Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

China Support India: ભારતના સમર્થનમાં આવ્યું ચીન, 'ટેરિફ બોમ્બ' પર આપ્યું મોટું નિવેદન

ભારતના સમર્થનમાં આવ્યું ચીન ટ્રપની ટેરિફ પર આપ્યું મોટું નિવેદન ચીને અમેરિકાની આકરી ટીકા કરી ચીન સહિત ત્રણ એશિયન દેશો પર આફત? China Support India : છેલ્લા કેટલાય દિવસથી અમેરિકાએ ભારત સહિત અન્ય દેશો પર લગાવેલ ટેરિફના સમાચારોની વચ્ચે...
china support india  ભારતના સમર્થનમાં આવ્યું ચીન   ટેરિફ બોમ્બ  પર આપ્યું મોટું નિવેદન
Advertisement
  • ભારતના સમર્થનમાં આવ્યું ચીન
  • ટ્રપની ટેરિફ પર આપ્યું મોટું નિવેદન
  • ચીને અમેરિકાની આકરી ટીકા કરી
  • ચીન સહિત ત્રણ એશિયન દેશો પર આફત?

China Support India : છેલ્લા કેટલાય દિવસથી અમેરિકાએ ભારત સહિત અન્ય દેશો પર લગાવેલ ટેરિફના સમાચારોની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે આપણાં પાડોશી દેશ ચીને (China Support India)એક રીતે ભારતનું સમર્થન કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. વિગતો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ ખરીદવા બદલ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવાનો આદેશ આપ્યા બાદ હવે ચીને જે આકરી પ્રતિક્રિયા આપી તે સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ બની છે. ચીને અમેરિકાની આકરી ટીકા કરી છે અને આ પગલાને વેપાર પગલાંનો દુરુપયોગ ગણાવ્યો છે.

અમેરિકન ગ્રાહકો પર તેની શું અસર પડશે? (China Support India)

ટ્રમ્પની 100 ટકા ટેરિફની જાહેરાત હવે અમેરિકન ગ્રાહકો પર સીધી અસર કરી શકે છે. જો ટ્રમ્પ કમ્પ્યુટર ચીપ્સ અને સેમિકન્ડક્ટર પર 100 ટકા ડ્યુટી લાદે છે, તો તેના કારણે મોબાઇલ ફોન, કાર, ટીવી, રેફ્રિજરેટર અને અન્ય ડિજિટલ ઉપકરણો મોંઘા થશે, કારણ કે આ ઉપકરણો બનાવતી કંપનીઓનો ખર્ચ વધશે અને નફો ઘટશે.

Advertisement

આ પણ  વાંચો -Putin visit India :US tariff War વચ્ચે રશિયન પ્રમુખ પુતિનની ભારત મુલાકાત

Advertisement

ચીપ્સની માંગ ઝડપથી વધી (China Support India)

કોરોના મહામારી દરમિયાન, સમગ્ર વિશ્વમાં ચીપ્સની ભારે અછત હતી. આ કારણે, તે સમયે વાહનોના ભાવમાં ઘણો વધારો થયો હતો અને ફુગાવો પણ વધ્યો હતો. હવે ટ્રમ્પના આ નવા નિર્ણયથી ફરીથી આવી જ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આજના યુગમાં, ચીપ્સની માંગ ઝડપથી વધી રહી છે કારણ કે સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક કાર, ઘરગથ્થુ ગેજેટ્સ અને AI જેવા ક્ષેત્રો સંપૂર્ણપણે ચીપ્સ પર નિર્ભર છે. વર્લ્ડ સેમિકન્ડક્ટર ટ્રેડ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વિશ્વભરમાં કમ્પ્યુટર ચીપ્સની માંગ વધી રહી છે. જૂનમાં પૂરા થયેલા વર્ષમાં તેના વેચાણમાં 19.6%નો વધારો થયો છે.

આ પણ  વાંચો -Russia ukraine War: યુદ્ધનો અંત લાવવાની કવાયત વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિનું નિવેદન

ચીન સહિત ત્રણ એશિયન દેશો પર આફત?

વેપાર આંકડા અનુસાર, અમેરિકાએ 2024 માં લગભગ 46.3 અબજ ડોલરના સેમિકન્ડક્ટરની આયાત કરી હતી, જે દેશની કુલ 3.35 લાખ કરોડ ડોલરના માલની આયાતના લગભગ 1% છે. આ આંકડા દર્શાવે છે કે આયાતી ચીપ્સ યુએસ અર્થતંત્ર માટે કેટલી મહત્વપૂર્ણ છે. હકીકતમાં, ચીપ્સની આયાત પર 100% ટેરિફ લાદી ટ્રમ્પ વિદેશી ચીપ્સ ખાસ કરીને એશિયામાંથી આવતી ચીપ્સ પર અમેરિકાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. હાલમાં વિશ્વની 70% થી વધુ ચીપ્સ તાઇવાન, દક્ષિણ કોરિયા અને ચીનમાં બને છે. 100 ટકા ટેરિફના પગલા સાથે ટ્રમ્પ અમેરિકાને આ બાબતમાં આત્મનિર્ભર બનાવવા માંગે છે, જેથી ચીન સહિત આ ત્રણ દેશોનું માર્કેટ તૂટી શકે છે.

Tags :
Advertisement

.

×