Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં તેજી! જાણો 24-22 કેરેટ સોનાની કિંમત
- Gold Price Today
- સોના-ચાંદીના ભાવમાં સતત તેજી! રોકાણકારોમાં ઉત્સાહ
- સોનાની ચમક વધી! દેશભરમાં ભાવમાં વધારો
- સોનાનો જોરદાર ઉછાળો, ચાંદીના ભાવમાં પણ ભારે વધારો
Gold Price Today : વૈશ્વિક બજારમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ રોકાણકારો સુરક્ષિત રોકાણ ગણાતા સોના તરફ વળ્યા છે. છેલ્લા 2 દિવસમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાલો જાણીએ આજના બજારની સ્થિતિ વિશે.
સોનાના ભાવને કયું પરિબળ આપી રહ્યું છે વેગ?
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ (Gold Price) વધવા પાછળનું મુખ્ય કારણ યુએસ ફેડરલ રિઝર્વ (US Fed) તરફથી વ્યાજ દરોમાં સંભવિત ઘટાડાની અપેક્ષા છે. જ્યારે વ્યાજ દર ઘટે છે, ત્યારે અન્ય કરન્સીની સરખામણીમાં યુએસ ડૉલર નબળો પડે છે. ડૉલર નબળો પડતાં, સોનામાં રોકાણ કરવાનું આકર્ષણ વધે છે, કારણ કે સોનું ડૉલરમાં ખરીદવામાં આવે છે અને તે સસ્તું બને છે. બે દિવસમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો જેમા, 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹660 નો વધારો જ્યારે 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹610 નો વધારો નોંધાયો છે. આજના દિવસે પણ, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹10 નો સામાન્ય વધારો નોંધાયો છે.
તમારા શહેરમાં આજે Gold Price (2 ડિસેમ્બર, 10 ગ્રામ)
દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં નાનો તફાવત જોવા મળે છે, જે ટ્રાન્સપોર્ટેશન અને સ્થાનિક કરને આભારી છે.
| શહેર | 24 કેરેટ સોનું (₹) | 22 કેરેટ સોનું (₹) |
| દિલ્હી | ₹1,30,640 | ₹1,19,760 |
| મુંબઈ, ચેન્નઈ, કોલકાતા | ₹1,30,490 | ₹1,19,610 |
| અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા | ₹1,30,540 | ₹1,19,660 |
ચાંદીનો સતત વધી રહ્યો છે ભાવ
સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. દિલ્હીમાં ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરનો ઉછાળાની વાત કરીએ તો દિલ્હીમાં સતત 2 દિવસ ચાંદીના ભાવમાં ₹3,100 પ્રતિ કિલો નો વધારો થયો છે. જ્યારે આજના ભાવની વાત કરીએ તો આજે, 2 ડિસેમ્બરે, દિલ્હીમાં ચાંદી ₹1,88,100 પ્રતિ કિલો વેચાઈ રહી છે, જેમાં પ્રતિ કિલોગ્રામ ₹100 નો વધારો નોંધાયો છે. વળી મુંબઈ અને કોલકાતામાં દિલ્હી જેટલો જ ભાવ જોવા મળ્યો છે. ચેન્નઈમાં ચાંદીનો ભાવ ₹1,96,100 પ્રતિ કિલોગ્રામ છે, જે 4 મુખ્ય મહાનગરોમાં સૌથી વધુ છે.
(નોંધ: આ ભાવ લેખન સમયે બજારમાં પ્રવર્તતા સરેરાશ ભાવ છે અને જ્વેલરીની દુકાનોમાં મેકિંગ ચાર્જ અને GST લાગુ પડતા અંતિમ કિંમતમાં તફાવત આવી શકે છે.)
આ પણ વાંચો : સોનું બન્યું થોડું સસ્તું! મોટો ઉછાળો આવ્યા પછી ખરીદીનો સારો સમય?


