એલોન મસ્કનો ઇતિહાસ: નેટવર્થ $500 બિલિયનને પાર કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ
- વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ મસ્કનો ઈતિહાસ (Elon Musk Net Worth)
- 500 બિલિયન ડોલર સંપત્તિવાળા પ્રથમ વ્યક્તિ બન્યા
- ટેસ્લાના શેરમાં ઉછાળો થતાં નેટવર્થમાં થયો વધારો
- 5 વર્ષમાં મસ્કની નેટવર્થમાં 20 ગણો વધારો નોંધાયો
- 2020થી સતત વધી રહી છે ઈલોન મસ્કની સંપત્તિ
Elon Musk Net Worth : વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કએ એક નવો ઇતિહાસ રચ્યો છે. ફોર્બ્સના અહેવાલ મુજબ, મસ્ક વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે જેમની કુલ નેટવર્થ $500 બિલિયન (અબજ ડોલર)ના આંકને સ્પર્શી ગઈ છે. આ સિદ્ધિ મુખ્યત્વે તેમની કંપની ટેસ્લા (Tesla)ના શેરોના મૂલ્યમાં થયેલા જોરદાર વધારાને આભારી છે.
મસ્ક આ પહેલા $300 બિલિયન અને $400 બિલિયનના આંકને પાર કરનારા પણ પ્રથમ વ્યક્તિ હતા. અત્યાર સુધી માત્ર બે જ વ્યક્તિ $300 બિલિયનના આંકને વટાવી શક્યા છે, જેમાં મસ્ક પછી ઓરેકલ (Oracle)ના સ્થાપક લેરી એલિસનનો સમાવેશ થાય છે, જેઓ હાલમાં વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ છે.
નેટવર્થ $500 બિલિયનને પાર
ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનર્સની યાદી અનુસાર, બુધવારે જ્યારે શેરબજારમાં ટેસ્લાના શેર તેમની દિવસની ઊંચી સપાટીએ હતા, ત્યારે ટેસ્લાના સીઇઓ અને સ્થાપક એલોન મસ્કની નેટવર્થ પ્રથમ વખત $500 બિલિયનના આંકને સ્પર્શી ગઈ હતી. જોકે, બજાર બંધ થયા પછી તેમની નેટવર્થમાં નજીવો ઘટાડો થયો છે, પરંતુ તે હજુ પણ $500 બિલિયનના લક્ષ્યાંકથી ખૂબ નજીક છે. જો ગુરુવારે પણ શેરોમાં વધારો ચાલુ રહેશે, તો આ આંકડો વધુ આગળ વધશે. ફોર્બ્સની યાદી મુજબ, બુધવારે મસ્કની નેટવર્થમાં $8.3 બિલિયનનો વધારો થયો, જેના પગલે તેમની કુલ સંપત્તિ $499.1 બિલિયન પર પહોંચી ગઈ.
BREAKING: Elon Musk is now the first person in history to exceed a net worth of $500 Billion 🤯
That's more than the combined net worth of Jeff Bezos $233.5B and Mark Zuckerberg $245.7B.
He's gained $245 billion in wealth in just the past year alone. pic.twitter.com/rMl0N7wbtf
— Ask Perplexity (@AskPerplexity) October 1, 2025
પાંચ વર્ષમાં 20 ગણી વધી સંપત્તિ (Elon Musk Net Worth)
એલોન મસ્કની સંપત્તિમાં વર્ષ 2020થી અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. ફોર્બ્સના આંકડા મુજબ, 2020માં તેમની નેટવર્થ માત્ર $25 બિલિયન હતી. એટલે કે, માત્ર પાંચ વર્ષના ગાળામાં તેમની સંપત્તિમાં 20 ગણો વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં પણ મસ્કની સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે.
'ટેસ્લાના શેરમાં ઉછાળો (Elon Musk Net Worth)
બુધવારે ટેસ્લાના શેરમાં 3%થી વધુનો ઉછાળો જોવા મળ્યો, જેનાથી મસ્કની સંપત્તિએ ઐતિહાસિક સ્તરને સ્પર્શ કર્યો. કંપનીના શેર 3.31%ના વધારા સાથે $459.46 પર બંધ થયા હતા, જ્યારે કારોબારી સત્ર દરમિયાન તે $462.29ના આંકડાને પણ વટાવી ગયા હતા. ચાલુ વર્ષમાં ટેસ્લાના શેરમાં 21%થી વધુનો ઉછાળો આવ્યો છે. મસ્કના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનમાંથી બહાર નીકળ્યા બાદથી ટેસ્લાના શેરમાં 100%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. 8 એપ્રિલે કંપનીના શેર $221.86 પર બંધ થયા હતા, ત્યારથી તેમાં 107%નો વધારો થયો છે.
આ પણ વાંચો : અબજોપતિની યાદીમાં પહેલીવાર શાહરૂખ ખાનની એન્ટ્રી, મુકેશ અંબાણી નંબર-1 બરકરાર


