Gold Price Today: એક જ દિવસમાં સોનાના ભાવમાં રૂ.1000નો વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- સોનાના ભાવમાં ફરી એક વખત વધારો (Gold price today)
- ચાંદીના ભાવ આજે સ્થિર રહ્યા
- સોનાના ભાવમાં 1 હજાર રૂપિયા વધ્યા
- સોનાનો ભાવ 1 લાખને 2 હજારને પાર
- ચાંદીનો ભાવ 1,12,900 પર સ્થિર
- ટ્રમ્પને કારણે સોનાના ભાવમાં વધારો
- ટેરિફને કારણે લોકો હાલ સોનામાં કરી રહ્યા છે રોકાણ
- સોનાના ભાવમાં હાલ મજબૂત તેજી હોવાનો નિષ્ણાંતોનો મત
Gold price today : દેશમાં સોનાના ભાવમાં આજે, મંગળવાર, 5 ઓગસ્ટ, 2025 ના રોજ મોટો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવ (Gold price today) માં પ્રતિ 10 ગ્રામ રૂ1000 સુધીનો વધારો નોંધાયો છે. બીજી તરફ, ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે.
શહેરોમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ):
- દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ: 24 કેરેટ સોનું રૂ1,01,560 અને 22 કેરેટ સોનું રૂ93,110.
- મુંબઈ અને કોલકાતા: 24 કેરેટ સોનું રૂ1,01,410 અને 22 કેરેટ સોનું રૂ92,960.
- અમદાવાદ: 24 કેરેટ સોનું રૂ 102270 અને 22 કેરેટ સોનું 93750
આ ભાવોમાં વધારો થતાં અને શ્રાવણના મહિનામાં 'મોટા મંગળ'ના દિવસે સોનાની ખરીદી મોંઘી બની ગઈ છે.
ચાંદીના ભાવ (પ્રતિ કિલોગ્રામ):
આજે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના મોટાભાગના રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ ગઈકાલની જેમ જ રૂ1,12,900 પર સ્થિર છે. જે ઘણા દિવસથી આ ભાવની આસપાસ જોવા મળી રહી છે.
સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત, આયાત શુલ્ક, રૂપિયો અને ડૉલર વચ્ચેનો વિનિમય દર અને બજારમાં સોનાની માંગ અને પુરવઠાનું સંતુલન. ભારતમાં સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તહેવારો અને લગ્નોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે, તેથી ભાવમાં થતા ફેરફારની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે.
ટ્રમ્પને કારણે સોનના ભાવ વધ્યો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 25% ટેરિફની જાહેરાત કરી હતી. તે જ સમયે, તેમણે ફરી એકવાર ભારત પર વધુ ટેરિફ લાદવાની વાત કરી છે, જેના પછી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 7 ઓગસ્ટથી અમલમાં આવનારી નવી આયાત જકાત (ટેરિફ)ને કારણે, રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોના તરફ વળી રહ્યા છે.
આ પણ વાંચો: ટેરિફની ધમકી વચ્ચે ભારતે ટ્રમ્પને આપ્યો જડબાતોડ જવાબ , અમેરિકા જ રશિયા સાથે મોટો વેપાર કરે છેઃ ભારત


