Gold price today : નવરાત્રી-દિવાળી પહેલાં જ સોના-ચાંદી મોંઘા, જાણો આજનો નવો ભાવ
- સોના ચાંદીના ભાવમાં આજે પણ વધારો (Gold price today)
- સોનાના ભાવમાં 87 રૂપિયાનો વધારો
- 24 કેરેટનો ભાવમાં વધારો રુ.1,08,490 પર પહોંચ્યો
- 1 કિલો ચાંદીનો ભાવ રુ.1,28,000 પર પહોંચ્યો
Gold price today : ભારતમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી, દુર્ગા પૂજા, દશેરા અને દિવાળી જેવા પર્વોમાં ઘર સજાવવાથી લઈને સોના-ચાંદીના ઘરેણાં ખરીદવા સુધીની અનેક યોજનાઓ લોકો બનાવતા હોય છે. પરંતુ જો તમે પણ આ તહેવારોમાં સોના-ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તૈયાર થઈ જાઓ વધુ કિંમત ચૂકવવા માટે. કારણ કે, સતત વધી રહેલા સોના અને ચાંદીના ભાવોએ ખરીદદારોની ચિંતામાં વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે આ ફેસ્ટિવ સીઝનમાં તમારી નવી જ્વેલરી તો ચમકશે, પણ તેના માટે તમારા ખિસ્સા પર થોડી વધુ અસર પડશે.
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો ચાલુ જ છે. જીએસટીના દરમાં ફેરફાર અને ટ્રમ્પ ટેરિફના વિવાદ વચ્ચે સતત બીજા દિવસે એટલે કે આજે, 6 સપ્ટેમ્બર, 2025ના રોજ સોનું મોંઘુ થયું છે. આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ, ત્રણેય કેટેગરીના સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.
24 કેરેટ સોનાના ભાવમાં મોટો વધારો (Gold price today)
આજે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ રુ.87નો વધારો થયો છે. આ વધારા સાથે 1 ગ્રામ સોનાનો ભાવ રુ.10,849 થયો છે, જે ગઈકાલે રુ.10,762 હતો. આ જ રીતે, 8 ગ્રામનો ભાવ રુ.86,792, 10 ગ્રામનો ભાવ રુ.1,08,490 અને 100 ગ્રામનો ભાવ રુ.10,84,900 પર પહોંચી ગયો છે.
GOLD PRICE TODAY
22 કેરેટ સોનાનો નવો ભાવ
22 કેરેટ સોનું પણ આજે રુ.80 પ્રતિ ગ્રામ મોંઘું થયું છે. આ ભાવ વધારા પછી 1 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ રુ.9,945 પર પહોંચ્યો છે, જ્યારે ગઈકાલે આ ભાવ રુ.9,865 હતો. આ પ્રમાણમાં, 8 ગ્રામનો ભાવ રુ.79,560, 10 ગ્રામનો ભાવ રુ.99,450 અને 100 ગ્રામનો ભાવ રુ.9,94,500 થયો છે.
18 કેરેટ સોનામાં પણ ભાવ વધારો (Gold price today)
18 કેરેટ સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. આજે 1 ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ રુ.8,137 થયો છે, જે ગઈકાલના રુ.8,072થી વધુ છે. 10 ગ્રામનો ભાવ રુ.81,370 અને 100 ગ્રામનો ભાવ રુ.8,13,700 પર પહોંચ્યો છે.
Gold-Silver Price -Gujarat First
ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો
સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. આજે 100 ગ્રામ ચાંદીનો ભાવ રુ.12,800 થયો છે, જે ગઈકાલે રુ.12,600 હતો. આ રીતે, 1 કિલો ચાંદીનો ભાવ રુ.1,28,000 પર પહોંચી ગયો છે, જે ગઈકાલે રુ.1,26,000 હતો. દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં થોડો ફરક જોવા મળી રહ્યો છે. મુંબઈ અને કોલકાતામાં ભાવ લગભગ સરખા છે, જ્યારે દિલ્હી અને ચેન્નઈમાં ભાવ થોડા વધુ છે.
સોના-ચાંદી બંનેમાં આવી રહેલી તેજીને જોતા, રોકાણકારો અને ગ્રાહકોએ આવનારા દિવસોમાં પણ ભાવમાં ઉતાર-ચઢાવ માટે તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચો : ભારતમાં પહેલી TESLA Car Delivery, જાણો કોણે ખરીદી અને કેટલી કિંમત


