Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Explainer: ભારતીય નાગરિકત્વ માટે આધાર,ચૂંટણી કાર્ડ પુરાવો નથી, જાણો માન્ય દસ્તાવેજોની યાદી

Aadhar Card: ભારતના મોટાભાગના નાગરિકો પોતાની સાથે આધાર કાર્ડ લઈને ફરતા હોય છે, કેમ કે ઘણાં સરકારી અને બિનસરકારી કામમાં આધાર કાર્ડ રજૂ કરવું જરૂરી હોય છે. તેથી મોટાભાગના લોકો એમ જ સમજતા હોય છે કે આધાર કાર્ડ તેમની નાગરિકતાનો...
explainer  ભારતીય નાગરિકત્વ માટે આધાર ચૂંટણી કાર્ડ પુરાવો નથી  જાણો માન્ય દસ્તાવેજોની યાદી
Advertisement

Aadhar Card: ભારતના મોટાભાગના નાગરિકો પોતાની સાથે આધાર કાર્ડ લઈને ફરતા હોય છે, કેમ કે ઘણાં સરકારી અને બિનસરકારી કામમાં આધાર કાર્ડ રજૂ કરવું જરૂરી હોય છે. તેથી મોટાભાગના લોકો એમ જ સમજતા હોય છે કે આધાર કાર્ડ તેમની નાગરિકતાનો પુરાવો છે. પણ શું તમે જાણો છો કે આ માન્યતા ભૂલભરેલી છે? કાયદેસર રીતે જોઈએ તો આધાર કાર્ડ તમારી નાગરિકતાના પુરાવા તરીને માન્ય નથી ગણાતો. શા માટે? ચાલો, વિષયના ઊંડાણમાં ઉતરીને સમજીએ.

આધાર કાર્ડ નહીં પણ આ દસ્તાવેજો નાગરિકતાના પુરાવા ગણાય છે

ભારતમાં વ્યક્તિનો પાસપોર્ટ, જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો નાગરિકતાના પુરાવા ગણાય છે, પરંતુ એ દસ્તાવેજોના આધારે બનાવેલું આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો ગણાતું નથી. આધાર કાર્ડમાં વ્યક્તિની ફિંગર પ્રિન્ટ, રેટિના સ્કેનિંગ જેવી બાયોમેટ્રિક વિગતો અને વ્યક્તિગત માહિતી સંગ્રહાયેલી હોય છે.

Advertisement

બિહારમાં ચૂંટણી પહેલાં ઊભા થયા નાગરિકતાના પ્રશ્નો

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીની સઘન સમીક્ષા થઈ રહી છે, જેમાં નાગરિકતા સંબંધિત અનેક પ્રશ્નો ઊભા થયા છે. બિહારના છેવાડાના વિસ્તારોના લોકોને નવી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં પણ પોલીસ અને સરકારી સંસ્થાઓ શંકાસ્પદ વ્યક્તિઓની નાગરિકતા ચકાસી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન ઘણા સ્થાયી નિવાસીઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલી પડી રહી છે.

Advertisement

આ પણ  વાંચો -Share Market: ટેરિફને કારણે શેરબજારમાં મોટો ઘટાડો...સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટ તૂટયો

નોંધણી બાબતે સમસ્યા શા માટે ઊભી થઈ?

મતદાર યાદીમાં નોંધણી બાબતે સમસ્યા ઊભી થઈ છે, કારણ કે ચૂંટણી પંચે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ જેવા દસ્તાવેજોને નાગરિકતા સાબિત કરવા માટે માન્યા રાખ્યા નથી. આ નિયમ અન્ય રાજ્યોમાં પણ લાગુ પડે છે.

આ પણ  વાંચો -Stock Market Opening : ટેરિફ ટેરરને લીધે ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 750 પોઈન્ટ ડાઉન

કયા દસ્તાવેજો નાગરિકતા સાબિત કરી શકે છે?

ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીના ‘વિશેષ સુધારણા અભિયાન’ (SIR – સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) માટે નીચેના 11 દસ્તાવેજોને માન્યતા આપી છે

  • કોઈ પણ કેન્દ્ર/રાજ્ય સરકાર કે જાહેર ક્ષેત્રના ઉપક્રમના નિયમિત કર્મચારી/પેન્શનરને અપાતું ઓળખપત્ર/પેન્શન ચૂકવણી આદેશ
  • 01/07/1987 પહેલાં સરકાર/સ્થાનિક સત્તા/બેંક/પોસ્ટ ઓફિસ/LIC/જાહેર ઉપક્રમો દ્વારા અપાતું ઓળખપત્ર/પ્રમાણપત્ર
  • સક્ષમ અધિકારી દ્વારા અપાતું જન્મ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા અપાતું મેટ્રિક/શૈક્ષણિક પ્રમાણપત્ર
  • સક્ષમ રાજ્ય સત્તા દ્વારા અપાતું કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
  • વન અધિકાર પ્રમાણપત્ર
  • ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા અપાતું જાતિ પ્રમાણપત્ર
  • રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (જ્યાં લાગુ પડે)
  • રાજ્ય/સ્થાનિક સત્તા દ્વારા તૈયાર કરાયેલું કુટુંબ રજિસ્ટર
  • સરકાર દ્વારા અપાતું જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
  • બિહારમાં આ મુદ્દે રાજકારણ ખેલાઈ રહ્યું છે
  • બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાની પહેલ રાજકીય વિવાદમાં ફસાઈ ગઈ છે. વિપક્ષે ચૂંટણી પંચ પર ચૂંટણી પહેલાં આ
  • પ્રક્રિયા દ્વારા રાજ્યના નાગરિકોને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

આધાર કાર્ડ: ઓળખપત્ર કે નાગરિકતાનો પુરાવો?

હાલ આધાર કાર્ડ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સરકારી દસ્તાવેજ છે. બેંક ખાતું ખોલવા, ઓળખ સાબિત કરવા કે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ દરેક જગ્યાએ કામ આવે છે. આમ, આધાર કાર્ડ એ ઓળખ કાર્ડ જરૂર છે, પણ કાયદાની કલમ 9 મુજબ આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી ગણાતો.

Tags :
Advertisement

.

×