Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! 24 કેરેટ ગોલ્ડ 1,24,090, જાણો તમારા શહેરનો રેટ

તહેવારોની સિઝનમાં રોકાણકારો માટે મોટી ખબર. સોના-ચાંદીના આજના નવા ભાવ જાણો અને ખરીદીનો નિર્ણય લો.
સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ  24 કેરેટ ગોલ્ડ 1 24 090  જાણો તમારા શહેરનો રેટ
Advertisement
  • કરવાચૌથ પહેલા સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી (Gold Price Today)
  • સતત ચોથા દિવસે સોનાના ભાવમાં આવ્યો વધારો
  • સોનાના ભાવ 24 કેરેટ સોનાનો ભાવ 1,24,000 પહોંચ્યો
  • ચાંદીનો ભાવ રૂ.1,60,100 પ્રતિ કિલો પહોંચ્યો

Gold Price Today : તહેવારોની સિઝન શરૂ થતાં જ દેશભરમાં સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. કરવાચૌથ અને ધનતેરસ પહેલાં રોકાણકારોની ખરીદી વધતાં 9 ઑક્ટોબરના રોજ સતત ચોથા દિવસે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.

Today gold rate

Today gold rate

Advertisement

સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી (Gold Price Today)

ભારતના મુખ્ય બજારોમાં 24-કેરેટ સોનાનો ભાવ રૂ.1,24,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો છે, જે એક નવી ઊંચાઈ છે.

Advertisement

  • દિલ્હીમાં 24-કેરેટ સોનાનો ભાવ રૂ.1,24,090 (નવો રેકોર્ડ) અને 22-કેરેટ સોનાનો ભાવ રૂ.1,13,760 નોંધાયો છે.
  • મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 24-કેરેટ સોનું રૂ.1,23,940 અને 22-કેરેટ સોનું રૂ.1,13,610ની કિંમતે વેચાઈ રહ્યું છે.
  • અમદાવાદ અને ભોપાલમાં 24-કેરેટ સોનાનો ભાવ રૂ.1,23,990 અને 22-કેરેટ સોનાનો ભાવ રૂ.1,13,660 પર પહોંચ્યો છે.
  • જયપુર અને લખનઉમાં 24-કેરેટ સોનાની કિંમત રૂ.1,24,090 અને 22-કેરેટ સોનાની કિંમત રૂ.1,13,760 ચાલી રહી છે.
  • હૈદરાબાદમાં 24-કેરેટ સોનું રૂ.1,23,940 અને 22-કેરેટ સોનું રૂ.1,13,610ના ભાવે વેપાર કરી રહ્યું છે.
  • નૉંધનીય છે કે, રાજધાની દિલ્હીમાં 24-કેરેટ સોનું આજે રૂ.1,24,090 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે, જે અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે.

ચાંદીની ચમક સોના કરતાં પણ વધુ

સોનાની જેમ જ ચાંદીએ પણ આ અઠવાડિયે જોરદાર રફતાર પકડી છે. 9 ઑક્ટોબરે દેશભરમાં ચાંદીના ભાવમાં સરેરાશ રૂ.3,100 પ્રતિ કિલોગ્રામનો મોટો વધારો નોંધાયો છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં ચાંદીનો ભાવ રૂ.1,60,100 પ્રતિ કિલો ચાલી રહ્યો છે. ચેન્નઈ અને હૈદરાબાદ જેવા શહેરોમાં ચાંદીની કિંમત રૂ.1,70,100 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જે અન્ય બજારો કરતાં રૂ.10,000 વધુ છે.

GOLD PRICE TODAY

GOLD PRICE TODAY

ચાંદીના ભાવ વધવાનું મુખ્ય કારણ:

બજાર નિષ્ણાતોના મતે, ચાંદીની કિંમતમાં આ તેજીનું મોટું કારણ ઔદ્યોગિક માંગ (Industrial Demand) છે. ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ અને મેડિકલ ઉપકરણોમાં ચાંદીની વધતી જતી ખપતને કારણે તેની માંગ આસમાને પહોંચી છે. સ્થાનિક બજારમાં ચાંદીની કુલ માંગનો આશરે 60થી 70 ટકા હિસ્સો ઔદ્યોગિક ઉપયોગમાંથી આવે છે. આ જ કારણ છે કે સપ્ટેમ્બર મહિનામાં ચાંદીના ભાવમાં 19.4%નો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં માત્ર 13%નો વધારો થયો હતો.

આ પણ વાંચો : દીવાળી સુધી સોનાનો ભાવ રૂ.1.5 લાખે પહોંચશે? જાયંટોની 'બાહુબલી' આગાહી!

Tags :
Advertisement

.

×