંચો રૂબરૂ 65 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હતી. લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયેલા ટિપ્પે સ્વામીની Team ACB એ ધરપકડ કરી હતી. એસીબીની અન્ય ટીમે આરોપીની ઑફિસ સહિતના સ્થળે સર્ચ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો :  Mukesh Bambha : મુકેશ બામ્ભાએ આપઘાતનું નાટક કરતાં જેલમાં ખટલો ચાલ્યો, બે મહિના માટે મુલાકાત બંધ

Tags :
Advertisement

.

×