Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિવાળી પહેલા સોના-ચાંદીનો નવો વિક્રમ: અમદાવાદમાં સોનાનો ભાવ રૂ.1,28,000

બુધવાર, 15 ઑક્ટોબરે સોનાના ભાવ નવા શિખરે પહોંચ્યા છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ ₹1.28 લાખ પ્રતિ 10 ગ્રામને પાર ગયો છે, જ્યારે ચાંદી ₹1.89 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ છે. દિવાળીની માંગ, ETFમાં રોકાણ અને વૈશ્વિક તણાવ (જેમ કે US-ચીન વેપાર સંઘર્ષ) ને કારણે રોકાણકારો સોનાને સુરક્ષિત વિકલ્પ માની રહ્યા છે, જેનાથી કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે.
દિવાળી પહેલા સોના ચાંદીનો નવો વિક્રમ  અમદાવાદમાં સોનાનો ભાવ રૂ 1 28 000
Advertisement
  • દેશમાં સોનાના ભાવ ફરી નવા શિખરે પહોંચ્યા (Gold Price India Today)
  • આજે સોનાની કિંમતમાં જોવા મળ્યો રેકોર્ડબ્રેક ઉછાળો
  • આજે 24 કેરેટનો પ્રતિ 10 ગ્રામ ભાવ રૂ.1,28,000 પહોંચ્યો
  • સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો
  • આજે 1 કિલો ચાંદીનો ભાવ રૂ.1,89,100 પહોંચી ગયો

Gold Price India Today : સમગ્ર દેશમાં સોનાના ભાવ ફરી એકવાર નવા શિખરે પહોંચી ગયા છે. બુધવાર, 15 ઓક્ટોબરના રોજ સોનાની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ સહિત દેશના લગભગ તમામ મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,28,000 પ્રતિ 10 ગ્રામ {10 Gram Gold Rate}ને પાર કરી ગયો છે. આ તેજી પાછળ સ્થાનિક (Domestic) અને વૈશ્વિક (Global) બંને પરિબળો જવાબદાર છે.

વિવિધ શહેરમાં સોનાના ભાવ (Gold Price India Today)

  • દિલ્હી {Delhi Gold Price} માં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,28,510 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,17,810 પ્રતિ 10 ગ્રામ છે.
  • મુંબઈ {Mumbai Gold Price} માં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,28,360 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,17,660 પ્રતિ 10 ગ્રામ છે.
  • અમદાવાદ {Ahmedabad Gold Price} માં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,28,410 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,17,710 પ્રતિ 10 ગ્રામ છે.
  • ચેન્નાઈ માં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,28,360 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,17,660 પ્રતિ 10 ગ્રામ છે.
  • કોલકાતા માં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,28,360 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,17,660 પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીની કિંમતો પણ રેકોર્ડબ્રેક ઊંચાઈએ (Gold Price India Today)

સોનાની સાથે સાથે ચાંદીએ {Silver Price} પણ રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. 15 ઓક્ટોબરના રોજ ચાંદીનો રિટેલ ભાવ વધીને રૂ.1,89,100 પ્રતિ કિલોગ્રામ {Silver Price Today} થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના વાયદા ભાવે $52 પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરને વટાવી દીધું છે. સપ્ટેમ્બર મહિનામાં ચાંદીના ભાવમાં 19.4%નો જબરદસ્ત વધારો નોંધાયો હતો, જેની પાછળ વૈશ્વિક સ્તરે સપ્લાયમાં ઘટાડો અને પ્રીમિયમમાં તેજી મુખ્ય કારણો છે.

Advertisement

સોનું કેમ મોંઘું થઈ રહ્યું છે?

સોનાના ભાવમાં આ વિક્રમી ઉછાળા પાછળ નીચેના મુખ્ય કારણો છે:

Advertisement

  • ઘરેલું માંગમાં વધારો: તહેવારોની સિઝન (દિવાળી) અને લગ્નસરાની શરૂઆત થવાને કારણે દેશમાં સોનાની માંગ સતત વધી રહી છે, જેનાથી બજારને મજબૂતી મળી છે.
  • ETFમાં રોકાણ: એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) {Gold ETF} માં રોકાણકારોનો પ્રવાહ વધ્યો છે, જે ગોલ્ડ માર્કેટ {Gold Market}ને વધુ મજબૂત બનાવી રહ્યો છે.
  • વૈશ્વિક અનિશ્ચિતતા: અમેરિકા-ચીન વચ્ચેના વેપારી તણાવ, યુએસ સરકારના સંભવિત શટડાઉનની આશંકા અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ઘટાડા {Interest Rate Cut} જેવા કારણોસર રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ {Safe Haven} માની રહ્યા છે.
  • સેન્ટ્રલ બેન્કોની ખરીદી: વિશ્વભરની ઘણી સેન્ટ્રલ બેન્કો {Central Bank Gold Buying} સતત સોનાની ખરીદી વધારી રહી છે, જેનાથી કિંમતોને વધુ ટેકો મળ્યો છે.

જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા જળવાઈ રહેશે, તો સોનાના ભાવમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.

આ પણ વાંચો : EPFO એ લીધો મોટો નિર્ણય, PF ખાતામાંથી હવે 100% રકમ ઉપાડી શકાશે! જાણો A to Z માહિતી!

Tags :
Advertisement

.

×