Bajaj Allianz ની જોડી તૂટ્યા બાદ જર્મનીની અગ્રણી વીમા કંપની Reliance સાથે જોડાઈ
- Allianz અને Jio Fin Services વચ્ચે જોઈન્ટ વેન્ચર
- જોઈન્ટ વેન્ચરમાં બંને કંપનીઓએ 50 : 50 ભાગીદારીના કરાર કર્યા છે
- Allianz કંપનીએ બજાજ ફિનસર્વ સાથેની તેની 20 વર્ષ જૂની ભાગીદારીનો અંત આણ્યો
New Delhi : જર્મનીની અગ્રણી વીમા કંપની Allianz કંપનીએ બજાજ ફિનસર્વ સાથેની તેની 20 વર્ષ જૂની ભાગીદારીનો અંત આણી દીધો છે. હવે આ કંપનીએ મુકેશ અંબાણી સાથે હાથ મિલાવ્યા છે. Allianz અને જિયો ફાયનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services) એ ભારતીય વીમા બજારમાં પ્રવેશવા માટે જોઈન્ટ વેન્ચર શરુ કર્યુ છે. બંને દિગ્ગજ કંપનીઓ ભારતીય વીમા બજારમાં એકસાથે પ્રવેશ કરશે.
50 : 50 પાર્ટનરશિપ
જર્મનીની અગ્રણી વીમા કંપની Allianz અને મુકેશ અંબાણીની જિયો ફાયનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services) એ ભારતીય વીમા બજારમાં પ્રવેશવા માટે જોઈન્ટ વેન્ચર શરુ કર્યુ છે. બંને દિગ્ગજ કંપનીઓ ભારતીય વીમા બજારમાં એકસાથે પ્રવેશ કરશે. આ માટે બંને કંપનીઓએ 50 : 50 ભાગીદારીના કરાર કર્યા છે. જીવન વીમા તેમજ અન્ય વીમા ક્ષેત્રે આ કંપનીઓ સાથે કામ કરવા માટે સહમત થઈ છે. જો કે, આ જોઈન્ટ વેન્ચર હજૂ એક પ્રારંભિક તબક્કામાં છે. જેના પર વધુ તબક્કાવાર વ્યવસાયિક પ્રક્રિયાઓ થઈ રહી છે. Allianz કંપનીએ બજાજ ફિનસર્વ સાથેની તેની 20 વર્ષ જૂની ભાગીદારીનો અંત લાવ્યાના 4 મહિના બાદ Reliance સાથે જોઈન્ટ વેન્ચર શરુ કર્યુ છે.
આ પણ વાંચોઃ Stock market : શેરબજારમાં મોટા ઘટાડા સાથે બંધ,સેન્સેક્સમાં 500 પોઈન્ટ તૂટયો
Allianz ની સ્ટ્રેટેજી
ભારતમાં રિઈન્શ્યોરન્સ બજાર હાલમાં બહુ ઓછી કંપનીઓ પૂરતું મર્યાદિત છે. રિઈન્શ્યોરન્સ એટલે વીમા કંપનીઓનો વીમો લેવો. ભારતમાં આ ક્ષેત્રમાં એકમાત્ર સરકારી કંપની GIC Re કાર્યરત છે. મ્યુનિક Re, Swiss Re અને SCOR SE જેવી મોટી વિદેશી કંપનીઓ પણ અહીં કામ કરી રહી છે, પરંતુ તેઓ તેમની શાખાઓ દ્વારા કામ કરે છે. Allianz અને JFSL ભારતમાં એક કંપની બનાવવા માંગે છે અને ભારતીય બજાર સર કરવા માંગે છે. જેથી તેઓ ભારતના વીમા નિયમો અને બજાર સાથે વધુ સારી રીતે જોડાઈ શકશે.
Allianz and Jio Financial Services Limited (JFSL) announced that they have entered into a binding agreement to form a 50:50 domestic reinsurance joint venture in India. For more details, visit https://t.co/COItD9fe8i #Allianz
— Allianz (@Allianz) July 18, 2025
Jio Fin ની સ્ટ્રેટેજી
Jio Fin કંપની ફાયનાન્સિયલ સેક્ટરમાં ઝડપથી પ્રગતિ કરી રહી છે. મુકેશ અંબાણીની આ કંપની લોન, રીકવરી, લીઝિંગ અને વીમા બ્રોકરેજ જેવા કામોમાં સફળતા મેળવી રહી છે. આ ઉપરાંત, Jio Fin એ વિશ્વની સૌથી મોટી સંપત્તિ વ્યવસ્થાપન કંપની BlackRock સાથે ભાગીદારીમાં સંપત્તિ અને સંપત્તિ વ્યવસ્થાપનનું કામ પણ શરૂ કર્યું છે. Allianz સાથેનો આ નવો કરાર Jio Fin ને નાણાકીય સેવાઓનું સંપૂર્ણ પેકેજ પૂરું પાડવામાં મદદ કરશે.
Media Release - Jio Financial Services Limited and Allianz to form 50:50 reinsurance joint venture pic.twitter.com/2oUzaOPQqw
— Reliance Industries Limited (@RIL_Updates) July 19, 2025
આ પણ વાંચોઃ India-US trade deal : શું છે 'Non-veg Milk'? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર


