ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Agriculture: ‘ખેતી છે તો જગતનું સંચાલન છે’ દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 14.10 ટકાનો વધારો

Agriculture: ભારત દેશને ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં મોટા પ્રમાણમાં લોકો ખેતી (Agriculture) સાથે સંકળાયેલા છે. છેલ્લા ઘણા સમયથી વાવણીમાં વધારે થયો હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. ખાસ કરીને ખરીફ પાકની વાવણીમાં સારો એવો વધારો થયો છે....
06:11 PM Jul 08, 2024 IST | VIMAL PRAJAPATI
Agriculture: ભારત દેશને ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં મોટા પ્રમાણમાં લોકો ખેતી (Agriculture) સાથે સંકળાયેલા છે. છેલ્લા ઘણા સમયથી વાવણીમાં વધારે થયો હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. ખાસ કરીને ખરીફ પાકની વાવણીમાં સારો એવો વધારો થયો છે....
Agriculture in India

Agriculture: ભારત દેશને ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં મોટા પ્રમાણમાં લોકો ખેતી (Agriculture) સાથે સંકળાયેલા છે. છેલ્લા ઘણા સમયથી વાવણીમાં વધારે થયો હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. ખાસ કરીને ખરીફ પાકની વાવણીમાં સારો એવો વધારો થયો છે. દેશમાં ખરીફ પાકની વાવણીમાં ગત વર્ષની સરખામણીએ 14.10 ટકાનો વધારો થયો છે. કઠોળના વાવેતર વિસ્તારમાં 50 ટકાનો વધારો થયો છે.

ખરીફ પાકનું 3.78 કરોડ હેક્ટરમાં વાવેતર

વધારે વિગતે વાત કરવામાં આવે તો, દેશના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા વાવેતરના આંકડા જાહેર કરાયા છે. અત્યાર સુધીમાં દેશમાં ખરીફ પાકનું 3.78 કરોડ હેક્ટર વિસ્તારને પાર થયું છે. ડાંગરનું 59.99 લાખ અને કઠોળનું 36.81 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. અન્ન અને બરછટ અનાજના વાવેતરમાં અત્યાર સુધીમાં ગતવર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. 2023માં 82.08 લાખ હેક્ટરમાં અન્નનું વાવેતર થયું હતું. એની સામે આ વર્ષે 58.48 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે. તેલીબિંયા, કપાસ અને શેરડીના વાવેતરમાં વધારો નોંધાયો છે.

પાકવાવેતર 2024વાવેતર 2023
ડાંગર59.99 લાખ હેક્ટર
50.26 લાખ હેક્ટર
કઠોળ36.81 લાખ હેક્ટર
23.78 લાખ હેક્ટર
શ્રી અન્ન58.48 લાખ હેક્ટર82.08 લાખ હેક્ટર
તેલીબિયાં80.31 લાખ હેક્ટર
51.97 લાખ હેક્ટર
શેરડી56.88 લાખ હેક્ટર55.45 લાખ હેક્ટર
કપાસ80.63 લાખ હેક્ટર62.34 લાખ હેક્ટર

દેશનો એક મોટો વર્ગ ખેત મજૂરી સાથે જોડાયેલો છે

નોંધનીય છે કે, ભારતના લોકો મોટા ભાગે ખેતી (Agriculture) પર નભે છે. આ સાથે દેશનો એક મોટો વર્ગ ખેત (Agriculture) મજૂરી સાથે જોડાયેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે ખરીફ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. સ્વાભાવિક છે કે, વાવણી વધારે થઈ છે તો ઉત્પાદન પણ વધારે મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, અન્ન અને બરછટ અનાજના વાવેતરમાં અત્યાર સુધીમાં ગતવર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: Gandhinagar: ‘…પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો!’ TET-TAT પાસ ઉમેદવારોનો સચિવાલય સામે દેખાવો

આ પણ વાંચો: શાબાશ! Gaikwad Haveli Police Station, રથયાત્રાનો સંપૂર્ણ બંદોબસ્ત બનાવ્યો પેપર લેસ

આ પણ વાંચો: Gujarat Politics : CM બનાવવાની માગ મુદ્દે કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા, શક્તિસિંહ ગોહિલે પણ કહી આ વાત

Tags :
agricultureAgriculture in IndiaAgriculture Latest NewsAgriculture NewsGujarati Newslocal newsVimal Prajapati
Next Article