Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશના Airport પર સસ્તું ખાવા-પીવાનું મળશે, આ એરપોર્ટ પર ફ્લાઈટ પેસેન્જર માટે કાફેની સુવિધા શરૂ

Udan yatri cafe પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો તેને AAIના અન્ય એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે
દેશના airport પર સસ્તું ખાવા પીવાનું મળશે  આ એરપોર્ટ પર ફ્લાઈટ પેસેન્જર માટે કાફેની સુવિધા શરૂ
Advertisement
  • હાલ મુસાફરોને એરપોર્ટ ( Airport) પર ખાદ્યપદાર્થો અને પીણાં માટે ખૂબ જ ઊંચી કિંમત ચૂકવવી પડે છે
  • આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો તેને AAIના અન્ય એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે
  • મોંઘા ખોરાક અને પીણાંની સમસ્યાને પહોંચી વળવા સરકારે 'ઉડાન યાત્રી કાફે' શરૂ કર્યું

દેશના તમામ ( Airport) પર મુસાફરોને પાણી, ચા અને કોફી માટે ખૂબ જ ઉંચા ભાવ ચૂકવવા પડતા હતા પરંતુ હવે તેઓ તેનાથી છુટકારો મેળવી શકશે. એરપોર્ટ પર મોંઘા ખોરાક અને પીણાંની સમસ્યાને પહોંચી વળવા સરકારે 'ઉડાન યાત્રી કાફે' શરૂ કર્યું છે. રવિવારે કોલકાતા એરપોર્ટ પર આ પ્રકારનો પ્રથમ કેફે શરૂ કરવામાં આવ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ તેનો આરંભ કરાવ્યો છે. જો તે સફળ થશે, તો તેને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા સંચાલિત અન્ય એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે.

આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો તેને AAIના અન્ય એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે

સંસદના શિયાળુ સત્ર દરમિયાન ઘણા સાંસદોએ ચર્ચા દરમિયાન એરપોર્ટ ( Airport) પર મોંઘા ખોરાક અને પીણાંનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ સામેલ હતા. સરકારે તેને કોલકાતા એરપોર્ટથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઉડાન યાત્રી કાફેમાં મુસાફરોને પોષણક્ષમ ખોરાક અને પીણા પ્રદાન કરવામાં આવશે. મંત્રાલયે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ કાફેમાં પાણીની બોટલ, ચા, કોફી અને નાસ્તો જેવી જરૂરી વસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ હશે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો તેને AAIના અન્ય એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: RBI એ આ બેંક અને ફાઈનાન્સ કંપની પર લગાવ્યો ભારે દંડ, આટલી રકમ ચૂકવવી પડશે

Advertisement

જાણો રાઘવ ચઢ્ઢાએ શું કહ્યું?

આ અંગે સંતોષ વ્યક્ત કરતા સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેને સકારાત્મક પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આખરે સરકારે સામાન્ય માણસનો અવાજ સાંભળ્યો છે. આ પહેલ કોલકાતા એરપોર્ટ ( Airport)થી શરૂ થઈ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ દેશભરના તમામ એરપોર્ટ પર આ સુવિધા ટૂંક સમયમાં આવશે. આ કાફેમાં હવાઈ મુસાફરી કરતા મુસાફરોને પાણી, ચા અથવા કોફી જેવી મૂળભૂત વસ્તુઓ માટે 100-250 રૂપિયા ચૂકવવા પડશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાન્ય લોકોની સુવિધા માટે એરપોર્ટ પર સસ્તી સુવિધાઓ મહત્વપૂર્ણ છે.

મુસાફરોને એરપોર્ટ પર ખાદ્યપદાર્થો અને પીણાં માટે ખૂબ જ ઊંચી કિંમત ચૂકવવી પડે છે

ભારતીય ઉડ્ડયન વિધેયક 2024 પર ચર્ચા કરતી વખતે, રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે મુસાફરોને એરપોર્ટ ( Airport) પર ખાદ્યપદાર્થો અને પીણાં માટે ખૂબ જ ઊંચી કિંમત ચૂકવવી પડે છે. તેમણે કહ્યું કે પાણીની બોટલની કિંમત 100 રૂપિયા છે અને ચાની કિંમત 200-250 રૂપિયા છે. શું સરકાર એરપોર્ટ પર સસ્તી કેન્ટીન ન લગાવી શકે? તેમણે એરપોર્ટના નબળા મેનેજમેન્ટની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે એરપોર્ટની હાલત બસ સ્ટેન્ડ જેવી થઈ ગઈ છે. તેમાં લાંબી કતારો, ભીડ અને અરાજકતા જોવા મળે છે.

આ પણ વાંચો: Popcorn પર લાગશે 3 પ્રકારના GST, દેશમાં વેપારનો આંકડો જાણી રહેશો દંગ

Tags :
Advertisement

.

×