Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold-Silver Rate : સોનું પ્રથમવાર 1 લાખ 5 હજારને પાર, ચાંદીમાં રેકોર્ડ ઉછાળો

સોના અને ચાંદીના ભાવ રોકેટ ગતિએ (Gold-Silver Rate) પહેલીવાર 1 લાખ 5 હજારને પાર ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઉછાળો સ્થાનિક બજારમાં પણ સોનું ચમક્યું Gold-Silver Rate : સોના અને ચાંદી (Gold-Silver Rate)ના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે. એક...
gold silver rate   સોનું પ્રથમવાર 1 લાખ 5 હજારને પાર  ચાંદીમાં રેકોર્ડ ઉછાળો
Advertisement
  • સોના અને ચાંદીના ભાવ રોકેટ ગતિએ (Gold-Silver Rate)
  • પહેલીવાર 1 લાખ 5 હજારને પાર
  • ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઉછાળો
  • સ્થાનિક બજારમાં પણ સોનું ચમક્યું

Gold-Silver Rate : સોના અને ચાંદી (Gold-Silver Rate)ના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે. એક તરફ MCX પર સોનાના ભાવે તેના બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને પહેલીવાર 10 ગ્રામ દીઠ 1,05,729 રૂપિયાના નવા ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઉછાળો આવ્યો છે અને આ કિંમતી ધાતુ 1,24,990 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. માત્ર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં જ નહીં, પરંતુ સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.

Advertisement

MCX પર સોના અને ચાંદીમાં તોતિંગ ઉછાળો

3 ઓક્ટોબરના રોજની એક્સપાયરીવાળો MCX પર સોનાનો ભાવ સોમવારે અઠવાડિયાના પહેલા દિવસની ટ્રેડિંગ વખતે રૂ. 1,03,899 પર ખુલ્યો અને પછી બપોરે 12 વાગ્યાની આસપાસ તે રૂ. 1,05,729 ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો. તેમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1830 નો મજબૂત ઉછાળો નોંધાયો. માત્ર સોના જ નહીં, પરંતુ ચાંદીના ભાવમાં પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઘણો મોટો ઉછાળો આવ્યો અને તે રૂ. 3000 પ્રતિ કિલોના ઉછાળા સાથે રૂ. 1,24,990 ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ.

Advertisement

આ પણ  વાંચો -Gold Price Today : આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો: જાણો આજના લેટેસ્ટ રેટ

સ્થાનિક બજારમાં પણ સોનું ચમક્યું

માત્ર MCX પર જ નહીં, પરંતુ સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. જો તમે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન IBJA.Com ની વેબસાઇટ પર અપડેટ કરાયેલા દરો પર નજર નાખશો તો29 ઓગસ્ટના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,02,388 રૂપિયા હતો, પરંતુ સોમવારે સવારે તે 10 ગ્રામ દીઠ 1,04,792 રૂપિયા પર પહોંચી ગયો. આનો અર્થ એ થયો કે સોનું 10 ગ્રામ દીઠ 2,404 રૂપિયા મોંઘું થયું છે.

આ પણ  વાંચો -ભારતનો GDP વૃદ્ધિદર 7.8 ટકા પહોંચ્યો, નક્કર અર્થવ્યવસ્થાના સંકેત

ચાંદીના ભાવમાં  તેજી

બીજી તરફ, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 28,630 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે જો આપણે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવની વાત કરીએ તો તેમાં પણ સોનાની જેમ વધારો થયો છે. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શુક્રવાર, 29 ઓગસ્ટે, એક કિલો ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,17,572 હતો, જે સોમવારે ભાવ ખુલતાની સાથે જ 1,23,250 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. જો આપણે આ મુજબ ગણતરી કરીએ, તો ચાંદી એક જ વારમાં 5,678 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ ગઈ.

Tags :
Advertisement

.

×