Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Price Today: મહિનાના છેલ્લે દિવસે સોનાના ભાવ ઘટ્યા કે વધારો? જાણો લેટેસ્ટ રેટ

જાણો આજે મુંબઈ, દિલ્હી, જયપુર, અને લખનૌમાં 24 અને 22 કેરેટ સોનાનો ભાવ શું છે અને નિષ્ણાતોની શું છે સલાહ.
gold price today  મહિનાના છેલ્લે દિવસે સોનાના ભાવ ઘટ્યા કે વધારો  જાણો લેટેસ્ટ રેટ
Advertisement
  • સપ્ટેમ્બરના છેલ્લે દિવસે સોનાના ભાવમાં સ્થિરતા (Gold Price Today)
  • ટેરિફ તણાવની અસર સોના ચાંદીના ભાવ પર દેખાઈ
  • 24 કેરેટ સોનાનો ભાવ રૂ 105100 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો

Gold Price Today : આ સપ્તાહે સોનાના ભાવમાં તેજી જોવા મળ્યા બાદ, મહિનાના અંતિમ દિવસે એટલે કે 31 ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. ડૉલરની મજબૂતી અને અમેરિકામાં ચાલી રહેલા નવા ટેરિફ તણાવની અસર સોના-ચાંદીના બજાર પર પણ દેખાઈ રહી છે. આવી આર્થિક અસ્થિરતાના સમયમાં, રોકાણકારો સુરક્ષિત રોકાણ (Safe Haven) વિકલ્પ તરીકે સોના તરફ વળે છે.

TODAY GOLD RATE

TODAY GOLD RATE

Advertisement

આજના સોનાના ભાવ (Gold Price Today)

  • 24 કેરેટ સોનું: 10 ગ્રામ સોનાનો ભાવ રુ.1,05,100 પર સ્થિર છે, જે ગઈકાલના ભાવ જેટલો જ છે.
  • 22 કેરેટ સોનું: 10 ગ્રામ સોનાનો ભાવ રુ.96,350 પર યથાવત છે.
  • 18 કેરેટ સોનું: 10 ગ્રામ સોનાનો ભાવ રુ.78,840 પર સ્થિર રહ્યો છે.

શહેરોમાં શું છે સોનાનો ભાવ?  (Gold Price Today)

  • આજે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 104950 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 96200 રૂપિયા છે.
  • આજે જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 105100 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 96350 રૂપિયા છે.
  • આજે લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 105100 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 96350 રૂપિયા છે.
  • આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 105100 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 96350 રૂપિયા છે.
  • આજે કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 104950 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 96200 રૂપિયા છે.
  • આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 105100 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 96250રૂપિયા છે.
GOLD RATE TODAY

GOLD RATE TODAY

Advertisement

સોનાના ભાવ પર નિષ્ણાતોનો અભિપ્રાય

અહેવાલ મુજબ, સોનું હાલમાં એક મહિનાની ઊંચાઈની નજીક છે અને સપ્તાહ દરમિયાન મજબૂતી સાથે બંધ થવાની શક્યતા છે. નબળા યુએસ ડૉલર અને સુરક્ષિત રોકાણની વધતી માગને કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે.

  • ફેડની નીતિ: બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો લગભગ નિશ્ચિત છે. ફેડના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે પણ સંકેત આપ્યા છે કે આવતા મહિનાથી દર ઘટાડાની શરૂઆત થઈ શકે છે.
  • મોંઘવારીનો ડર: રોકાણકારો હવે આજે જાહેર થનારા પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર (PCE) ઇન્ડેક્સના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, જેનાથી મોંઘવારીના સંકેતો મળી શકે છે. જોકે, ઓગસ્ટ મહિનામાં સોનાએ એપ્રિલ પછીનું સૌથી મજબૂત પ્રદર્શન કર્યું છે.
  • વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી અનિશ્ચિતતાઓને કારણે સોનું રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ બની રહ્યું છે.

આ પણ વાંચો :  Silver hallmarking : ચાંદીના દાગીના પર પણ લાગશે હોલમાર્ક, જાણો 1 સપ્ટેમ્બરથી શું બદલાશે?

Tags :
Advertisement

.

×