ICICI બેંકના ખાતાધારકો માટે આવ્યા સૌથી મોટા સમાચાર
- ICICI બેન્કના ખાતા ધારકો માટે મોટા સમાચાર
- સેવિંગ અકાઉન્ટ બેલેન્સ મોટો ફેરફાર કર્યો
- દેશના તમામ મેટ્રો શહેરમાં લાગુ પડશે
ICICI : જો તમારું ખાતું ICICI બેન્કમાં છે, તો તમારા માટે મહત્વની માહિતી છે. 1 ઓગસ્ટ 2025થી, બેન્કે સેવિંગ અકાઉન્ટ માટે ન્યૂનતમ સરેરાશ બેલેન્સ (MAB) માં મોટો ફેરફાર કર્યો છે. હવે આ બેલેન્સ 5 ગણો સુધી વધી ગયું છે, જે દેશના તમામ વિસ્તારો મેટ્રો, મોટા શહેરો, અર્ધશહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો માટે લાગુ પડશે.
નવા નિયમો અનુસાર MAB કેટલું રહેશે?
હવે મેટ્રો અને શહેરી વિસ્તારોમાં 50,000 રુપિયા, અર્ધ-શહેરી વિસ્તારોમાં 25,000 રુપિયા તથા ગ્રામ્ય વિસ્તારોમાં 10,000 રુપિયા મિનીમમ બેલેન્સ રાખવું પડશે. અગાઉ મેટ્રો અને શહેરો માટે માત્ર 10,000 જ જરૂર પડતા હતા એટલે કે હવે MAB પાંચગણું વધારી દેવાયું છે.
બાકીના બેંકોમાં કેટલી છે MAB મર્યાદા?
SBI (સ્ટેટ બેંક) તો 2020માં જ ન્યૂનતમ બેલેન્સની જરૂરિયાત હટાવી દીધી છે. જ્યારે HDFC બેંકમાં મેટ્રો/શહેર માં 10,000 રુપિયા તથા અર્ધ-શહેરી વિસ્તારોમાં 5,000 રુપિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં 2,500 કરી છે જ્યારે અન્ય પ્રાઈવેટ બેંકોમાં સામાન્ય રીતે 2,000 થી 10,000 રુપિયા સુધી MAB રાખે છે.આના મુકાબલે ICICI બેંક હવે દેશની સૌથી ઊંચી MAB ધરાવતી ઘરેલુ બેંક બની છે.
આ પણ વાંચો -Indian Railways :રેલવે મુસાફરો માટે ખુશખબર! હવે આ ટિકિટ પર મળશે 20 ટકા ડિસ્કાઉન્ટ
ન્યૂનતમ બેલેન્સ ન રાખવાથી શું થશે
જો તમે નક્કી કરેલું ન્યૂનતમ બેલેન્સ ન રાખો, તો તમારા ખાતામાંથી પેનલ્ટી વસુલ કરવામાં આવશે. બેન્કે ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ પોતાનાં ખાતાની સ્થિતિ તપાસે અને નિયમ મુજબ કામગીરી સુનિશ્ચિત કરે.
આ પણ વાંચો -Millionaire: 'કોઈ પણ કરોડપતિ બની શકે છે', Robert Kiyosaki એ કહ્યું - ફક્ત આ એક....
વ્યાજ દરમાં પણ ઘટાડો
એપ્રિલ 2025માં ICICI બેન્કે તેના સેવિંગ એકાઉન્ટ્સ પર વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો છે. હવે સામાન્ય ખાતાઓ માટે વ્યાજ દર 2.75% છે જ્યારે 50 લાખથી વધુ બેલેન્સ માટે 3.25% (0.25% ઘટાડો પછી) કર્યો છે.
આ પણ વાંચો -Stock market down :ટ્રમ્પના ટેરિફ સામે શેરબજાર કડડભૂસ,સેન્સેક્સ 765 પોઈન્ટ તૂટ્યો
હવે શું કરવું?
તમારું ખાતું કયા ઝોનમાં આવે છે જેમકે મેટ્રો, અર્ધશહેરી કે ગ્રામ્યમાં તે પહેલા ચેક કરો અને તમારા ખાતામાં ન્યૂનતમ બેલેન્સ છે કે નહીં તેની ખાતરી કરો. જો જરૂરી હોય, તો વધુ ફંડ ડિપોઝિટ કરો જેથી પેનલ્ટી ના લાગે.


