સામાન્ય લોકોને મોટી રાહત, જાન્યુઆરીમાં મોંઘવારી દરમાં આટલો ઘટાડો થયો
- ભારતમાં મોંઘવારી એક ગંભીર મુદ્દો
- ભારતના જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થયો
- રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે
India's wholesale inflation rate falls : ભારતમાં મોંઘવારી એક ગંભીર મુદ્દો છે. આને લઈને એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીમાં તે 2.31 ટકા હતો. ડિસેમ્બર મહિનામાં આ દર 2.37 ટકા હતો. જાન્યુઆરીમાં પ્રાથમિક ચીજવસ્તુઓનો મોંઘવારી દર 6.02 ટકાથી ઘટીને 4.69 ટકા થયો છે. તે જ સમયે, ઇંધણ અને વીજળીના જથ્થાબંધ ભાવો ડિસેમ્બરમાં 3.79 ટકાના ઘટાડાની સરખામણીએ 2.78 ટકા ઘટ્યા છે.
એક નજર આંકડાઓ પર
ગયા મહિને મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સના ભાવમાં 2.51 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બરમાં તે 2.14 ટકા હતો. જથ્થાબંધ ખાદ્ય ફુગાવો જાન્યુઆરીમાં ઘટીને 7.47 ટકા થયો હતો જે ડિસેમ્બરમાં 8.89 ટકા હતો. વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર ફુગાવાના દરમાં ઘટાડો ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો, ઉત્પાદન, બિન ખાદ્ય ચીજવસ્તુઓ અને કપડાંની કિંમતોમાં વધારો થવાને કારણે થયો છે.
The annual rate of inflation based on all India Wholesale Price Index (WPI) number is 2.31% (provisional) for the month of January 2025 (over January 2024). The positive rate of inflation in January 2025 is primarily due to an increase in prices of manufacture of food products,… pic.twitter.com/giWjL5F5nh
— ANI (@ANI) February 14, 2025
આ પણ વાંચો : PM Modi-ટ્રમ્પ મુલાકાત પછી શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 230 પોઈન્ટ વધ્યો, આ શેરમાં તેજી આવી
શું છે RBIનો અંદાજ?
ભારતનો રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગયો હતો. વાર્ષિક રિટેલ મોંઘવારી દર 4.31 ટકા રહ્યો હતો. નિષ્ણાતોનો અંદાજ 4.6 ટકાથી નીચે હતો અને ગયા મહિનાના 5.22 ટકા કરતાં પણ ઓછો હતો. ખાદ્ય મોંઘવારી દર ડિસેમ્બરમાં 8.39 ટકાથી ઘટીને 6.02 ટકા થયો હતો. આરબીઆઈનો અંદાજ છે કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ફુગાવો 4.8 ટકા રહેશે અને આગામી નાણાકીય વર્ષમાં તે ઘટીને 4.2 ટકા થઈ શકે છે. સેન્ટ્રલ બેંકનો ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા છે. આમાં 2 ટકાનો તફાવત રાખવામાં આવ્યો છે.
રેપો રેટમાં ફેરફાર થયો હતો
કોર ફુગાવો જાન્યુઆરીમાં વધીને 3.7 ટકા થયો હતો જે ડિસેમ્બરમાં 3.6 ટકા હતો. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે કેન્દ્રીય બેંક મોંઘવારી પર ધ્યાન આપી રહી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રૂપિયાના ઘટાડાની અસર સ્થાનિક કિંમતો પર પણ જોવા મળશે. RBIએ ગયા અઠવાડિયે MPC હેઠળ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો હતો. જેના કારણે રેપો રેટ 6.25 ટકા થઈ ગયો.
આ પણ વાંચો : Robert Kiyosaki એ વિશ્વના લોકોને આપી આ ભયાનક ચેતવણી!


