Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Price Today : નવરાત્રીના સાતમા દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ

દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિતના મુખ્ય શહેરોના ભાવ જાણો. ડોલરની નબળાઈ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનું રોકાણકારોની પ્રથમ પસંદગી.
gold price today    નવરાત્રીના સાતમા દિવસે સોના ચાંદીના ભાવમાં વધારો  જાણો  લેટેસ્ટ રેટ
Advertisement
  • સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઉછાળો (Gold Price Today)
  • સોનાના ભાવમાં સપ્તાહના પ્રથમ દિવસે 500 વધ્યા
  • ચાંદીના ભાવ હાલમાં રુ. 1,48,900/કિલો છે

Gold Price Today : નવરાત્રિના શુભ અવસર વચ્ચે આજે, સોમવાર 29 સપ્ટેમ્બર 2025ના રોજ, સોના-ચાંદીના ભાવોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. ડોલરની નબળાઈ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ દરમિયાન વ્યાજદરોમાં કાપ મૂકવાની અપેક્ષાને કારણે સોનું તેના ઐતિહાસિક ઊંચા સ્તરની નજીક પહોંચી ગયું છે.

આજે દેશભરમાં સોનું ગયા સપ્તાહની તુલનામાં લગભગ રુ.500 પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. તહેવારોની માંગ, આંતરરાષ્ટ્રીય બજારોમાં ડોલરની નબળાઈ અને વૈશ્વિક અર્થતંત્રની અનિશ્ચિતતા જેવા પરિબળોએ સોના-ચાંદી બંનેને ઊંચા સ્તરે પહોંચાડી દીધા છે.

Advertisement

Gold price today

Gold price today

Advertisement

વિવિધ શહેરોમાં સોનાનો ભાવ (Gold Price Today,)

  • દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,15,620 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,990 પ્રતિ 10 ગ્રામ છે.
  • નોઇડામાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,15,620 પ્રતિ 10 ગ્રામ છે, અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,990 પ્રતિ 10 ગ્રામ છે.
  • ગાઝિયાબાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,15,620 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,990 પ્રતિ 10 ગ્રામ છે.
  • લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,15,620 પ્રતિ 10 ગ્રામ છે, અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,990 પ્રતિ 10 ગ્રામ છે.
  • જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,15,620 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,990 પ્રતિ 10 ગ્રામ છે.
  • પટનામાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,15,470 પ્રતિ 10 ગ્રામ છે, અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,840 પ્રતિ 10 ગ્રામ છે.
  • ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,15,470 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,840 પ્રતિ 10 ગ્રામ છે.
  • મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,15,470 પ્રતિ 10 ગ્રામ છે, અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,840 પ્રતિ 10 ગ્રામ છે.
  • કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,15,470 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,840 પ્રતિ 10 ગ્રામ છે.

એક કિલો ચાંદીના ભાવ

ચાંદીના ભાવ હાલમાં રુ. 1,48,900/કિલો છે, અને નિષ્ણાતો માને છે કે તે ટૂંક સમયમાં રૂ.1,50,000 સુધી પહોંચી શકે છે. ચાંદીએ પણ રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાંદીના ભાવ સતત રૂ.1 લાખ/કિલોથી ઉપર રહ્યા છે. છેલ્લા 20 વર્ષમાં, તેમાં 668% થી વધુનો વધારો જોવા મળ્યો છે.

TODAY GOLD PRICE

જાણો તમારા શહેરનો લેટેસ્ટ ગોલ્ડ રેટ

સોનું કેમ બન્યું રોકાણકારોની પ્રથમ પસંદગી? (Gold Price Today,)

સોનું વૈશ્વિક બજારમાં રોકાણકારો માટે સલામત સ્થળ (Safe Haven) તરીકે ઊભરી આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજાર: રોઇટર્સના અહેવાલ મુજબ, સ્પોટ ગોલ્ડ (Spot Gold) $3,776.72 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે ગયા સપ્તાહના $3,790.82ના ઐતિહાસિક સ્તરની નજીક છે.

વીસ વર્ષનો ગ્રોથ: છેલ્લા 20 વર્ષો (2005 થી 2025)માં સોનાના ભાવોમાં લગભગ 1,200% નો જંગી ઉછાળો આવ્યો છે. વર્ષ 2005માં જ્યાં 10 ગ્રામ સોનાનો ભાવ રુ.7,638 હતો, તે હવે રુ.1 લાખ પ્રતિ 10 ગ્રામના આંકડાને પાર કરી ગયો છે.

2025નું પ્રદર્શન: આ વર્ષે અત્યાર સુધીમાં (YTD) સોનામાં લગભગ 31%ની વૃદ્ધિ નોંધાઈ છે, જે તેને 2025ની સૌથી મજબૂત એસેટ ક્લાસ બનાવે છે. રોકાણકારોની સતત ખરીદીને કારણે ભાવો ઊંચા સ્તરે ટકી રહ્યા છે.

આ પણ વાંચો :   'ભવિષ્યમાં 40 ટકા કામો AI કરી દેશે', OpenAI ના CEO એ કહી મોટી વાત

Tags :
Advertisement

.

×