ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, બજારમાં ખળભળાટ
- ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી આપ્યુ રાજીનામું
- હવે તેઓ કંપનીના મુખ્ય મેનેજમેન્ટ પર્સનલ રહેશે નહીં
- મનીષ કેજરીવાલની બોર્ડમાં સામેલ કરવાની જાહેરાત
- આ અચાનક રાજીનામા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી
Gautam Adani Resigns: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન ગૌતમ અદાણીએ 5 ઓગસ્ટ, 2025થી તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ ફેરફાર બાદ તેઓ હવે બિન-કાર્યકારી અધ્યક્ષ તરીકે રહેશે અને કંપનીના મુખ્ય મેનેજમેન્ટ પર્સનલ (KMP) ગણાશે નહીં.
કંપનીએ શેર બજારને આ માહિતી આપતા જણાવ્યું કે, "બોર્ડે ગૌતમ એસ. અદાણીને 5 ઓગસ્ટ, 2025થી એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી બિન-કાર્યકારી અધ્યક્ષ તરીકે પુનઃનિયુક્ત કરવાની મંજૂરી આપી છે. પરિણામે, તેઓ હવે કંપનીના મુખ્ય મેનેજમેન્ટ પર્સનલ રહેશે નહીં."
નવા ડિરેક્ટરની નિમણૂક:
ગૌતમ અદાણીને વેપારમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે. તેમના નેતૃત્વમાં, અદાણી ગ્રૂપે સંસાધન, લોજિસ્ટિક્સ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે. બીજી તરફ, APSEZના બોર્ડે મનીષ કેજરીવાલને પણ બોર્ડમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. તેમને આગામી ત્રણ વર્ષ માટે વધારાના ડિરેક્ટર (બિન-કાર્યકારી, સ્વતંત્ર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે શેરધારકોની મંજૂરી પર આધાર રાખે છે. મનીષ કેજરીવાલ એક ખાનગી ઇક્વિટી ફર્મના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર છે.
કંપનીના ત્રિમાસિક પરિણામો:
કંપનીના ત્રિમાસિક પ્રદર્શન વિશે વાત કરતા, APSEZના ફુલ-ટાઇમ ડિરેક્ટર અને CEO, અશ્વિની ગુપ્તાએ જણાવ્યું કે, "આ ક્વાર્ટરમાં 21 ટકાની આવક વૃદ્ધિ અમારા લોજિસ્ટિક્સ અને મરીન બિઝનેસમાં અસાધારણ ગતિને કારણે થઈ છે, જે અનુક્રમે 2 ગણી અને 2.9 ગણી વધી છે."
બજારમાં અટકળો:
ગૌતમ અદાણીના આ અચાનક રાજીનામા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. જોકે, તેમના આ નિર્ણયથી બજારમાં ઘણી અટકળો ચાલી રહી છે. ઘણા નિષ્ણાતો અલગ-અલગ કારણોનો અંદાજ લગાવી રહ્યા છે, પરંતુ આ નિર્ણય પાછળની ચોક્કસ માહિતી હજુ સુધી કોઈની પાસે નથી. આ મામલે જે પણ નવા અપડેટ આવશે, તેની જાણકારી આપતા રહીશું.
આ પણ વાંચો: EPFO Rule Change: EFPO ના નિયમોમાં બદલાવ,પ્રથમ નોકરી સાથે કરવુ પડશે આ કામ