Europe ના 4 દેશોએ ભારત સાથે કર્યા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ચીજવસ્તુઓ થશે સસ્તી
- ભારતે પહેલા ઈંગ્લેન્ડ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો
- યુરોપના ચાર દેશો સાથે એફટીએ પર મોહર લગાવી
- ઘડીયાલ સહિત ચોકલેટ જેવા સામાન સસ્તા થઈ જશે
European Free Trade : ભારતે પહેલા ઈંગ્લેન્ડ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (India Agreement with Europ)કર્યો હતો હવે યુરોપના ચાર દેશો સાથે એફટીએ પર મોહર લગાવી છે. યુરોપના જે ચાર દેસો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે તેમાં સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઈસલેન્ડ, અને લિંચિસ્ટરનો સમાવેશ થાય છે. જેમાં ઘણા સામાનો પર ડ્યુટી શૂન્ય હોવા છતા પણ તેની સસ્તું થવાની આશા છે. રિપોર્ટ અનુસાર ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ તેના પરથી ડ્યૂટી હટી જશે. જેનાથી સ્વિસની ઘડીયાલ સહિત ચોકલેટ જેવા સામાન સસ્તા થઈ જશે. સપ્ટેમ્બર મહન્થી સ્વિટ્ઝરલેન્ડની સાથે ચાર અન્ય યુરોપિયન દેશોમાં તે લાગુ પડી જશે.
ભારતમાં થઈ શકે છે મોટુ રોકાણ
આ સમયે ભારત તરપથી સ્વિસ ચોકલેટ પર 30 ટકા આયાત ચાર્જ લગાવવામાં આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ એગ્રીમેન્ટનો સૌથી વધુ ફાયદો હાઈ એન્ડ ટેકનોલોજીને થઈ શકે છે. આ એગ્રિમેન્ટ દ્વારા યુરોપના આ ચાર દેશોમાં ભારત લગભગ 100 અરબ ડોલરથી વધારે રોકાણ કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું ચે કે દવા કંપનીઓમાં પણ આ એગ્રિમેન્ટ બાદ મોટુ રોકાણ થઈ શકે છે.
આ પણ વાંચો -Sashidhar jagdishan: કોણ છે શશિધર જગદીશન ? જેમની સામે છે કરોડોની છેતરપિંડીનો આરોપ
એએફટીએ શું છે?
યુરોપના આ ચાર દેશોમાં એગ્રિમેન્ટ પછી 90 ટકા સામાન પર ડ્યૂટી ઘટી જશે. તેનાથી સૌથી મોટો ફાયદો એ તશે કે એ દેશો પાસે રોકાણ માટે ભારતના બજાર તરીકે મોટુ પ્લેટફોર્મ હશે. જો કે આ એગ્રિમેન્ટમાં ખેડૂત અને તેમના ઉત્પાદનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો -BSNL નું ઓપરેશન સિંદૂર ને સલામ! રિચાર્જ કરો અને સેનાને ટેકો આપો, કેશબેક અને લાંબી વેલિડિટી સાથે
કરાર દ્વારા IT ક્ષેત્રમાં પણ મોટા રોકાણની સંભાવના
વિદેશી ફાર્મા કંપનીઓ ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી શકે છે. આ કરાર દ્વારા IT ક્ષેત્રમાં પણ મોટા રોકાણની સંભાવના છે. ફ્રી ટ્રેડ કરારની સૌથી મોટી વાત એ છે કે, આગામી 15 વર્ષમાં આ 4 દેશોની કંપનીઓ દેશમાં $100 બિલિયનનું રોકાણ કરી શકે છે.આ કરારમાં એક શરત પણ છે કે, જો આ FDI નહીં આવે, તો ડ્યુટીમાં મળનારી છૂટ રદ્દ કરવામાં આવશે. ભારતથી આ દેશોમાં જતા 90 ટકા માલ પર આ દેશોમાં કોઈ ડ્યુટી વસૂલવામાં આવશે નહીં. ખાસ વાત એ છે કે, આ કરારમાં એગ્રીકલ્ચર પ્રોડેક્ટસનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેનો ઉદ્દેશ્ય એ છે કે, ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ.