Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Rate Today:રક્ષાબંધન પર સોનું થયું સસ્તું, જાણો અમદાવાદ સહિતના શહેરોમાં ભાવ જાણો

રક્ષાબંધનના તહેવાર પર સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જાણો 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના લેટેસ્ટ ભાવ. ટ્રમ્પના ટેરિફનો નિર્ણય પણ જવાબદાર.
gold rate today રક્ષાબંધન પર સોનું થયું સસ્તું  જાણો અમદાવાદ સહિતના શહેરોમાં ભાવ જાણો
Advertisement
  • રક્ષાબંધનના ભાવ(Gold Rate Today)માં સોનાનો ભાવ ઘટ્યો
  • ટેરિફ વધતા સોના-ચાંદીના ભાવ ઘટ્યા
  • ટેરિફના નિર્ણય બાદ વૈશ્વિક બજારમાં હલચલ

Gold Rate Today: રક્ષાબંધનના પાવન પર્વ પર આજે દેશના સોની બજારમાં સોનાના ભાવમાં (Gold Rate Today) ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી સતત વધી રહેલા સોનાના ભાવમાં ઘટાડો થતા બહેનોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, કારણ કે આ તહેવાર પર ભાઈઓ ઘણીવાર બહેનોને સોનાના દાગીના ભેટ તરીકે આપતા હોય છે.

ટ્રમ્પના ટેરિફનો નિર્ણય અને તેની અસર(Gold Rate Today)

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 6 ઓગસ્ટના રોજ એક મોટો નિર્ણય લેતા ભારત પર 25% વધારાની ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, જેના કારણે હવે ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. આ નિર્ણય બાદથી વૈશ્વિક બજારોમાં હલચલ મચી ગઈ છે, જેની સીધી અસર ભારતમાં સોના-ચાંદીના ભાવ પર પણ જોવા મળી રહી છે.

Advertisement

Gold Price Today

Gold Price Today

Advertisement

આજના સોનાના ભાવ (Gold Rate Today):

  • 24 કેરેટ સોનું: આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,190 છે, જે ગઈકાલના ભાવ રૂ1,03,460 કરતાં ઓછો છે.
  • 22 કેરેટ સોનું: 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,600 પ્રતિ 10 ગ્રામ છે, જે ગઈકાલના ભાવ રૂ94,850 કરતાં ઘટ્યો છે.
  • 18 કેરેટ સોનું: 18 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે, અને તે આજે રૂ77,400 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે, જ્યારે ગઈકાલે તે રૂ77,610 હતો.

શહેર મુજબ આજનો સોનાનો ભાવ

  1. મુંબઈમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,040 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,450 છે.
  2. કોલકાતામાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,040 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,450 છે.
  3. જયપુરમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,190 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,600 છે.
  4. લખનૌમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,190 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,600 છે.
  5. દિલ્હીમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,190 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,600 છે.
  6. અમદાવાદમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,090 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,500 છે.

આ પણ વાંચો: Building Collapsed : દિલ્હીના જેતપુરમાં ભારે વરસાદથી દિવાલ ધસી પડી, 7 લોકોના મોત

Tags :
Advertisement

.

×