Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધનતેરસની ખરીદી પહેલાં રાહત: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 13 ઓક્ટોબરના લેટેસ્ટ રેટ

ધનતેરસ પહેલાં રોકાણકારોને રાહત આપતા, સોમવારે સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો. ચાંદીનો ભાવ ₹6,000 ઘટીને ₹1,79,900/કિલો પર આવ્યો. 24 કેરેટ સોનું દિલ્હીમાં ₹1,25,220 પ્રતિ 10 ગ્રામ છે. અમેરિકી ડોલરની મજબૂતી અને વ્યાજ દર ઊંચા રહેવાના સંકેતોને કારણે વૈશ્વિક દબાણ વધતાં આ નરમાઈ આવી છે.
ધનતેરસની ખરીદી પહેલાં રાહત  સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો  જાણો 13 ઓક્ટોબરના લેટેસ્ટ રેટ
Advertisement
  • ધનતેરસ નજીક આવતા સોનાના ભાવ ઘટ્યા (Gold Silver price Dhanteras)
  • આજે 24 કેરેટ સોનાનો 10 ગ્રામ ભાવ 1,14,790 પહોંચ્યો
  • સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આવ્યો ઘટાડો
  • જ્યારે ચાંદીનો 1 કિલોનો ભાવ રુ.1,79,900 પહોંચ્યો

Gold Silver price Dhanteras : ધનતેરસના તહેવારની નજીક આવતા, સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, જે રોકાણકારો અને ગ્રાહકો માટે રાહતરૂપ સમાચાર છે. સતત બીજા કારોબારી દિવસે સોમવારે (13 ઓક્ટોબર 2025) દેશભરના ઝવેરી બજારોમાં સોના અને ચાંદી બંને કીમતી ધાતુઓ નરમાઈના વલણ સાથે ટ્રેડ થઈ રહી છે.

GOLD RATE TODAY

GOLD RATE TODAY

Advertisement

પ્રમુખ શહેરોમાં આજના સોનાના ભાવ (Gold Silver price Dhanteras)

  • દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,25,220 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,14,790 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
  • મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,25,070 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,14,640 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.
  • ચેન્નઈમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,25,070 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,14,640 પ્રતિ 10 ગ્રામ છે.
  • કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,25,070 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,14,640 પ્રતિ 10 ગ્રામ છે.
  • અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,25,120 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,14,690 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
  • ભોપાલમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,25,120 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,14,690 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
  • જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,23,850 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,13,540 પ્રતિ 10 ગ્રામ છે.
  • લખનઉમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,23,850 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,13,540 પ્રતિ 10 ગ્રામ છે.
  • ચંદીગઢમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,23,850 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,13,540 પ્રતિ 10 ગ્રામ છે.
  • હૈદરાબાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,23,700 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,13,390 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

ચાંદીની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો (Gold Silver price Dhanteras)

સોનાની જેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો ચાલુ છે. સોમવારે ચાંદીનો રિટેલ ભાવ ઘટીને રુ.1,79,900 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. થોડા દિવસો પહેલા રુ.1,86,000 પ્રતિ કિલોના સ્તરે પહોંચેલી ચાંદીમાં ગણતરીના દિવસોમાં જ આશરે રુ.6,000 પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળ્યો છે.

Advertisement

Today gold rate

Today gold rate

સોના-ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે?

સામાન્ય રીતે ધનતેરસ જેવા તહેવારોમાં સોનાની કિંમતોમાં ઉછાળો આવે છે, પરંતુ આ વખતે સ્થાનિક અને વૈશ્વિક કારણોસર નરમાઈ જોવા મળી રહી છે:

  • ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી: અમેરિકી ડોલર (US Dollar) મજબૂત થવાથી વૈશ્વિક સોનાના ભાવ પર દબાણ વધ્યું છે.
  • ફેરડલ રિઝર્વની કડક નીતિ: અમેરિકામાં વ્યાજ દર (Interest Rates) ઊંચા રાખવાના સંકેતને કારણે સોનામાં રોકાણ ઘટ્યું છે.
  • નબળી માંગ: ઊંચા ભાવોને કારણે ઘરેલુ રિટેલ ખરીદીમાં (Retail Demand) ઘટાડો નોંધાયો છે.
  • આર્થિક અનિશ્ચિતતા: વૈશ્વિક ફુગાવો (Inflation) અને તેલના ભાવોમાં વધઘટથી રોકાણકારો સાવચેત બન્યા છે.

જોકે, બુલિયન વેપારીઓ માને છે કે ધનતેરસ અને દિવાળી પહેલાં માંગ વધવાની સંભાવના છે, જેના કારણે આગામી દિવસોમાં કિંમતોમાં થોડી તેજી આવી શકે છે

આ પણ વાંચો : તમારી બચત માટે શ્રેષ્ઠ FD: 1 વર્ષમાં 8% સુધી વ્યાજ કઈ બેંકો આપી રહી છે?

Tags :
Advertisement

.

×