BHIM 3.0 એપ લોન્ચ કરાઈ, 15થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે આ એપ
- BHIM 3.0માં 'સ્પેન્ડ્સ એનાલિટિક્સ' ડેશબોર્ડથી સજ્જ છે
- NPCIએ દુકાનદારો માટે એક ખાસ સુવિધા BHIM VEGA પણ ઉમેરી છે
- BHIM 3.0 એપ 15થી વધુ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હશે
BHIM 3.0: ભીમ એપ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરતા લાખો યુઝર્સ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. NPCIએ BHIM એપનું ત્રીજુ વર્ઝન BHIM 3.0 લોન્ચ કર્યુ છે. એપમાં ઘણી સુવિધાઓ ઉમેરવામાં આવી છે.
BHIM 3.0ના મુખ્ય ફીચર્સઃ
BHIM 3.0માં રજૂ કરાયેલી મુખ્ય સુવિધાઓમાં એક્સપેન્સ ડીસ્ટ્રીબ્યુશન, મેમ્બર્સ એડ કરવા અને ખર્ચનો હિસાબ રાખવા સંબંધિત સુવિધાઓનો સમાવેશ થાય છે. NPCIએ દુકાનદારો માટે એક ખાસ સુવિધા BHIM VEGA પણ ઉમેરી છે. ભીમ વેગા નામની સુવિધાથી વેપારીઓને વ્યવસાય સંબંધિત ચુકવણીમાં મદદ કરશે. હવે ભીમ એપ પર ગુગલ પે, ફોન પે અને પેટીએમ જેવી સુવિધાઓનો લાભ લઈ શકાશે. એપ્લિકેશનનો ઉપયોગ પહેલા કરતા વધુ સરળ બનશે.
આ પણ વાંચોઃ ATM Fee :1 મેથી ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા! લાગશે આટલો ટેક્સ
BHIM 3.0થી થશે કયા લાભ ?
BHIM 3.0માં 'સ્પેન્ડ્સ એનાલિટિક્સ' ડેશબોર્ડ છે. તે તમને જણાવશે કે તમે દર મહિને પૈસા ક્યાં ખર્ચ્યા છે. આની મદદથી, તમે તમારા બજેટને સરળતાથી મેનેજ કરી શકો છો. નવી એપમાં 'એક્શન નીડેડ' ફીચર પણ હશે જે તમને બિલ પેમેન્ટ અને ઓછા બેલેન્સ વિશે રીમાઈન્ડર આપશે.
એપ્રિલ 2025 સુધી દરેક પ્લેટફોર્મ પર અવાઈલેબલ
BHIM 3.0 પ્લે સ્ટોર, એપ સ્ટોર જેવા તમામ પ્લેટફોર્મ પર એપ્રિલ સુધીમાં સંપૂર્ણપણે ઉપલબ્ધ થશે. આ એપ ભીમ સર્વિસીસ લિમિટેડ (NBSL)દ્વારા NPCI હેઠળ લોન્ચ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવે છે કે BHIM 3.0એપ સુરક્ષિત ચુકવણીનું માધ્યમ બનશે અને દરેક માટે અનુકૂળ રહેશે. આ એપ 15 થી વધુ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હશે.
વર્ષ 2016માં વડાપ્રધાન દ્વારા લોન્ચિંગ
ઉલ્લેખનીય છે કે BHIM એપ સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી. આ તેનું ત્રીજું વર્ઝન છે. BHIM 3.0નો ઉદ્દેશ્ય ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં નવી સુવિધાઓ લાવવાનું છે.
આ પણ વાંચોઃ Share Market : દિવસ ભરની વધઘટ બાદ બજારનું લીલા નિશાનમાં Closing


