SAMSUNGને બુલંદીઓ સુધી પહોંચાડનાર કો-સીઈઓ હાન જોંગ-હીનું અવસાન, જાણો કેવો કર્યો સંઘર્ષ અને કેટલી સંપત્તિના માલિક હતા?
- સેમસંગને વર્લ્ડવાઈડ બ્રાન્ડ બનાવવામાં સિંહફાળો
- સોની અને એપલ જેવી કંપનીઓને આપી મજબૂત ટક્કર
- શેર હોલ્ડર્સની માફી માગીને થયા હતા જગપ્રસિદ્ધ
Ahmedabad: સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના કો સીઈઓ હાન જોંગ-હીનું 25 માર્ચ 2025ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેઓ 63 વર્ષના હતા. જ્યારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમને છેલ્લો શ્વાસ લીધો હતો. દક્ષિણ કોરિયન ટેક જાયન્ટ સેમસંગે આ સમાચાર જાહેર કર્યા છે.
સેમસંગને વર્લ્ડવાઈડ બ્રાન્ડ બનાવવામાં સિંહફાળોઃ
હાન જોંગ-હી સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના બે કો સીઈઓ પૈકીના એક હતા. તેઓ સેમસંગના કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ડિવાઈસ વિભાગના વડા હતા. હાનને ખાસ સેમસંગ ટેલીવિઝન બ્રાન્ડને ઉદ્યોગમાં અગ્રણી બનાવવાનો શ્રેય આપવામાં આવે છે.
મજબૂત હરીફોને પૂરી પાડી મજબૂત હરીફાઈ:
હાન જોંગ-હીની કાર્યશૈલી એવી હતી કે તેઓ હંમેશા મજબૂત હરીફને મજબૂત હરીફાઈ પૂરી પાડતા હતા. તેમણે ઈલેક્ટ્રોનિક્સ કન્ઝ્યુમર ગૂડ્સના ક્ષેત્રમાં સોની ગ્રુપ કોર્પ જેવા જાપાની હરીફોને માત આપી હતી. આ ઉપરાંત એપલ જેવા મજબૂત સ્પર્ધકો સામે બજારમાં મજબૂત સ્થાન સ્થાપિત કરીને સેમસંગના મોબાઈલ ડિવાઈસ સેગમેન્ટને પણ મજબૂત બનાવ્યું. હાન જોંગ-હીએ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સને ટેકનોલોજીકલ નવિનતાઓ અને માર્કેટ એકસ્પાન્સન તરફ દોરી જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના વિઝન અને લીડરશીપે સેમસંગને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી દીધી.
આ પણ વાંચોઃ ભારત 1 એપ્રિલથી હટાવશે Google Tax, USA ને ખુશ કરવા મોટી તૈયારીઓ
ગયા અઠવાડિયે જ માગી હતી શેરહોલ્ડર્સની માફીઃ
ગયા અઠવાડિયે જ, કંપનીના શેરહોલ્ડર્સની બેઠકમાં, હાન જોંગે 2025નું વર્ષ પડકારજનક વર્ષ ગણાવ્યું હતું. આ સાથે, તેમણે કંપનીના શેરના નબળા પ્રદર્શન માટે શેરહોલ્ડર્સની માફી માંગી હતી. તેમનું નિવેદન હતું કે, 2025નું વર્ષ પડકારજનક હોઈ શકે છે પરંતુ કંપની વૃદ્ધિ માટે મર્જર અને એક્વિઝિશન વ્યૂહરચના પર કામ કરી રહી છે. આ નિવેદન જ તેમની કંપની પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ અને વફાદારી સૂચવે છે.
હાન જોંગ-હી એટ અ ગ્લાન્સઃ
હાન જોંગ-હીનો જન્મ 1962માં થયો હતો. તેમણે લગભગ ચાર દાયકા સુધી સેમસંગ સાથે કામ કર્યું. ડિસ્પ્લે ડિવિઝનથી પોતાની કારકિર્દી શરૂ કર્યા પછી, તેમણે પોતાની કારકિર્દીમાં સફળતાની ઘણી ઊંચાઈઓ હાંસલ કરી. વર્ષ 2023 માં જ તેમને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના કો સીઈઓ બનાવવામાં આવ્યા. આ પહેલા, તેમણે કંપનીમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કામ કર્યું છે, જેમાં ડિસ્પ્લે ડિવિઝન અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ડિવિઝનનું નેતૃત્વ શામેલ છે.
કેટલી નેટવર્થના માલિક હતા હાન જોંગ-હી?
30 નવેમ્બર, 2024 સુધીમાં હાનની કુલ સંપત્તિ આશરે $971,291 જાહેર કરવામાં આવી હતી. સેમસંગમાં તેમના છેલ્લા હોદ્દાનું વાર્ષિક પેકેજ 6.90 બિલિયન વોન (લગભગ $48.3 મિલિયન) હતું.
આ પણ વાંચોઃ Adani Group : વર્ષ 2025ની શરૂઆતમાં કંપનીના શેરમાં ભારે ઘટાડો


