Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AESL Q1FY26 :અદાણી એનર્જી સોલ્યુશન્સનું નાણાકીય FY26 ના પ્રથમ ત્રિમાસિકગાળામાં મજબૂત પ્રદર્શન

નાણાકીય વર્ષ-26 ના પ્રથમ ત્રિમાસિકમાં કુલ આવક 28% વધીને રુ.7,026 કરોડ થઇ છે.
aesl q1fy26  અદાણી એનર્જી સોલ્યુશન્સનું નાણાકીય fy26 ના પ્રથમ ત્રિમાસિકગાળામાં મજબૂત પ્રદર્શન
Advertisement
  1. વાર્ષિક ધોરણે કર બાદનાં નફામાં 71% ની અસાધારણ વૃદ્ધિ
  2. આ ગાળામાં વાર્ષિક ધોરણે EBITDA 14% વધી રૂ. 2,000 કરોડ.
  3. વાર્ષિક ધોરણે આ ગાળામાં રોકડ નફો 15% વધી રૂ.1000 કરોડથી વધુ

અમદાવાદ, 24 જુલાઇ 2025 : વૈશ્વિક સ્તરે વિવિધ અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ (AESL) 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક સમય ગાળાના તેના નાણાકીય અને ઓપરેશનલ પ્રદર્શન આજે જાહેર કર્યા હતા.

વધુ એક સારા ત્રિમાસિક પ્રદર્શનથી અમને આનંદ છે : CEO કંદર્પ પટેલ

અદાણી એનર્જી સોલ્યુશન્સનાં (AESL) CEO કંદર્પ પટેલે કહ્યું હતું કે, “અમે બીજા મજબૂત ક્વાર્ટરની જાણ કરતા ખુશ છીએ. ઓન-ગ્રાઉન્ડ અસરકારક અમલવારી, ઓપરેશન અને મેન્ટેનન્સ પર કેન્દ્રીત લક્ષ્યનાં કારણે પ્રોજેકટ કેપેક્સ ગ્રોથમાં સતત પ્રગતિ કરી રહ્યા છીએ. અમારા મુખ્ય વ્યવસાયનાં ક્ષેત્રો પર અમે કેન્દ્રીત રહીને વૃદ્ધિની નવી સંભાવનાને ખોલી રહ્યા છીએ. આ ત્રિમાસિકગાળા દરમિયાન, કંપનીએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની દ્રષ્ટિએ ત્રણ નવી ટ્રાન્સમિશન લાઇનો શરુ કરવા અને ઉદ્યોગ પ્રેરિત દૈનિક રન-રેટ હાંસલ કરવામાં પ્રગતિ કરી છે. અમે ફક્ત આ જ ગતિ જાળવવાની અપેક્ષા નહી, પરંતુ અમારા નિર્માણાધિન પ્રકલ્પોની પાઇપલાઇન સમયસર પૂર્ણ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

Advertisement

આ પણ વાંચો - Adani University : અદાણી યુનિવર્સિટીનું 'નવીદિક્ષા 2025' સાથે ભાવિ ઘડતર-તૈયાર સમૂહમાં પદાર્પણ

Advertisement

પ્રથમ ત્રિમાસિકમાં કુલ આવક 28% વધીને રુ.7,026 કરોડ થઇ

નાણાકીય વર્ષ-26 ના પ્રથમ ત્રિમાસિકમાં કુલ આવક 28% વધીને રુ.7,026 કરોડ થઇ છે. વાર્ષિક ધોરણે નવી ટ્રાન્સમિશન સંપત્તિનાં સાધારણ યોગદાન સાથે ઓપરેશનલ આવક ફ્લેટ રુ. 4,600 કરોડ રહી છે. આ સમગ ગાળામાં એકીકૃત EBITDA 14% વધીને રૂ. 2,017 કરોડ થયો છે. મુંબઈનાં ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાયમાં નીચા ઓપરેશનલ EBITDA ના કારણે વાર્ષિક ધોરણે ઓપરેશનલ EBITDA ફ્લેટ રુ. 1,615 કરોડ રહ્યો છે. આ સમયગાળામાં વાર્ષિક ધોરણે કુલ EBITDA માં ડબલ-અંકોની વૃદ્ધિને કારણે કર બાદના નફામાં 71% ના વધારા સાથે રૂ.539 કરોડનો વધારો થયો છે, જેને રૂ.33 કરોડના નીચા ડેપ્રિશિએશન અને નેટ ટેક્સ આઉટગો દ્વારા મદદ મળી હતી, જેમાં વાર્ષિક ધોરણે રુ.19 કરોડનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો - Gold Rate Today : એક ઝટકે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

નાણાકીય વર્ષ-26 માં ઓછામાં ઓછા 70 લાખ નવા મીટર સ્થાપિત કરવાની યોજના

ટ્રાન્સમિશન ક્ષેત્રે રુ. 59,304 કરોડના પાઇપલાઇનના 13 પ્રકલ્પોના નિર્માણની યોજના હાલ અમલવારીના તબક્કામાં છે. કંપની નાણાકીય વર્ષ 26ના પ્રથમત્રિમાસિકમાં શરુ કરવામાં આવેલી ત્રણ લાઇનો ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષમાં કરનપુરા, ડબ્લ્યુઆરએસઆર (નરેન્દ્ર-પુણે), મુંબઇ એચવીડીસી અને ખાવડા ફેઝ-III-A (હળવદ) સંપૂર્ણપણે શરુ કરવા અપેક્ષા રાખે છે. અહેવાલના સમયગાળામાં 55.4 લાખ સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ-26 માં ઓછામાં ઓછા 70 લાખ નવા મીટર સ્થાપિત કરવાની કંપનીની યોજના છે. અમલીકરણ હેઠળની પાઇપલાઇન 22.8 મિલિયન સ્માર્ટ મીટરની છે, જેમાં રુ. 27,195 કરોડની આવકની સંભાવનાવાળા નવપ્રકલ્પોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Gold Rate: ચાંદી સતત સોનાને પાછળ છોડી રહી છે... ભાવ અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે પહોંચ્યો, જાણો શું છે ચીન કનેક્શન

Tags :
Advertisement

.

×