Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓલા-ઉબેરના કમિશનનો અંત! કેન્દ્ર સરકારે શરૂ કરી "ભારત ટૅક્સી", ડ્રાઇવરોને મળશે 100% કમાણી

કેન્દ્ર સરકારે ઓલા-ઉબેરને ટક્કર આપવા માટે પ્રથમ સહકારી ટૅક્સી સેવા 'ભારત ટૅક્સી' શરૂ કરી છે. આમાં ડ્રાઇવરો કમિશનને બદલે સભ્યપદ ફી ભરશે, જેથી તેમને 100% કમાણી મળશે અને રાઇડ્સ સસ્તી થશે. નવેમ્બર 2025માં દિલ્હીમાં પાઇલટ પ્રોજેક્ટ શરૂ થશે અને તેમાં ગુજરાતી ભાષાનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે.
ઓલા ઉબેરના કમિશનનો અંત  કેન્દ્ર સરકારે શરૂ કરી  ભારત ટૅક્સી   ડ્રાઇવરોને મળશે 100  કમાણી
Advertisement
  • ઓલા-ઉબેરને ટક્કર આપવા કેન્દ્રની 'ભારત ટૅક્સી' લોન્ચ (Bharat Taxi Service)
  • કેન્દ્ર સરકારે ઓલા-ઉબેરની સ્પર્ધામાં 'ભારત ટૅક્સી' સેવા શરૂ કરી.
  • ડ્રાઇવરોને રાઇડ પર કમિશન નહીં, માત્ર સભ્યપદ ફી ભરવાની રહેશે.
  • ડ્રાઇવરોને તેમની કમાણી પર 100% માલિકી હક મળશે.
  • નવેમ્બર 2025માં દિલ્હીમાં આનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ થશે.

Bharat Taxi Service : કેન્દ્ર સરકારે ભારતની પ્રથમ સહકારી ટૅક્સી સેવા "ભારત ટૅક્સી" (Bharat Taxi) શરૂ કરી છે, જેને ઓલા (Ola) અને ઉબેર (Uber) જેવી ખાનગી કંપનીઓને સીધો પડકાર આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. કેન્દ્રીય સહકારિતા મંત્રાલય અને રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) હેઠળ વિકસાવવામાં આવેલી આ પહેલનો હેતુ ડ્રાઇવરોને તેમની કમાણી પર સંપૂર્ણ માલિકી હક (Driver Ownership Model) આપવાનો અને મુસાફરોને સરકારી દેખરેખ હેઠળનો એક નવો વિકલ્પ પૂરો પાડવાનો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી એપ-આધારિત ટૅક્સી સેવાઓ વિશે ફરિયાદો વધી રહી છે, જેમાં ગંદા વાહનો, અચાનક વધારેલા ભાડા, મનસ્વી રીતે બુકિંગ રદ કરવું અને કિંમતોમાં અણધારી વધારો સામેલ છે. ઘણા ડ્રાઇવરોએ પણ કંપનીઓ દ્વારા લેવાતા ઊંચા કમિશન (જે ઘણીવાર તેમની આવકના 25% સુધી હોય છે) સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.

Advertisement

ડ્રાઇવરોને મળશે 100% કમાણી – Driver Commission Free Taxi

નવું ભારત ટૅક્સી પ્લેટફોર્મ આ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરે છે. ખાનગી એગ્રીગેટર્સથી વિપરીત, ભારત ટૅક્સીના ડ્રાઇવરો તેમની ટ્રિપ્સ પર કોઈ કમિશન (No Commission on Rides) આપશે નહીં. તેના બદલે, તેઓ સભ્યપદ મોડેલ (Subscription Model) હેઠળ કામ કરશે, જેમાં માત્ર નજીવું દૈનિક, સાપ્તાહિક અથવા માસિક શુલ્ક આપવાનો રહેશે. સરકારનું માનવું છે કે આનાથી ડ્રાઇવરોની કમાણી વધશે અને મુસાફરોને સસ્તી રાઇડ્સ (Cheaper Rides than Ola Uber) મળશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

નવેમ્બરમાં પાઇલટ પ્રોજેક્ટ શરૂ – Bharat Taxi Launch Date

ભારત ટૅક્સીનો પાઇલટ તબક્કો નવેમ્બર (Bharat Taxi Launch Date) માં દિલ્હીમાં 650 વાહનો અને તેના માલિકો-ડ્રાઇવરો સાથે શરૂ થશે. જો આ તબક્કો સફળ રહેશે, તો ડિસેમ્બરમાં તેને સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે, અને ત્યારબાદ આ સેવા અન્ય મુખ્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, શરૂઆતના તબક્કામાં 5,000 પુરુષ અને મહિલા ડ્રાઇવરો ભાગ લેશે. ત્યારબાદ, આવતા વર્ષે આ સેવા મુંબઈ, પુણે, ભોપાલ, લખનઉ અને જયપુર સહિત 20 શહેરો (Bharat Taxi Expansion Cities) સુધી વિસ્તરશે.

2030 સુધીમાં 1 લાખ ડ્રાઇવરનું લક્ષ્ય – Sahakar Taxi Cooperative

માર્ચ 2026 સુધીમાં, સરકારનો લક્ષ્ય છે કે ભારત ટૅક્સીનું સંચાલન ઘણા મહાનગરીય વિસ્તારોમાં સ્થાપિત થઈ જાય અને 2030 સુધીમાં, આ પ્લેટફોર્મમાં 1 લાખ ડ્રાઇવરો (Target 1 Lakh Drivers) જોડાશે તેવી અપેક્ષા છે, જે જિલ્લા મુખ્યાલયો અને ગ્રામીણ વિસ્તારો સુધી પણ પહોંચશે. ભારત ટૅક્સી ખાનગી માલિકીની કંપની તરીકે નહીં, પરંતુ એક સહકારી સાહસ  (Cooperative Taxi Service India) તરીકે કાર્ય કરશે. આ પ્લેટફોર્મનું સંચાલન સહકાર ટૅક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામાં આવશે, જેની સ્થાપના જૂન 2025માં રૂ. 300 કરોડની પ્રારંભિક મૂડી સાથે થઈ હતી.

બુકિંગ અને ભાષા વિકલ્પો (ગુજરાતી) – Bharat Taxi App Booking

તમે ઓલા-ઉબેર એપની જેમ જ ભારત ટૅક્સીની સેવાઓ બુક કરી શકશો. એન્ડ્રોઇડ યુઝર્સ Google Play Store અને iPhone યુઝર્સ Apple Store પરથી એપ ઇન્સ્ટોલ કરી શકશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, તમે ગુજરાતી અને મરાઠી (Bharat Taxi Gujarati Language) માં પણ આ સેવાનો લાભ લઈ શકો છો. આ સભ્યપદ આધારિત પ્લાન હોવાથી, રાઇડ્સ સસ્તી અને ડ્રાઇવરો માટે 100% કમાણી સુનિશ્ચિત થશે.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બર્લિન સંવાદમાં આપ્યું મોટું નિવેદન, ભારત દબાણમાં કે ઉતાવળમાં વેપાર કરાર નહીં કરે

Tags :
Advertisement

.

×