Amul દૂધનો સ્વાદ હવે વિદેશીઓ પણ માણશે, આ દેશથી થશે શરૂઆત
- AMULએ 4 જૂને એક મોટી જાહેરાત કરી
- Amul દૂધનો હવે વિદેશીઓ પણ માણશે
- AMUL-COVAPએ કરી ભાગીદારી
Amul milk : AMULએ 4 જૂને એક મોટી જાહેરાત કરી છે. AMULએ જાહેરાત કરતા કહ્યું કે તેને સ્પેન અને યૂરોપીય સંઘમાં અમૂલ દૂધ વેચવા માટે સ્પેનની પ્રથમ સહકારી સંસ્થા કો-ઓપરેટિવ ગનેડેરા ડેલ વેલે ડે લોસ પેડ્રોચેસની (COVAP) સાથે ભાગીદારી કરી છે. હવે ટુંક સમયમાં જ અન્ય દેશોમાં અમૂલનું દૂધ વેચાશે.
વિદેશમાં વેચાશે અમૂલનું દૂધ
અમૂલે કહ્યું કે આ ભાગીદારી દ્વારા અમૂલ દૂધ શરૂઆતમાં મેડ્રિડ,બાર્સિલોના અને ત્યારબાદ પોર્ટુગલના મલાગા,વાલેન્સિયા,એલિકાંટે,સેવિલે, કોર્ડોબા અને લિસ્બનમાં વેચાણ કરશે.અમૂલના MD જયન મહેતાએ કહ્યું કે અમે એક પ્રતિષ્ઠિત સ્પેનિશ ડેરી સહકારી સંસ્થાની સાથે જોડાઈને ખુબ જ સન્માનિત અને ગર્વ અનુભવીએ છીએ. તેમને કહ્યું અમને પુરો વિશ્વાસ છે કે વર્ષ 2025માં સંયૂક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય સહકારિયા વર્ષમાં અમારી ટીમે અમૂલ બ્રાન્ડને દુનિયાભરમાં દરેક ભારતીયને નજીક લાવશે અને સહકારી સમિતિઓની વચ્ચે સહયોગની શક્તિનું પ્રદર્શન કરશે.
આ પણ વાંચો -India FDI : ભારતે પાકિસ્તાનને ફરી આપ્યો મોટો ઝટકો, લીધો આ મહત્વનો નિર્ણય
દેશના ખેડૂતોને પણ થશે મોટો ફાયદો
ભવિષ્યમાં અમૂલ જર્મની, ઈટલી અને સ્વિટ્ઝરલેન્ડ સહિત અન્ય યૂરોપીય દેશોમાં દૂધ અને અન્ય ઉત્પાદનો વેચાણ કરવાની પણ યોજના બનાવી રહી છે. COVAPના અધ્યક્ષે કહ્યું કે અમૂલની સાથે આ ભાગીદારી અમે સ્પેનમાં પોતાની બ્રાન્ડને વધારવામાં મદદ કરશે. જેનાથી ના માત્ર અમારી ડેરીના ખેડૂત સભ્યને પણ ભારતના પણ ડેરીના ખેડૂત સભ્યને લાભ થશે. ઉલ્લેખનીય છે કે અમૂલ આજે 30 લાખ લીટરથી વધારે દૂધની ક્ષમતા સાથે ચાલી રહ્યો છે. આ કંપનીએ લાખો લોકોને રોજગાર પણ આપ્યો છે.