Gold Price Today :સોનાનો ભાવ 1 લાખ 15 હજાર પહોંચી જશે? જાણો આજનો લેટેસ્ટ રેટ
- આજે 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,11,200 પ્રતિ 10 ગ્રામ (Gold Price Today)
- 22 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,01,800 પ્રતિ 10 ગ્રામ
- જ્યારે ચાંદીનો ભાવ પહોંચ્યો રુ.1,28,730 પ્રતિ કિલો
- નજીકના ભવિષ્યમાં સોનાનો ભાવ 1,15,000 પહોંચવાની તૈયારીમાં
Gold Price Today : સોમવારે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. ગયા અઠવાડિયાની સરખામણીમાં, આજે 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં લગભગ રુ.200નો ઘટાડો થયો છે.
આ ઘટાડા છતાં, સોનાના ભાવ હજુ પણ ઘણા ઊંચા છે. ભારતમાં આજે 22 કેરેટ સોનું રુ.1,01,800 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનું રુ.1,11,200 પ્રતિ 10 ગ્રામથી ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.
Today gold rate
મુખ્ય શહેરોમાં સોનાનો (Gold Price Today)
- દિલ્હી: 22K - રુ.1,01,950 | 24K - રુ.1,11,210
- મુંબઈ: 22K - રુ.1,01,800 | 24K - રુ.1,11,060
- કોલકાતા: 22K - રુ.1,01,800 | 24K - રુ.1,10,520
- ચેન્નઈ: 22K - રુ.1,01,800 | 24K - રુ.1,11,060
- બેંગલુરુ: 22K - રુ.1,01,800 | 24K - રુ.1,11,060
- હૈદરાબાદ: 22K - રુ.1,01,800 | 24K - રુ.1,11,060
- અમદાવાદ: 22K - રુ.1,02,050 | 24K - રુ.1,05,000
- પુણે 22K - રુ.1,01,800 | 24K - રુ.1,11,060
- જયપુર: 22K - રુ.1,01,950 | 24K - રુ.1,11,210
- લખનૌ : 22K - રુ.1,01,950 | 24K - રુ.1,11,210
સોનાના ભાવ કેમ વધી રહ્યા છે?
વૈશ્વિક તણાવ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓએ સોનાના ભાવમાં વધારો કર્યો છે. આ ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓને કારણે, રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે. આ જ કારણ છે કે સોનાના વાયદાએ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.
GOLD PRICE TODAY
ચાંદીના ભાવમાં પણ વધારો
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચાંદીનો ભાવ રુ.20 વધીને રુ.1,28,730 પ્રતિ કિલો થયો છે, જે શનિવારે રુ.1,28,710 હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદા પણ રુ.1,28,840 પર ટ્રેડ થઈ રહ્યા છે. સોનું અને ચાંદી બંને ઝડપથી રેકોર્ડ સ્તર તરફ આગળ વધી રહ્યા છે, જે રોકાણકારો અને ખરીદદારો બંને માટે મહત્વપૂર્ણ સમાચાર છે.
આ પણ વાંચો : UPI Rule Change: આજથી મોટો ફેરફાર... હવે તમે UPI દ્વારા એક દિવસમાં લાખોનો વ્યવહાર કરી શકશો!


