Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iran-ઈઝરાયલ યુદ્ધના લીધે બાસમતી ચોખાના ભાવમાં મોટો ઘટાડો!

ઈરાન અને ઈઝરાયલ યુધ્ધમાં મોટું નુકસાન સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યા કેન્દ્ર સરકાર સાથે વાતચીતની તૈયારી Rice became cheaper : ઈરાન અને ઈઝરાયલ (Israel-Iran )વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના બાસમતી ચોખા (Basmati price) ઉદ્યોગ પર દેખાઈ...
iran ઈઝરાયલ યુદ્ધના લીધે બાસમતી ચોખાના ભાવમાં મોટો ઘટાડો
Advertisement
  • ઈરાન અને ઈઝરાયલ યુધ્ધમાં મોટું નુકસાન
  • સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યા
  • કેન્દ્ર સરકાર સાથે વાતચીતની તૈયારી

Rice became cheaper : ઈરાન અને ઈઝરાયલ (Israel-Iran )વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના બાસમતી ચોખા (Basmati price) ઉદ્યોગ પર દેખાઈ રહી છે. લગભગ 1 લાખ ટન બાસમતી ચોખા, ઈરાન મોકલવાના હતા, તે ગુજરાતના કંડલા અને મુન્દ્રા બંદરો પર અટવાઈ ગયા છે. કારણ એ છે કે ઈરાન માટે ન તો શિપિંગ જહાજો ઉપલબ્ધ છે અને ન તો વીમા કંપનીઓ તે માલને આવરી રહી છે.

સાઉદી અરેબિયે બાસમતી ચોખા ખરીદી કરી

સાઉદી અરેબિયા ભારતમાંથી બાસમતી ચોખાનો સૌથી મોટો ખરીદદાર છે, પરંતુ ઈરાન બીજા નંબરે છે. નાણાકીય વર્ષ 2024-25માં, માર્ચ સુધીમાં, ભારતે ઈરાનને લગભગ 10 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી. તેમાંથી હવે 18-20 ટકા એટલે કે લગભગ 1 લાખ ટન ચોખા બંદરો પર ફસાયેલા છે.ત્યારે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ સતીશ ગોયલે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં, આ પરિસ્થિતિ વેપારીઓ માટે મોટું નુકસાન લાવી શકે છે.

Advertisement

કોઈ જહાજો ઉપલબ્ધ નથી, કોઈ વીમો નથી

ઈરાન માટે કોઈ શિપિંગ જહાજ ઉપલબ્ધ નથી અને વીમા કવર પણ ઉપલબ્ધ નથી.હકીકતમાં,આંતરરાષ્ટ્રીય વીમા પોલિસી યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં કવરેજ પૂરું પાડતી નથી અને આ જ કારણ છે કે વેપારીઓને ચોખાના માલ આગળ મોકલવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. આનાથી માત્ર ચોખા અટવાયા નથી,પરંતુ ચુકવણીની અનિશ્ચિતતા પણ વધી છે.

Advertisement

સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યા

આ પરિસ્થિતિઓની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે. બાસમતી ચોખાના ભાવમાં પ્રતિ કિલો 4 થી 5 રૂપિયાનો ઘટાડો થયો છે. ચોખા વિદેશમાં ન જતા હોવાથી સ્થાનિક પુરવઠો વધ્યો છે અને તેના કારણે ભાવ નીચે આવી રહ્યા છે.વેપારીઓને ડર છે કે જો ટૂંક સમયમાં કોઈ ઉકેલ નહીં આવે, તો તેમને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે, ખાસ કરીને એવા વેપારીઓ જેમણે ઈરાન સાથે સોદો પહેલાથી જ અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

કેન્દ્ર સરકાર સાથે વાતચીતની તૈયારી

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને,ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશન APEDA અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે.આ મુદ્દા અંગે 30 જૂને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ બેઠકમાં હાલની કટોકટી પર ચર્ચામાં કરવામાં આવશે નહીં,પરંતુ આગળ ભવિષ્યમાં આવી પરિસ્થિતઓને રોકવા માટેના પગલાં પર ચર્ચાઓ થઈ શકે છે.

ભારતમાં બાસમતી ચોખાનો વ્યવસાય કેટલો મોટો છે?

આ વર્ષે જ ભારતે લગભગ 60 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી છે, જેમાંથી મોટો હિસ્સો મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાના દેશોમાં જાય છે. મુખ્ય ગ્રાહક દેશોમાં સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને યુએસનો સમાવેશ થાય છે.

જ્યાં પણ યુદ્ધ થાય છે,ત્યાં દરેકને નુકસાન થાય છે

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે કે યુદ્ધની આગ ફક્ત સરહદ સુધી જ પહોંચતી નથી, પરંતુ વેપાર સુધી પણ પહોંચે છે. ભારતના બાસમતી ચોખાના નિકાસકારો આ સમયે બેવડા ફટકાનો સામનો કરી રહ્યા છે. એક તરફ શિપિંગ અને વીમાની સમસ્યા છે, તો બીજી તરફ સ્થાનિક બજારમાં ઘટી રહેલા ભાવ અને ચુકવણીની કટોકટી છે. જો આગામી અઠવાડિયામાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો ભારતના ચોખા ઉદ્યોગ પર લાંબા ગાળાની અસર પડી શકે છે.

Tags :
Advertisement

.

×