ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bitcoin Crash:શેબજાર બાદ ક્રિપ્ટો માર્કેટ ધડામ!ટ્રમ્પના મીમ કોઈનમાં રોકાણકારો રોયા

Bitcoin Crash: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ (Donald Trump tariffs)વોરની ચીમકીના કારણે ક્રિપ્ટો માર્કેટમાં વેચવાલી વધી છે. બિટકોઈન 20 જાન્યુઆરીએ તેની ઓલટાઈમ હાઈ 1.09 લાખ ડોલરની સપાટીએથી 20 ટકા અર્થાત 21429.65 ડોલર(Bitcoin Crash) તૂટ્યો છે. ક્રિપ્ટો ઈટીએફમાં પણ છેલ્લા એક...
06:11 PM Feb 25, 2025 IST | Hiren Dave
Bitcoin Crash: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ (Donald Trump tariffs)વોરની ચીમકીના કારણે ક્રિપ્ટો માર્કેટમાં વેચવાલી વધી છે. બિટકોઈન 20 જાન્યુઆરીએ તેની ઓલટાઈમ હાઈ 1.09 લાખ ડોલરની સપાટીએથી 20 ટકા અર્થાત 21429.65 ડોલર(Bitcoin Crash) તૂટ્યો છે. ક્રિપ્ટો ઈટીએફમાં પણ છેલ્લા એક...
Bitcoin Crash

Bitcoin Crash: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ (Donald Trump tariffs)વોરની ચીમકીના કારણે ક્રિપ્ટો માર્કેટમાં વેચવાલી વધી છે. બિટકોઈન 20 જાન્યુઆરીએ તેની ઓલટાઈમ હાઈ 1.09 લાખ ડોલરની સપાટીએથી 20 ટકા અર્થાત 21429.65 ડોલર(Bitcoin Crash) તૂટ્યો છે. ક્રિપ્ટો ઈટીએફમાં પણ છેલ્લા એક માસથી સતત વેચવાલી નોંધાઈ છે. શપથ વિધિ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે જારી કરેલા મીમ કોઈન ઓફિશિયલ ટ્રમ્પ અને મેલિનિયા કોઈન 90 ટકા સુધી તૂટતાં રોકાણકારો રાતા પાણીએ રોયા છે.

રોકાણકારોએ 79  લાખ કરોડ ગુમાવ્યા

ક્રિપ્ટો માર્કેટ છેલ્લા એક માસથી મોટાપાયે વેચવાલીનો સામનો કરી રહ્યું છે. જેના કારણે ક્રિપ્ટોના રોકાણકારોએ અંદાજે 79 અબજ ડોલર ગુમાવ્યા છે. બિટકોઈન ઉપરાંત ઈથેરિયમ, સોલાના, ડોઝકોઈન સહિતની મોટાભાગની ક્રિપ્ટો કરન્સીમાં 20 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ક્રિપ્ટો માર્કેટ કેપ 25 જાન્યુઆરીએ 3.59 લાખ કરોડ ડોલર હતું, જે ઘટી આજે 5.00 વાગ્યે 2.86 લાખ કરોડ ડોલર થયુ હતું.

આ પણ  વાંચો -122 કરોડ રૂપિયાનો ગોટાળો! RBI એ લગાવ્યો પ્રતિબંધ હવે આ બેંકને મળી મોટી રાહત

સ્ટેબલ કોઈન પણ અનસ્ટેબલ

ક્રિપ્ટો માર્કેટમાં સ્ટેબિલિટી માટે જાણીતા ટેધર, EURQ, PAX કોઈન પણ તૂટ્યા છે. જે મોટાભાગે સ્થિર કિંમત પર ટ્રેડ થતા હોય છે. ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડા પાછળનું કારણ વૈશ્વિક સ્તરે સર્જાયેલી અનિશ્ચિતતાઓ છે. ટ્રમ્પે કેનેડા,મેક્સિકો પર ટેરિફ વોર ઉપરાંત ચીન અને ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ચીમકી આપતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવોરની ભીતિ વધી છે. જેથી સંસ્થાકીય રોકાણકારો ક્રિપ્ટો માર્કેટમાંથી મોટાપાયે પ્રોફિટ બુક કરી રહ્યા છે. અને નવા રોકાણ પ્રત્યે સાવચેતી દાખવી રહ્યા છે.

આ પણ  વાંચો -Success Story : માતા-પુત્રીની જોડી ખાદ્ય ગુલદસ્તો વેચે છે, સોનમ કપૂર અને નુસરત ભરૂચા પણ છે ગ્રાહક

ટ્રમ્પ કોઈન ધડામ, રોકાણકારો રોયા

ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાથી ડિજિટલ કરન્સી પ્રત્યે નરમ વલણ રાખે છે. જેથી તેમણે રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કરતાં પહેલાં જ પોતાનો સત્તાવાર કોઈન ઓફિશિયલ ટ્રમ્પ લોન્ચ કર્યો હતો. તે સમયે રોકાણકારોને 1000 ટકાથી વધુ રિટર્ન આપ્યા બાદ એક માસમાં જ 84 ટકા સુધી તૂટ્યો છે. ટ્રમ્પની પત્ની મેલિનિયાનો મીમ કોઈન પણ 93 ટકા તૂટ્યો છે.

Tags :
BitcoinBitcoin CrashBitcoin newsBitcoin Pricecryptocrypto market capCrypto newscrypto price todayCryptoMarketDonald Trump tariffsETFoutflowsEthereumliquiditycrisisMarketingAnalysissolanaU.S. trade concernsxrp
Next Article