Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાવનગરમાં અવિરત વરસાદ ખેડૂતો માટે બની ગયો મોટી આફત

Bhavnagar : ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે અવિરત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે જગતના તાત માટે હવે આ વરસાદી માહોલ કપરો સાબિત થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, શરૂઆતમાં ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી અને મગફળીનું વાવેતર કર્યું.
ભાવનગરમાં અવિરત વરસાદ ખેડૂતો માટે બની ગયો મોટી આફત
Advertisement
  • ભાવનગરના ખેડૂત ભગવાન ભરોસે!
  • મગફળીના પાકનો બદલાયો રંગ
  • ખેડૂતોની વધી મુશ્કેલીઓ
  • ખેડૂતો માટે વરસાદ બન્યો સંકટનું કારણ

Bhavnagar : ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે અવિરત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે જગતના તાત માટે હવે આ વરસાદી માહોલ કપરો સાબિત થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, શરૂઆતમાં ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી અને મગફળીનું વાવેતર કર્યું. મોંઘાદાટ ખાતર બિયારણ નાખ્યા બાદ હવે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે મગફળીનો પાક લીલાછમમાંથી હવે પીળો પડવા લાગતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લામાં 1 લાખ કરતા પણ વધુ હેકટરમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે, તેવામાં પાક પીળો પડી જતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે.

ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મહેર

જણાવી દઇએ કે, ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. ચોમાસાની સિઝનમાં જ સમગ્ર જિલ્લામાં નદી નાળા અને ચેક ડેમો ભરાઈ ગયા છે. તેવામાં ખેડૂતોએ પણ જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું છે. જિલ્લામાં 1 લાખ કરતા પણ વધારે હેકટરમાં ખેડૂતો મગફળીનું વાવેતર થયું છે. પરંતુ જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને કારણે જિલ્લામાં મગફળીના વાવેતર પર મોટી અસર જોવા મળી રહી છે. મગફળીના પાકમાં પીળાશ પડી જતા પાકને નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોની ચિંતામાં હાલ તો વધારો જોવા મળી રહ્યો છે.

Advertisement

ખેડૂતોની મુશ્કેલીઓ વધી

તાજેતરમાં જિલ્લાના ખેડૂતોએ 15 થી 40 વિઘાના ખેતરોમાં 1 લાખથી વધારાનો ખર્ચ મોંઘાદાટ ખાતર બિયારણમાં કરી નાખ્યો છે. પરંતુ અવિરત વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે. મગફળીના છોડ પીળા પડવાના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાની જવાની ભીતિ સેવાઇ રહી છે. જો વરસાદ આમ જ અવિરત પ્રમાણે આવતો રહેશે તો જિલ્લાના અનેક ગામોના ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવશે. જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા, ગારીયાધાર, સિહોર પંથકમાં ખેડૂતોની મગફળી હાલ સોળે કળાએ ખીલી ઉઠી છે, પરંતુ અવિરત વરસાદના કારણે આ વરસાદ હાલ આફત સાબિત થઈ રહ્યો છે, ત્યારે હાલ ખેડૂતો ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો :  Bhavnagar : પાલીતાણાના વાતાવરણમાં આવ્યો પલટો, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો

Tags :
Advertisement

.

×