Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

1 ડિસેમ્બરથી 5 મોટા નિયમો બદલાયા, સામાન્ય માણસના ખિસ્સા પર થશે સીધી અસર

1 ડિસેમ્બરથી દેશભરમાં પાંચ મોટા ફેરફારો લાગુ થયા છે, જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. કોમર્શિયલ LPG સિલિન્ડર ₹10 સસ્તો થયો. આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયા સરળ બની અને ઓનલાઈન શક્ય છે. EPFO માં KYC લિન્કિંગ ફરજિયાત બન્યું. ઉપરાંત, ઓનલાઈન ટ્રાફિક ચલણ ભરવા પર હવે પ્રોસેસિંગ ફી લાગશે અને GST ફાઇલિંગના નિયમોમાં પણ સુધારો થયો છે.
1 ડિસેમ્બરથી 5 મોટા નિયમો બદલાયા  સામાન્ય માણસના ખિસ્સા પર થશે સીધી અસર
Advertisement
  • કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.10 સસ્તો થયો (1 December Rule Change)
  • આધાર કાર્ડ અપડેટ (નામ, સરનામું) હવે વધુ સરળ
  • EPFO માં ઈ-નોમિનેશન અને KYC લિન્કિંગ ફરજિયાત
  • ઓનલાઈન ટ્રાફિક ચલણ ભરવા પર હવે પ્રોસેસિંગ ફી લાગશે
  • ઈ-કોમર્સ વેપારીઓ માટે GST ફાઇલિંગ (GSTR-1, 3B) ના નિયમો બદલાયા

1 December Rule Change : આજથી એટલે કે 1 ડિસેમ્બરથી દેશભરમાં અનેક મોટા નિયમોમાં ફેરફાર લાગુ થઈ ગયા છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા, બેન્કિંગ, વાહનો, ગેસ સિલિન્ડર અને ડિજિટલ સેવાઓ પર પડશે. મહિનાની શરૂઆત સાથે આવેલા આ પરિવર્તનો તમારા દૈનિક જીવન અને નાણાકીય વ્યવહારો પર સીધો પ્રભાવ પાડશે.

ચાલો જાણીએ કે 1 ડિસેમ્બરથી કયા મુખ્ય નિયમોમાં ફેરફાર થયા છે:

Advertisement

ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત (1 December Rule Change)

દર મહિનાની પહેલી તારીખની જેમ, આ વખતે પણ LPG અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં સુધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ.10નો ઘટાડો કર્યો છે, જેનો નવો ભાવ આજથી જ લાગુ થઈ ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ (ઘર વપરાશના) સિલિન્ડરના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Advertisement

આધાર સંબંધિત નિયમોમાં સરળતા (1 December Rule Change)

આજથી એટલે કે 1 ડિસેમ્બર, 2025 થી આધાર કાર્ડને અપડેટ કરવું વધુ સરળ બનશે. નાગરિકો હવે આધાર પર નામ, સરનામું, જન્મતારીખ અને મોબાઇલ નંબર જેવી માહિતી ઓનલાઈન ભરી શકશે. આ અપડેટ પ્રક્રિયા દરમિયાન ડેટાનું સત્યાપન PAN કાર્ડ અથવા પાસપોર્ટ જેવા અન્ય સરકારી દસ્તાવેજો દ્વારા પણ કરી શકાશે. આ ઉપરાંત, UIDAI દ્વારા એક નવી આધાર એપ પણ લોન્ચ કરવામાં આવી છે.

ટ્રાફિક અને વાહન નિયમોમાં અપડેટ

ઘણા રાજ્યોમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવેથી, ઓનલાઈન ચલણ (Challan) ભરવા પર વધારાની પ્રોસેસિંગ ફી લાગી શકે છે. આ ઉપરાંત, PUC (પોલ્યુશન અન્ડર કંટ્રોલ) પ્રમાણપત્ર ન ધરાવતા વાહનચાલકો માટે હવે ભારે દંડની જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે, જેનાથી પર્યાવરણના નિયમોનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે.

EPFO 3.0 Aadhar Update

EPFO 3.0 Aadhar Update

EPFO સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર

1 ડિસેમ્બરથી EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) દ્વારા UAN-KYC લિન્કિંગ, ઈ-નોમિનેશન અને માસિક પેન્શન અપડેટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને, જે કર્મચારીઓએ ઈ-નોમિનેશનની પ્રક્રિયા પૂરી કરી નથી, તેમને ભવિષ્યમાં ક્લેમ (Claim) મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ઓનલાઈન સેવાઓ અને GST નિયમોમાં ફેરફાર

ઈ-કોમર્સ ક્ષેત્ર અને નાના વેપારીઓ માટે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) સંબંધિત શરતોમાં સુધારો કરવામાં આવ્યો છે. GSTR-1 અને 3B ફાઇલિંગનું નવું કેલેન્ડર પણ લાગુ થયું છે. આ ઉપરાંત, ઘણા ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હવે નવી TCS/TDS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ/ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) દર લાગુ થશે, જે ઓનલાઈન વેપાર કરતા લોકોના નાણાકીય વ્યવહારો પર અસર કરશે.

આ પણ વાંચો : Elon Musk એ ભારતીય ટેલેન્ટના ભરપેટ વખાણ કર્યા, H1B વિઝા પર બેબાક મત મુક્યો

Tags :
Advertisement

.

×