Shravan 2025 નો આજે છેલ્લો દિવસ... ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર
- Shravan 2025 નો આજે છેલ્લો દિવસ
- આજે અમાસે શિવાલયોમાં નાના-મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે
- ગુજરાતભરના શિવાલયોમાં આજે ભકતો વહેલી સવારથી જ ઉમટી પડશે
- આજે દરેક મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે
Shravan 2025 : આજે 23 મી ઓગસ્ટ Shravan 2025 નો છેલ્લો દિવસ છે. આજનો દિવસ ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ ભક્ત આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા ચૂકી ગયા હોય તો તેમના માટે આજનો દિવસ ખાસ છે. આજે અમાસે ભગવાન શિવની પૂજા કરવાથી આખા શ્રાવણ માસમાં કરેલ પૂજા જેટલું પુણ્ય મળે છે. તેથી જ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વહેલી સવારથી જ મહાદેવજીના પ્રતીક સમાન શિવલિંગને દૂધ અને જળનો અભિષેક કરવા ભકતો ઉમટી પડે છે. આજના દિવસે શિવલિંગ પર બિલિ પત્ર ચડાવવાનો પણ અનેરો મહિમા છે.
શિવ પૂજા
આમ તો વર્ષના દરેક દિવસે તેમાંય ખાસ શ્રાવણ માસમાં શિવ પૂજા (Shiv Puja) નું વિશેષ મહત્વ રહેલ છે. શ્રાવણ માસમાં સોમવારે અને છેલ્લા દિવસે શિવ પૂજાનું વિશેષ ફળ મળે છે. શિવ પૂજા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. ખાસ કરીને એવા લોકો માટે શિવ પૂજા ખૂબ જ ફળદાયી છે જેમની કુંડળીમાં ગ્રહ દોષ હોય છે. શ્રાવણ માસની અમાસ તિથિ 22 ઓગસ્ટે સવારે 11:55થી શરૂ થઈ અને 23 ઓગસ્ટે સવારે 11:35 સુધી ચાલશે. ઉદયા તિથિના આધારે આ પર્વ 23 ઓગસ્ટ શનિવારે ઉજવાશે. જેને શનિ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શનિ ગ્રહ સાથે સંકળાયેલા ઉપાયો કરવાથી શનિના અશુભ પ્રભાવથી રાહત મળી શકે છે.
Shravan 2025 Gujarat First-23-08-2025-
રુદ્રાભિષેક
શ્રાવણના છેલ્લા દિવસે રુદ્રાભિષેક (Rudrabhishek) કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આ વિધિ નકારાત્મક ઊર્જા દૂર કરે છે અને ગ્રહ દોષોને શાંત કરે છે, જેથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. શમીના પાન પર ચંદન લગાવીને પણ શિવજીને અર્પણ કરવા શુભ માનવામાં આવે છે.
Shravan 2025 Gujarat First-23-08-2025--
આ પણ વાંચોઃ Sharvan 2025 : શિવના સાકાર અને નિરાકાર સ્વરુપ વિશે જાણો
દાન અને ભોજન
શ્રાવણના છેલ્લા દિવસે કોઈ પણ શિવ મંદિરમાં જઈને પૂર્ણ ભક્તિથી ભગવાન શિવની પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને તમારી ક્ષમતા મુજબ દાન કરવું અત્યંત પુણ્યશાળી ગણાય છે. ભોજન કરાવવાથી આપને મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
આજે મેળા પણ યોજાશે
આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે. તેથી દરેક શહેરોમાં મોટા શિવાલયોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અનેક મોટા અને પ્રાચિન શિવાલયોમાં તો લોકમેળો પણ યોજાશે. આજે અમાસના દિવસે ભાવનગરમાં કોળીયાકના દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ (Nishkalanka Mahadev) ના સાનિધ્યમાં પરંપરાગત મેળો યોજાશે. આ મેળામાં ભાવનગરના રાજવી પરિવાર દ્વારા પૂજન કરી પ્રથમ ધજા સરવૈયા પરિવાર દ્વારા ચડાવીને નિષ્કલંક મહાદેવ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યમાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવશે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી મોટી સખ્યામાં ભાવિ ભકતોનું માનવ મહેરામણ ઉમટશે.
Shravan મહિનાના છેલ્લા દિવસે નિષ્કલંક મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનો 'મહાસાગર'! | Gujarat First #Gujarat #Shravan #Shravan2025 #Bhavnagar #NishkalankMahadevTemple #Devotees #Crowd #GujaratFirst pic.twitter.com/wYSYJf7HHF
— Gujarat First (@GujaratFirst) August 23, 2025
Shravan 2025 Gujarat First-23-08-2025---
આ પણ વાંચોઃ Rashifal 23 August 2025 : આજે રચાતા લક્ષ્મી નારાયણ યોગમાં આ રાશિના જાતકો પર શનિદેવની થશે વિશેષ કૃપા


