Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Rate : ટ્રમ્પના ટેરિફ પ્લાન વચ્ચે સોનાનો ભાવ સાતમા આસમાને

Gold Rate : ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાન સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. ટ્રમ્પના આ એક નિર્ણયથી વિશ્વભરના રોકાણકારોમાં ફરી એકવાર અનિશ્ચિતતા વધી ગઈ છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત રોકાણ માટે સોના તરફ વળ્યા છે.આના...
gold rate   ટ્રમ્પના ટેરિફ પ્લાન વચ્ચે સોનાનો ભાવ સાતમા આસમાને
Advertisement

Gold Rate : ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાન સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. ટ્રમ્પના આ એક નિર્ણયથી વિશ્વભરના રોકાણકારોમાં ફરી એકવાર અનિશ્ચિતતા વધી ગઈ છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત રોકાણ માટે સોના તરફ વળ્યા છે.આના કારણે ભારત સહિત ઘણા મોટા બજારોમાં સોનામાં(Gold Rate) રોકાણ વધ્યું છે

સોનાના ભાવમાં તીવ્ર વધારો નોંધાયો (Gold Rate)

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાનના એક દિવસ બાદ સોનાના ભાવમાં તીવ્ર વધારો નોંધાયો છે. ટ્રમ્પે 6 ઓગસ્ટથી ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આના કારણે ભારત સહિત ઘણા મોટા બજારોમાં સોનામાં રોકાણ વધ્યું છે, જેના કારણે સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.મળતી માહિતી અનુસાર ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશને જણાવ્યું હતું કે ગુરુવારે સોનાના ભાવમાં 3,600 રૂપિયાનો વધારો થયો હતો. આનાથી સોનાનો ભાવ 1,02,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઇ લેવલે પહોંચી ગયો છે.

Advertisement

ચાંદીના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો (Gold Rate)

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, બુધવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 99,020 રૂપિયા હતો. ગુરુવારે દિલ્હીમાં સોનાની કિંમત 3,600 રૂપિયા વધીને 1,02,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ.આ સાથે એવું કહેવામાં આવ્યું કે, ગુરુવારે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ 3,600 રૂપિયા વધીને 1,02,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે કિંમત 1,14,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

Advertisement

આ પણ  વાંચો -Trump Tariff : અમેરિકાના આ અબજોપતિનું ભારત અંગે ચોકવનારું નિવેદન

MCX પર પણ ભાવ વધ્યા

  • ઓક્ટોબર ડિલિવરી માટેનું સોનું 893 અથવા 0.88 % વધીને 10 ગ્રામ દીઠ 1,02,155 પર પહોંચ્યું.
  • ડિસેમ્બર ડિલિવરી કોન્ટ્રાક્ટ 80 અથવા 0.86% વધીને 1,03,047 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો.
  • સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી ₹1,503 અથવા 1.32% વધીને ₹1,15,158 પ્રતિ કિલો થઈ ગઈ.

આ પણ  વાંચો -China Support India: ભારતના સમર્થનમાં આવ્યું ચીન, 'ટેરિફ બોમ્બ' પર આપ્યું મોટું નિવેદન

આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પોટ ગોલ્ડ મજબૂત રહ્યું છે

ન્યૂ યોર્કમાં સ્પોટ ગોલ્ડ 9.76 USD અથવા 0.29% વધીને USD 3,379.15 પ્રતિ ઔંસ પર પહોંચ્યો. સ્પોટ સિલ્વર 1.37% વધીને USD 38.34 પ્રતિ ઔંસ પર પહોંચ્યો. LKP સિક્યોરિટીઝના VP, જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ અને યુએસ-રશિયા વચ્ચે સંભવિત નવા પ્રતિબંધોએ સોનાને ટેકો આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું USD 3,375 થી ઉપર મજબૂત રહ્યું છે.

ટ્રમ્પે ચિપ્સની આયાત પર 100% ટેરિફની ચેતવણી આપી છે

 યુએસ પ્રમુખ ટ્રમ્પે ચિપ્સની આયાત પર 100% ટેરિફની ચેતવણી આપી છે. આ ઉપરાંત, આ અઠવાડિયે નવા ફેડ ચેરની જાહેરાત પણ થવાની સંભાવના છે, જે સોનાના ભાવને વધુ અસર કરી શકે છે. જેમાં રોકાણકારો યુએસ બેરોજગારીના ડેટાની રાહ જોઈ રહ્યા છે, જે નજીકના ભવિષ્યમાં વ્યાજ દરો અને બુલિયન બજારની દિશા નક્કી કરવામાં મદદ કરશે.

Tags :
Advertisement

.

×