Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: સામાન્ય બોલાચાલીમાં એક્સ આર્મીમેને કર્યું ફાયરિંગ, મામલો પોલીસ મથકે પહોંચ્યો

ભાવનગર (Bhavnagar) શહેરમાં મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી જેમાં ફુલસર વિસ્તારમાં આવેલા કર્મચારીનગરમાં કાર ઝડપી ચલાવવા મામલે બોલાચાલી થતા EX આર્મીમેન નયનસિંહ ડોડિયા નામના વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. EX આર્મીમેને દારૂ પીધેલી હાલતમાં ફાયરિંગ કર્યાનો આક્ષેપ થયો છે. આ ઘટનામાં બે વ્યક્ત ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
bhavnagar  સામાન્ય બોલાચાલીમાં એક્સ આર્મીમેને કર્યું ફાયરિંગ  મામલો પોલીસ મથકે પહોંચ્યો
Advertisement
  • ભાવનગર (Bhavnagar) શહેરમાં મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના બની
  • સામાન્ય બોલાચાલીમાં નયનસિંહ ડોડીયા નામના વ્યક્તિએ કર્યું ફાયરિંગ
  • Ex આર્મી મેન નયનસિંહે લાયસન્સ વાળી ગનમાં થી કર્યું ફાયરિંગ
  • ગોહિલ શક્તિસિંહ ભરતસિંહ , જાડેજા ધ્રુવરાજસિંહ ચંદ્રસિંહ થયા ઇજાગ્રસ્ત
  • બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Bhavnagar: ભાવનગર (Bhavnagar) શહેરના ફુલસર વિસ્તારમાં આવેલા કર્મચારીનગરમાં મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં એક્સ આર્મીમેન નયનસિંહ ડોડિયાએ લાઇસન્સવાળી પિસ્તલમાંથી હવામાં ગોળીબાર કર્યો હોવાનો આક્ષેપ છે.

bhavnagar firing - Gujarat first

Advertisement

ભાવનગરમાં (Bhavnagar) મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના

મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે ગોહિલ શક્તિસિંહ ભરતસિંહ અને જાડેજા ધ્રુવરાજસિંહ ચંદ્રસિંહ કાર લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કાર ઝડપી હોવાની બોલાચાલી નયનસિંહ ડોડિયા સાથે થઈ હતી ત્યારે ગુસ્સે ભરાયેલા નયનસિંહે દારૂની હાલતમાં પોતાની લાઇસન્સવાળી ગન કાઢીને પહેલા એક અને પછી બીજો રાઉન્ડ હવામાં ફાયર કર્યો હોવાનું કહેવાય છે.

Advertisement

bhavnagar firing - Gujarat first

બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

આ ઘટનામાં ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી, જેમાં શક્તિસિંહ ગોહિલ અને ધ્રુવરાજસિંહ જાડેજા ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ થતાંની સાથે જ બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. નયનસિંહ ડોડિયા પણ પોતે પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. બંને પક્ષકારોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

 અહેવાલ: કૃણાલ બારડ

આ પણ વાંચો:  Modasa : ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો

Tags :
Advertisement

.

×