Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

EPFO Rule Change: EFPO ના નિયમોમાં બદલાવ,પ્રથમ નોકરી સાથે કરવુ પડશે આ કામ

EPFO Rule Change : EPFOએ હવે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (EPFO Rule Change)બનાવવું અને એક્ટીવેટ કરવા માટેની પ્રોસેસને સરળ કરી દીધી છે. અને તેને જનરેટ કરવા માટે આધાર બેઝ ફેસ ઓથેન્ટીકેશનને અનિવાર્ય કર્યુ છે. જે Umang App દ્વારા કરી શકાશે. EFPOએ...
epfo rule change  efpo ના નિયમોમાં બદલાવ પ્રથમ નોકરી સાથે કરવુ પડશે આ કામ
Advertisement

EPFO Rule Change : EPFOએ હવે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (EPFO Rule Change)બનાવવું અને એક્ટીવેટ કરવા માટેની પ્રોસેસને સરળ કરી દીધી છે. અને તેને જનરેટ કરવા માટે આધાર બેઝ ફેસ ઓથેન્ટીકેશનને અનિવાર્ય કર્યુ છે. જે Umang App દ્વારા કરી શકાશે. EFPOએ પોતાના સભ્યો માટે Umang Appના માધ્યમથી UAN એક્ટીવેટ કરવું અનુવાર્ય કર્યુ છે. તેની શરૂઆત 7 ઓગષ્ટથી થઇ રહી છે. EFPOએ સ્પષ્ટ કર્યુ છે કે, આધાર ફેસ ઓથેન્ટીકેશનના માધ્યમથી Umang Appથી જ UAN એક્ટીવેટ કરી શકાશે. અને જે સભ્યો નિયમો અનુસરશે નહી તેમના માટે સેવાઓ બંધ કરવામાં આવશે.

EFPOના નિયમોમાં બદલાવ

30 જુલાઇના રોજ એક પરિપત્ર જાહેર કરતા EFPOએ નિયમોમાં બદલાવ કરવાની માહિતી આપી હતી. નવા નિયમની સાથે અમુક સંજોગોમાં જુના કાયદા પણ લાગૂ કરી શકાશે. અન્ય તમામ નવા યૂએએન Aadhaar Face Authentication ટેક્નિકથી જ જનરેટ કરવામાં આવશે. તેના માટે સમગ્ર પ્રોસેસ Umang App દ્વારા જ કરવામાં આવશે. અને એમ્પલોયરથી સંપર્ક કરવાની પણ જરુર નહી રહે. EPFOના નવા નિયમ મુજબ કર્મચારી હવે જાતે જ UAN જનરેટ કરી શકશે. તેના માટે મોબાઇલના પ્લે સ્ટોરમાં જઇને UMANG App અને આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એક્ટીવેટ થયા બાદ યૂઝર E_UAN કાર્ડની ડિજિટલ કોપી પણ અહીથી જ મેળવી શકશે. નવી ટેક્નોલોજીના કારણે UAN જનરેટ કરવા માટે યૂઝર પાસે આધાર કાર્ડ નંબર, રજિસ્ટર મોબાઇલ નંબર હોવું આવશ્યક છે. આ ઉપરાંત ચહેરાની સ્કેનિંગ માટે Aadhaar Face RD App પણ હોવી જોઇએ.

Advertisement

આ પણ  વાંચો -Stock market down : ટ્રંપના ટેરિફના કારણે બજારમાં હાહાકાર, સેન્સેક્સ આટલા પોઈન્ટ તૂટયો

Advertisement

કેવી છે પ્રોસેસ ?

  • સૌથી પહેલા મોબાઇલમાં Umang App ખોલો અને EPFO પર જાઓ.
  • હવે UAN allotment and activationને સિલેક્ટ કરો
  • અહીં આધાર કાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબંર દાખલ કરે
  • આધારા વેરિફિકેશન માટે બોક્સ પર ક્લિક કરો
  • Send OTP પર ક્લિક કરો અને મોબાઇલ OTP દ્વારા વેરિફિકેશન કરો
  • હવે ફેસ ઓથેન્ટીકેશન પૂર્ણ કરવાનું રહેશે.
  • જેના માટે Aadhaar Face ID App ઇનસ્ટોલ કરો
  • જો સિસ્ટમને હમણાનું UAN નહી મળે તો નવું UAN ક્રિએટ કરાશે
  • વેરિફિકેશન બાદ તમારુ UAN,પાસવર્ડ SMSથી મોકલાશે

આ પણ  વાંચો -Gold Price Today: એક જ દિવસમાં સોનાના ભાવમાં રૂ.1000નો વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

કેમ કરવામાં આવ્યા બદલાવ ?

EPFOએ આ નવો ફેરફાર એટલા માટે કર્યો છે કારણ કે, નવી પદ્ધતિમાં ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે UAN એક્ટિવેશનની પ્રક્રિયાને પહેલા કરતા સરળ અને વધુ સુરક્ષિત બનાવે છે. કારણ કે આમાં યુઝરની સંપૂર્ણ માહિતી સીધી આધાર ડેટાબેઝમાંથી આવે છે અને વ્યક્તિગત વિગતો મેન્યુઅલી દાખલ કરવાની જરૂરિયાત દૂર થાય છે. અત્યાર સુધી, ઘણા કર્મચારીઓ તેમના UAN સેટઅપ અને તેના એક્ટિવેશન માટે સીધા એમ્પ્લોયર પર નિર્ભર રહ્યા છે.

Tags :
Advertisement

.

×