8th Pay Commission : 1થી 10 લેવલના અધિકારીઓમાં કોનો કેટલો વધશે પગાર? જાણો સમગ્ર વિગત
- 8th Pay Commission અંગે મહત્વની જાણકારી
- 1થી 10 લેવલ સુધીના લેવલ પર કોનો કેટલો વધશે પગાર
- 8માં પગાર પંચમાં વધારાનો મુખ્ય આધાર ફિટમેન્ટ ફેક્ટર
8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ 8મા પગાર પંચ (8th Pay Commission)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે સંભવત: આવતા વર્ષે લાગુ થશે. આ પંચનો હેતુ કર્મચારીઓના પગાર અને ભથ્થામાં મોટા ફેરફાર લાવવાનો છે. હાલમાં, 7મા પગાર પંચ મુજબ પગાર માળખું 2016થી અમલમાં છે. હવે, 8મા પગાર પંચમાં પગાર વધારાનો મુખ્ય આધાર 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) હશે, જે વર્તમાન બેઝિક પેને ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરશે.
શું છે ફિટમેન્ટ ફેક્ટર અને કેવી રીતે ગણતરી થાય છે?
ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણાકાર (multiplier) છે, જેનો ઉપયોગ બેઝિક સેલરી વધારવા માટે થાય છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતો, જેના કારણે લેવલ 1ના કર્મચારીઓનો બેઝિક પે રૂ.7,000 થી વધીને રૂ.18,000 થયો હતો. બેઝિક પગાર ઉપરાંત, કુલ પગારમાં મોંઘવારી ભથ્થું (DA), ઘરભાડા ભથ્થું (HRA) અને ટ્રાન્સપોર્ટ ભથ્થું જેવા અન્ય ભથ્થાંનો પણ સમાવેશ થાય છે.
અહેવાલો મુજબ, 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી વધી શકે છે. આ વધારાને કારણે લેવલ 1ના કર્મચારીઓનો બેઝિક પગાર રૂ.18,000 થી વધીને આશરે રૂ.51,480 સુધી પહોંચી શકે છે. આ વધારો તમામ 10 લેવલના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે.
આ પણ વાંચો: HDFC Bank New Rule : હવે બચતખાતામાં મિનિમમ બેલેન્સ 25 હજાર રાખવા પડશે, નહિંતર દંડ ભરવા રહો તૈયાર
8th Pay Commissionમાં કોનો કેટલો વધશે પગાર
| લેવલ | વર્તમાન બેઝિક પે (રૂ.) | અંદાજિત નવો બેઝિક પે (રૂ.) | વધારો (રૂ.) | ઉદાહરણ પદ/વર્ગ |
| 1 | 18,000 | 51,480 | 33,480 | પટાવાળા, અટેન્ડન્ટ્સ, સપોર્ટ સ્ટાફ |
| 2 | 19,900 | 56,914 | 37,014 | લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) |
| 3 | 21,700 | 62,062 | 40,362 | કોન્સ્ટેબલ, સ્કિલ્ડ સ્ટાફ |
| 4 | 25,500 | 72,930 | 47,430 | ગ્રેડ ડી સ્ટેનોગ્રાફર, જુનિયર ક્લાર્ક |
| 5 | 29,200 | 83,512 | 54,312 | સિનિયર ક્લાર્ક, ટેકનિકલ સ્ટાફ |
| 6 | 35,400 | 1,01,244 | 65,844 | ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર |
| 7 | 44,900 | 1,28,414 | 83,514 | સુપરિન્ટેન્ડન્ટ, સેક્શન ઓફિસર |
| 8 | 47,600 | 1,36,136 | 88,536 | સિનિયર સેક્શન ઓફિસર |
| 9 | 53,100 | 1,51,866 | 98,766 | ડીએસપી, એકાઉન્ટ ઓફિસર |
| 10 | 56,100 | 1,60,446 | 1,04,346 | ગ્રુપ A અધિકારી, સિવિલ સર્વિસ એન્ટ્રી લેવલ |
8મા પગાર પંચના અમલ બાદ, કર્મચારીઓના પગારમાં માત્ર બેઝિક પે જ નહીં, પરંતુ પેન્શન અને અન્ય ભથ્થામાં પણ નોંધપાત્ર વધારો થશે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
આ પણ વાંચો: ICICI Bank Minimum Balance: હવે ખાતામાં 50 હજાર રાખવાની જરૂર નહીં, બેંકનો યુટર્ન


