Flipkart BBD Sale માં એકદમ સસ્તા ભાવે મળશે iPhone, આજે જ જાણી લો ઓફર
- Flipkart એકદમ આકર્ષક ઓફર લઇને આવ્યું છે
- Big Billion Days Sale માં ક્યારે વિચાર્યું નહીં હોય તેવા ભાવમાં આઇફોન મળશે
- અલગ અલગ કેટેગરીના ફોન પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી
Flipkart BBD Sale : જો તમે iPhone ખરીદવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે, iPhone 17 સિરીઝ લોન્ચ થતાંની સાથે જ iPhone ના જૂના મોડલ્સની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. હવે ધમાકેદાર ડિસ્કાઉન્ડ ઓફર સાથેનો Flipkart Big Billion Days Sale 2025, ઈ-કોમર્સ શોપિંગ સાઇટ Flipkart પર શરૂ થવા જઈ રહ્યો છે. આ સેલમાં, ફ્લેગશિપ મોડલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળવાનું છે. Flipkart એ ડીલ પ્રાઈસ પણ જાહેર કરી છે. જેમાં iPhone 14 ની કિંમત 39,999 રૂપિયાથી શરૂ થઈ રહી છે. તે જ સમયે, iPhone 16 Pro ની કિંમત પણ 70 હજારથી ઓછી થઈ ગઈ છે.
iPhone 16 ની કિંમતોમાં ઘટાડો
Flipkart Big Billion Days Sale શરૂ થાય તે પહેલાં જ, Flipkart એ iPhone પર સેલમાં ડીલ ઉપલબ્ધ કરાવી છે. આ સેલમાં iPhone 16 ની વાત કરીએ તો, આ મોડેલની કિંમત 51,999 રૂપિયાથી શરૂ થશે. હાલમાં આ મોડેલ Flipkart પર 74,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે લિસ્ટેડ છે. આ સાથે, તેમાં એક સારી એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, Big Billion Days સેલમાં, iPhone 16 પર 22 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
iPhone 16 Pro પર પણ શાનદાર ડીલ
સાથે જ Flipkart એ Pro મોડેલની કિંમત પણ જાહેર કરી છે. Big Billion Days સેલમાં, iPhone 16 Pro ની કિંમત 69,999 રૂપિયાથી શરૂ થશે. 1,19,900 રૂપિયામાં લોન્ચ થયેલા iPhone 16 Pro ની કિંમત હાલમાં Flipkart પર 1,12,900 રૂપિયાથી શરૂ થાય છે. આ સ્થિતિમાં, Flipkart સેલમાં Pro મોડેલ પર લગભગ 42 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ઉપરાંત, Flipkart સેલમાં Pro મોડેલ પર એક્સચેન્જ ઓફર અને બેંક ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે. જેના કારણે પ્રો-મોડેલની કિંમતમાં વધુ ઘટાડો થશે.
આઇફોન 16 પ્રો મેક્સ પર પણ ડિસ્કાઉન્ટ મળશે
આઇફોન 16 પ્રો મેક્સ પ્રેમીઓ માટે પણ સારા સમાચાર છે. Flipkart Big Billion Days Sale 2025 માં આઇફોન 16 પ્રો મેક્સની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ સેલમાં, આઇફોન 16 પ્રો મેક્સની કિંમત 89,999 રૂપિયાથી શરૂ થશે. 1,44,900 રૂપિયામાં લોન્ચ થયેલા આઇફોન 16 પ્રો મેક્સની કિંમત હાલમાં ફ્લિપકાર્ટ પર 1,37,900 રૂપિયાથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, ફ્લિપકાર્ટ સેલમાં પ્રો મેક્સ મોડેલ પર 48 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ઉપરાંત, ફ્લિપકાર્ટ સેલમાં પ્રો મોડેલ પર એક્સચેન્જ ઓફર અને બેંક ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે. જેના કારણે પ્રો મેક્સ મોડેલની કિંમતમાં વધુ ઘટાડો થશે.
આ પણ વાંચો ----- Business : ઊંચા વળતર માટે ભારતના FMCG, IT અને ઓટો સેક્ટર ટોચ પર


