Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમારી પાસે છે સ્ટાર નિશાનની 500 ની નોટ,જાણો RBIનો આ નિયમ

500 રૂપિયાની નોટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. RBIએ 500 રૂપિયાની નોટને લઈને નવું નિવેદન જાહેર કર્યું છે. વાસ્તવમાં, સ્ટાર માર્કવાળી કેટલીક નોટો બજારમાં ફરતી થઈ રહી છે. જેને સોશિયલ મીડિયા પર નકલી નોટ કહેવામાં આવી રહી છે....
શું તમારી પાસે છે સ્ટાર નિશાનની 500 ની નોટ જાણો rbiનો આ નિયમ
Advertisement

500 રૂપિયાની નોટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. RBIએ 500 રૂપિયાની નોટને લઈને નવું નિવેદન જાહેર કર્યું છે. વાસ્તવમાં, સ્ટાર માર્કવાળી કેટલીક નોટો બજારમાં ફરતી થઈ રહી છે. જેને સોશિયલ મીડિયા પર નકલી નોટ કહેવામાં આવી રહી છે. પરંતુ આરબીઆઈએ હવે આ સ્ટાર માર્કવાળી નોટ અંગે સ્પષ્ટતા આપી છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે આ નોટ પણ અસલી છે અને વાયરલ પોસ્ટમાં જે દાવા કરવામાં આવી રહ્યા છે તે બિલકુલ ખોટા છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી સરકારે 2000 રૂપિયાની નોટનું ચલણ બંધ કર્યું છે, ત્યારથી 500 રૂપિયાની નોટને લઈને લોકોની ચિંતા વધી ગઈ છે.

સ્ટાર વાળી નોટ છે વેલિડ

Advertisement

કેન્દ્રીય બેંકે સ્પષ્ટીકરણ આપ્યું છે કે નોટના નંબર પેનલમાં સ્ટાર નિશાન હશે તો તેની વેલિડિટીને લઈને કેટલાક સોશિયસ મીડિયા પોસ્ટમાં શંકા જાહેર કરાઈ છે. આ સમયે RBI એ ખાસ જાણકારી આપી છે અને કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી, આ નોટ પણ અન્ય નોટની જેમ વેલિડ રહેશે. આ સ્ટારનું નિશાન એ દર્શાવે છે કે તેને બદલાયેલા કે ફરી પ્રિન્ટ કરાયેલા નોટને બદલે જાહેર કરાઈ છે. સ્ટારનું આ નિશાન નોટના નંબર અને તેની પહેલાના અક્ષરોની વચ્ચે રાખવામાં આવ્યું છે.

Advertisement

30 સપ્ટેમ્બર સુધી બદલાવી શકાશે 2000 રૂપિયાની નોટ

RBI ગર્વનરે કહ્યું છે કે જેની પણ પાસે 2000 રૂપિયાની નોટ છે તેને બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકાય છે અથવા બેંકમાં જઈને અન્ય નોટની સાથે ચેન્જ કરાવડાવી શકાય છે. બેંકોએ 2000ની નોટને બદલવાની જરૂરી વ્યવસ્થા કરી છે. 30 સપ્ટેમ્બર સુધીમાં મોટાભાગની 2000ની નોટો બેંકમાં પરત આવશે.

સ્ટાર ચિહ્નિત નોટ્સ પહેલેથી જ ચલણમાં છે

RBI ગર્વન  જણાવ્યું કે સ્ટાર માર્કવાળી નોટો વર્ષ 2006થી ચાલી રહી છે. આ ચલણી નોટો વર્ષ 2006માં રજૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર સ્ટાર સિમ્બોલવાળી 10, 20 અને 50 રૂપિયાની નોટો છાપવામાં આવતી હતી. હવે મોટી નોટો પણ છાપવામાં આવી રહી છે. જ્યારે પણ આવી ચલણી નોટો જારી કરવામાં આવે છે, ત્યારે તેમના પેકેટ પર એક સ્ટ્રીપ મૂકવામાં આવે છે. ઉપર લખેલું છે કે પેકેટમાં સ્ટાર સિમ્બોલવાળી નોટ્સ છે જેથી તેને ઓળખી શકાય.

આ પણ  વાંચો -જાપાન અને જર્મનીને પણ પાછળ છોડી ભારત 2027 સુધીમાં બની જશે વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર

Tags :
Advertisement

.

×