Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharat હવે કરશે સમુદ્ર પર સાશન, કરોડોના પ્રોજેક્ટ પર કામગીરી ચાલુ

વિકાસના દરેક ક્ષેત્રમાં ભારત હાલ હરણ ફાળ વૈશ્વિક વ્યાપાર સાથે સફળતાના સેતુ બાંધની તૈયારી શરૂ ભારતીય શિપિંગ કંપનીઓને 15 ટકા સબસિડી અપાશે Bharat : સમગ્ર વિશ્વને ભારતની તાકાત પરથી અંદાજ આવી ગયો છે, કે મહાસત્તા બનવાની દોડમાં ભારત હાલ...
bharat હવે કરશે સમુદ્ર પર સાશન  કરોડોના પ્રોજેક્ટ પર કામગીરી ચાલુ
Advertisement
  • વિકાસના દરેક ક્ષેત્રમાં ભારત હાલ હરણ ફાળ
  • વૈશ્વિક વ્યાપાર સાથે સફળતાના સેતુ બાંધની તૈયારી શરૂ
  • ભારતીય શિપિંગ કંપનીઓને 15 ટકા સબસિડી અપાશે

Bharat : સમગ્ર વિશ્વને ભારતની તાકાત પરથી અંદાજ આવી ગયો છે, કે મહાસત્તા બનવાની દોડમાં ભારત હાલ સૌથી આગળ ચાલતો દેશ છે. વિકાસના દરેક ક્ષેત્રમાં ભારત હાલ હરણ ફાળ ભરી રહ્યું છે, ત્યારે જો આવનારા ભવિષ્યમાં ભારત દરિયા દેવના દિલમાં સ્થાન પામીને સમુદ્ર પર રાજ કરે તો એ વાતમાં કોઈ નવાઈ નહીં લાગે.

દરીયાઇ માર્ગો પર ભારતનું રાજ

વૈશ્વિક વ્યાપાર સાથે સફળતાના સેતુ બાંધવા માટે દરિયાઈ માર્ગો(Maritime trade India) પર પકડ હોવી ખુબજ જરૂરી છે જે વાત ભારત ખુબજ સારી રીતે જાણે છે, અને આજ કારણથી ભારત સરકારે એક એવો નિર્ણય લીધો છે જે વિશ્વ વ્યાપાર જગતમાં ભારત દેશનો ડંકો વગાડી દેશે. ભારત સરકાર તરફથી તમામ મંત્રાલયો સાથે ચર્ચા કર્યા બાદ નવા 200 નવા જહાજોની માંગ સામે આવી છે. જેની કિંમત 1.30 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. પેટ્રોલિયમ વિભાગ તરફથી આ ખાસ માંગણી સરકાર સમક્ષ ઊભી થઈ છે.

Advertisement

સરકાર આપશે સબસિડી

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ આ યોજનાની જાહેરાત નાણાકીય વર્ષ 2022ના બજેટમાં કરવામાં આવી હતી અને સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ આ જાહેરાતને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી પણ આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી વેપાર વાણિજ્યને વેગ આપવા માટે એક ખાસ જાહેરાત પણ કરવામાં આવી છે. જે મુજબ કેન્દ્ર સરકાર તરફથી વૈશ્વિક ટેન્ડરોમાં ભાગ લેતી ભારતીય શિપિંગ કંપનીઓને 15 ટકા સુધીની સબસિડી આપવામાં આવશે.

Advertisement

આ પણ  વાંચો -Share Market : શેરબજાર ઉતાર-ચઢાવ સાથે બંધ,બેન્કિંગ અને ઓટો સેકટરમાં મોટો ઘટાડો

સરકારી માલની આયાત માટે છૂટછાટ

કેન્દ્ર સરકાર તરફથી સબસબસિડીની જાહેરાત સાથે એક બીજો અગત્યનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેનાથી ભારતના વેપારીઓને ખુબજ રાહત મળશે. આ નવા નિર્ણય મુજબ ક્રૂડ તેલ, પ્રવાહી પેટ્રોલિયમ ગેસ, કોલસો અને ખાતરો જેવા સરકારી માલની આયાત માટે શિપિંગ વેપારીઓને ખાસ કરીને આયાત માટે છૂટછાટ આપવામાં આવશે.

આ પણ  વાંચો -Donald Trump: કયા દેશ પર કેટલો લાગશે Tariff? સોમવારે ખુલશે રહસ્ય, ટ્રમ્પે 12 દેશને લખ્યો પત્ર!

ઘરેલુ જહાજોને પ્રોત્સાહન મળશે

આ વખતે ભારત સરકારે ઘરેલુ યોજનાઓને વધારે પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે, કારણ કે વર્તમાન યોજના તેના ધાર્યા લક્ષ્યને પહોંચી વળવામાં સફળ નથી રહી. આજ કારણ છે કે ભારત દેશને દરિયાઈ માર્ગે થતાં વેપારમાં મુખ્ય ખેલાડી બનવામાં ઘણી સમસ્યાઓ થઈ રહી છે. જેને પહોંચી વળવા સરકાર તરફથી 200 નવા જહાજોની માંગ સામે આવી છે. જેની કિંમત 1.30 લાખ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

દરિયાઈ માર્ગે રમત બદલશે ભારત

વર્તમાન યોજના તેના લક્ષ્યને પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે, જેના કારણે તેને દરિયાઈ વેપારનો મુખ્ય ખેલાડી બનવામાં ઘણી અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. આ 200 નવા જહાજોની મદદથી હવે ભારત આવનારા સમયમાં દરિયાઈ માર્ગે રમત બદલી શકે છે. જો ભારત આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ધાર્યા મુજબ સફળતા હાંસલ કરે છે, તો મહાસત્તા બનવા તરફ ચોક્કસથી આ ભારતનું પહેલું પગલું સાબિત થશે.

Tags :
Advertisement

.

×