Guru Purnima: ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની આજે ઉજવણી, ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
- ભક્તોએ ગુરુ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી કર્યા દર્શન
- બાપા સીતારામના નાદ સાથે ભક્તોએ ગુરુ દર્શનનો લીધો લાભ
- ગુજરાતભરમાંથી લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણા આવે છે
Guru Purnima: ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની આજે ઉજવણી થઇ રહી છે. જેમાં ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તેમાં ભક્તોએ ગુરુ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા છે. બાપા સીતારામના નાદ સાથે ભક્તોએ ગુરુ દર્શનનો લાભ લીધો છે. તેમાં વહેલી સવારથી ભાવ, ભક્તિ સાથે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે.
Guru Purnima ના અવસરે બગદાણા ખાતે ભક્તોનું ઘોડાપૂર । Gujarat First#GuruPurnima #gurupurnima2025 #Bagdana #Bhavnagar #gujaratfirst pic.twitter.com/iSRGkq7ZCf
— Gujarat First (@GujaratFirst) July 10, 2025
ગુજરાતભરમાંથી લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણા આવે છે
ગુજરાતભરમાંથી લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણા આવે છે. એક લાખ કરતા વધુ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું આયોજન છે. લાડું, ગાંઠિયા, દાળ-ભાત, શાક, રોટલીનો મહાપ્રસાદનો સદાવ્રત રાખવામાં આવ્યો છે. ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન પૂજ્ય સંતશ્રી બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા તા.મહુવા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ગુરુ આશ્રમ ખાતેના કાર્યાલયથી ગુરુપુનમ દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ સવારના પાંચ કલાકે મંગલા આરતી થઇ છે. ત્યારબાદ ધ્વજા પૂજન અને ધજારોહાણ થયુ છે. ગુરુપૂજન 8:30 થી 9:30 કલાક વચ્ચે જ્યારે રાજભોગ આરતી, 9:30 થી 10 કલાક થયુ છે. ત્યારબાદ સવારે 10 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ થયુ છે.
આશરે 1 લાખથી પણ વધારે ભાવિકજનો બાપાના ચરણોમાં શીશ નમાવશે
મહિમા પૂર્ણ ગુરુપૂર્ણિમાના દિવસે આશરે 1 લાખથી પણ વધારે ભાવિકજનો બાપાના ચરણોમાં શીશ નમાવશે. અહીં આ તૈયારીઓને માટે તેમજ સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે તમામ આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં રસોડા વિભાગમાં તેમજ અન્ય ચા-પાણી, દર્શન, પાર્કિંગ, સુરક્ષા જેવા વિભાગોમાં આશરે 100 ગામોના 4000 ભાઈઓ, તેમજ 25 થી વધુ ગામોના 2500 ઉપરાંત બહેનો સેવા આપી રહ્યાં છે. રસોડા સહિતના સેવા કાર્યો માટે આજુબાજુના ગામોના 40 ટ્રેક્ટર પણ સેવામાં જોડાશે. ભોજન વ્યવસ્થામાં નવા રસોડે બહેનો માટે તેમજ ગોપાલગ્રામ ખાતે ભાઈઓને પ્રસાદ જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


