Bhavnagar : મહુવામાં કળિયુગી માતાનું કૃત્ય જાણી તમે પણ ચોંકી જશો!
- Bhavnagar નાં મહુવામાં કાળજું કંપાવી દે તેવી ઘટના
- કળિયુગી માતાએ નવજાત શિશુને ત્યજી દીધું
- બંદર રોડ પર સ્મશાન પાછળ જાહેર માર્ગ પર શિશુને ત્યજી દીધું
- પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળી શિશુને ફેંકી દેવામાં આવ્યું
- રાહદારીઓએ તરત જ જાણ કરતા પોલીસ શિશુને હોસ્પિટલ લઈ ગઈ
ભાવનગરના મહુવામાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. કળિયુગી માતાએ પોતાનું નવજાત શિશુને પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળી બંદર રોડ પર સ્મશાન પાછળનાં જાહેર માર્ગ પર ત્યજી દીધું હતું. કેટલાક રાહદારીઓએ શિશુને જોતા પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસની ટીમ નવજાત શિશુને (Newborn Baby) સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Mineral Mafia : ખેડા જિલ્લામાં ખનીજ માફિયા બન્યા બેફામ, વાત્રક નદી પર બનાવી દીધો ગેરકાયદેસર બ્રિજ
કળિયુગી માતાએ પ્લાસ્ટિકની કોથળીમાં વીંટી શિશુને ફેંકી દીધું
ભાવનગરનાં મહુવામાં (Bhavnagar) એક કળિયુગી માતાએ પોતાના નવજાત શિશુને ત્યજી દીધું હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. માતાએ શિશુને પ્લાસ્ટિકની કોથળીમાં વીંટીને શહેરનાં બંદર રોડ પર આવેલા સ્મશાન પાછળના જાહેર માર્ગ પર ફેંકી દીધું હતું. જો કે, ત્યાંથી પસાર થતાં કેટલાક રાહદારીઓ દ્વારા નવજાત શિશુને જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને નવજાત શિશુને મહુવા સરકારી હોસ્પિટલ (Mahuva Government Hospital) લઈ ગઈ હતી, જ્યાં પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Surat : ઉમરપાડાની આદર્શ નિવાસી શાળામાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર
પોલીસે મૃત શિશુને સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસ આદરી
પોલીસ દ્વારા આ મામલે નવજાત શિશુને ત્યજી દેનાર જનેતાની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસની ટીમે સ્થાનિકોની પૂછપરછ અને CCTV કેમેરા તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા મોરબીનાં (Morbi) નવાગામ પાસેથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું હતું. બાળકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયું હતું. નવજાત શિશુ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલા કપડાં પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો - VADODARA : ગુજસીટોકના આરોપી સિકલીગર ગેંગના સાગરીતોને જુદી-જુદી જેલમાં ખસેડાશે