India China Relations: ભારતના સમર્થનમાં આવ્યું ચીન,ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પને જડબાતોડ જવાબ
- ભારતના સમર્થનમાં આવ્યું ચીન (India China Relations)
- ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પને જડબાતોડ જવાબ
- ચીન આનો સખત વિરોધ કરે છે
- ચીન ભારત સાથે મજબૂતીથી ઊભું રહેશે
India China Relations: PM મોદી ચીનમાં સમિટમાં ભાગ લે તે પહેલાં જ ચીનનું (India China Relations)વલણ ભારત તરફ વળવાનું શરૂ થઈ ગયું છે. ભારતમાં ચીનના નવા આવેલા રાજદૂત શુ ફેઈહોંગે મીડિયા સાથે વાત કરી. શુ ફેઈહોંગે અમેરિકાના 50% ટેરિફ પર ભારતને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાએ ભારત પર 50% સુધીનો ટેરિફ લાગાવી છે અને તેનાથી પણ વધુ ટેરિફ લગાવાની ધમકી આપી છે. ચીન આનો સખત વિરોધ કરે છે. મૌન ફક્ત ગુંડાઓને પ્રોત્સાહન આપે છે. ચીન ભારત સાથે મજબૂતીથી ઊભું રહેશે. વેપાર વિશે વાત કરતા રાજદૂતે કહ્યું કે અમે ચીની બજારમાં તમામ ભારતીય માલના પ્રવેશનું સ્વાગત કરીએ છીએ.
ચીન વચ્ચે સીધી ફ્લાઇટની શક્યતા વધી
રાજદૂત ઝુ ફેઇહોંગે જણાવ્યું હતું કે ભારત અને ચીન સીધી ફ્લાઇટ્સ માટેના સમાધાન પર ચર્ચા કરી રહ્યા છે. ચીન જીવનના તમામ ક્ષેત્રોમાં મૈત્રીપૂર્ણ આદાનપ્રદાન ચાલુ રાખવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છે, જેથી આપણા દેશોના લોકો એકબીજાને સગાઓની જેમ મળી શકે.
#WATCH | China's ambassador to India, Xu Feihong says, "...China and India should enhance strategic mutual trust, and avoid mutual suspicion. Both countries are partners, not rivals. We should manage differences through dialogue..." pic.twitter.com/UHGKIN6aU2
— ANI (@ANI) August 21, 2025
આ પણ વાંચો -Multibagger Stocks : આ શેર નીકળ્યો સોનાનો ખજાનો, 1 લાખના બનાવી દીધા 10 કરોડ રૂપિયા
'ભારત-ચીન મિત્રતાથી એશિયાને ફાયદો'
ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે જણાવ્યું હતું કે આટલા કદના બે પડોશી દેશો માટે, એકતા અને સહયોગ એ સહિયારો વિકાસ પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો છે. ચીન અને ભારતની મિત્રતાથી એશિયાને ફાયદો થાય છે. આપણે એશિયામાં આર્થિક વિકાસના જોડિયા એન્જિન છીએ. તેમણે કહ્યું કે ભારત અને ચીનની એકતાથી સમગ્ર વિશ્વને ફાયદો થાય છે. સમાન અને વ્યવસ્થિત બહુધ્રુવીય વિશ્વને પ્રોત્સાહન આપવામાં અગ્રણી ભૂમિકા ભજવવાની જવાબદારી ભારત અને ચીનની છે.


