Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Rate Today: શ્રાવણના સોમવારે સોનું થયુ સસ્તુ, જાણો શું આજનો લેટેસ્ટ ભાવ?

તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે હવે સોના-ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થઈ શકે છે તે મહત્વનું છે.
gold rate today  શ્રાવણના સોમવારે સોનું થયુ સસ્તુ  જાણો શું આજનો લેટેસ્ટ ભાવ
Advertisement
  • તહેવાર નજીક આવતા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
  • 10 ગ્રામ સોનાના ભાવમાં લગભગ 100 રૂપિયાનો ઘટાડો
  • સોનાનો 10 ગ્રામનો આજનો ભાવ 99000 હજાર રૂપિયા
  • ચાંદીનો પ્રતિકિલોનો આજનો ભાવ 1,12,900

નવી દિલ્હી: દેશમાં સોનાના ભાવમાં થઈ રહેલા સતત ઉતાર-ચઢાવ વચ્ચે આજે સોમવારે, 4 ઓગસ્ટ, 2025 ના રોજ સાવનના આખરી સોમવારે કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. જો તમે આ શુભ અવસરે સોના-ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારો મોકો સાબિત થઈ શકે છે.

છેલ્લા સપ્તાહની સરખામણીમાં આજે 10 ગ્રામ સોનાના ભાવમાં લગભગ રૂ.100નો ઘટાડો થયો છે. આજે 24 કેરેટ સોનું રૂ.99,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ.91,400 પ્રતિ 10 ગ્રામ છે.

Advertisement

તહેવાર નજીક આવતા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

Advertisement

મુખ્ય શહેરોમાં ભાવ:

  • દિલ્હી: 24 કેરેટ સોનું રૂ.99,900 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.91,600 પ્રતિ 10 ગ્રામ.
  • મુંબઈ અને કોલકાતા: 24 કેરેટ સોનું રૂ.99,760 અને 22 કેરેટ સોનું રૂ.91,400 પ્રતિ 10 ગ્રામ.
  • નોઈડા અને ગાઝિયાબાદ: 24 કેરેટ સોનું રૂ.99,900 અને 22 કેરેટ સોનું રૂ.91,600 પ્રતિ 10 ગ્રામ.
  • અમદાવાદ: 24 કેરેટ સોનું રૂ.101450 અને 22 કેરેટ સોનું રૂ.93000 પ્રતિ 10 ગ્રામ

ચાંદીના ભાવ:

આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જે આજે રૂ.1,12,900 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. આ ઘટાડાને કારણે ચાંદીના ઘરેણાં અને વસ્તુઓ ખરીદવા માટે પણ આ અનુકૂળ સમય છે

Tags :
Advertisement

.

×