Gold Price Today : નવરાત્રી પહેલા સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- દેશમાં સોનાના ભાવમાં થયો નજીવો ઘટાડો (Gold Price Today)
- 24 કેરેટના ભાવમાં આવ્યો છે 54 રૂપિયાનો ઘટાડો
- 22 કેરેટ સોનાના ભાવમાં આવ્યો છે 50નો ઘટાડો
- હેવારોની મોસમ દરમિયાન સોનાની માંગ વધે છે
ભારતમાં આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો. 24 કેરેટ સોનામાં પ્રતિ ગ્રામ 54 રૂપિયા, 22 કેરેટ સોનામાં પ્રતિ ગ્રામ 50 રૂપિયા અને 18 કેરેટ સોનામાં પ્રતિ ગ્રામ 46 રૂપિયાનો ઘટાડો થયો. જોકે, નિષ્ણાતો માને છે કે 22 સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રી અને આગામી તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા ઓછી છે.
રાષ્ટ્રીય સરેરાશ સોનાનો ભાવ (Gold Price Today)
આજે, 24 કેરેટ સોના અથવા શુદ્ધ સોનાનો સરેરાશ ભાવ પ્રતિ 10 ગ્રામ રુ.1,11,170 થી રુ.1,11,500 રૂપિયા સુધીનો હતો. દરમિયાન, દાગીના માટે વપરાતા 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુ.1,01,900 થી રુ.1,02,200 રૂપિયા સુધીનો હતો.
TODAY GOLD PRICE
મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ (Gold Price Today)
દિલ્હી:
- 24 કેરેટ સોનું: પ્રતિ 10 ગ્રામ રુ.1,11,130
- 22 કેરેટ સોનું: પ્રતિ 10 ગ્રામ રુ.1,02,050
- ચાંદી: પ્રતિ કિલો રુ.1,31,000
મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે:
- 24 કેરેટ સોનું: પ્રતિ 10 ગ્રામ રુ.1,11,170
- 22 કેરેટ સોનું: પ્રતિ 10 ગ્રામ રુ.1,01,900
- ચાંદી: પ્રતિ કિલો રુ.1,31,000
ચેન્નઈ:
- 24 કેરેટ સોનું: પ્રતિ 10 ગ્રામ રુ.1,11,490
- 22 કેરેટ સોનું: પ્રતિ 10 ગ્રામ રુ.1,02,200
- ચાંદી: પ્રતિ કિલો રુ.1,41,000
Gold Prices Today
લખનૌ અને નોઈડા:
- 24 કેરેટ સોનું: રુ.1,11,320 પ્રતિ 10 ગ્રામ
- 22-કેરેટ સોનું: રુ.1,02,050 પ્રતિ 10 ગ્રામ
નિષ્ણાતો શું કહે છે? (Gold Price Today)
આજના ઘટાડા છતાં, નિષ્ણાતો માને છે કે તહેવારોની મોસમ દરમિયાન સોનાની માંગ વધે છે, જેના કારણે ભાવમાં સ્થિર અથવા સામાન્ય વધારો થઈ શકે છે. જો તમે સોના કે ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય સમય હોઈ શકે છે.
આ પણ વાંચો : લો કરો વાત..! SEBI ના ચેરમેનના પગાર કરતા વધારે ઘરના ભાડાની ચૂકવણી


