GST Slab : રાજ્યમાં GST સ્લેબમાં ફેરફાર મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈનું મહત્ત્વનું નિવેદન
- રાજ્યમાં GST Slab માં ફેરફાર મુદ્દે નાણામંત્રીનું મહત્ત્વનું નિવેદન
- ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની અગાઉ મિટિંગ મળી : કનુ દેસાઈ
- "જીએસટી કાઉન્સિલની આવતીકાલથી 2 દિવસ બેઠક મળશે"
- "હેલ્થ-લાઈફ ઇન્શ્યોરન્સમાં જીએસટી ઘટાડાનો નિર્ણય લેવાઈ શકે"
Gandhinagar : રાજ્યમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સ્લેબમાં ફેરફાર મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈનું (Kanu Desai) મહત્ત્વની નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની અગાઉ મિટિંગ મળી ચૂકી છે. આવતીકાલથી જીએસટી કાઉન્સિલની (GST Council) બે દિવસીય બેઠક મળશે, જેમાં જીએસટી ટેક્સ સ્લેબની નવી રચના અંગે ચર્ચા થશે. હેલ્થ-લાઈફ ઇન્શ્યોરન્સમાં GST ઘટાડાનો નિર્ણય લેવાઈ શકે છે.
આ પણ વાંચો - Kharif Crops msp :ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ
GST કાઉન્સિલની આવતીકાલથી 2 દિવસ બેઠક મળશે : કનુ દેસાઈ
રાજ્યમાં થનારા જીએસટી સ્લેબમાં ફેરફાર અને આગામી જીએસટી કાઉન્સિલની બેઠક અંગે નાણામંત્રી કનુ દેસાઈએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે માહિતી આપી કે, અગાઉ ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની (GoM) બેઠક મળી ચૂકી છે, જેમાં GST Slab ની રચના અને ટેક્સ દરોમાં ફેરફાર અંગે ચર્ચા થઈ હતી. ત્યારે હવે આવતીકાલથી જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક મળવાની છે, જેમાં GST સ્લેબની નવી રચના અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો - Amreli's Ishwariya Primary School : ખાનગી શાળાઓને પડકારતી ગામડાની સરકારી શાળા
હેલ્થ-લાઈફ ઇન્શ્યોરન્સમાં GST Slab માં ફેરફાર થવાની શક્યતા
નાણામંત્રી કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, હેલ્થ-લાઈફ ઇન્શ્યોરન્સમાં (Health-Life Insurance) GST ઘટાડાનો નિર્ણય લેવાઈ શકે છે. જીએસટીમાં 8 ટકા અને 5 ટકાનો સ્લેબ આવી શકે છે. તેમણે વધુ માહિતી આપતા કહ્યું કે, જીએસટી સ્લેબમાં ઘટાડો થવાથી આવનારા તહેવારનાં દિવસોમાં ટીવી, એરકન્ડિશન સહિતની વસ્તુઓ પણ સસ્તી થશે, જેથી નાગરિકોને મોટી રાહત મળશે.
આ પણ વાંચો - Gujarat: ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર, 3.71 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા


